ભાવનગરના બગદાણા વિવાદમાં સામાજિક કાર્યકર ઉમેશસિંહ ગોહિલનો એક વીડિયો વાયરલ થતા નવો વળાંક આવ્યો છે, જેમાં તેમણે નવનીત બાલધિયા સામે ભ્રષ્ટાચાર, ખાણ-ખનીજ અને બે નંબરના ધંધામાં સંડોવાયેલા હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ઉમેશસિંહ ગોહિલે દાવો કર્યો છે કે નવનીત બાલધિયા પોતે ભ્રષ્ટાચાર આચરી બીજાના માથે આરોપ લગાવે છે અને રાજકીય રોટલા શેકવા માટે ધાર્મિક કેન્દ્રને પણ ટાર્ગેટ કરી રહ્યા છે.