સુરતમાં પારસી પરિવારની અનોખી ધાર્મિક આસ્થા સામે આવી છે. સંવત 1881માં સ્વામિનારાયણ ભગવાને પારસી કોટવાળ અરદેશરને ભેટ આપેલી પાઘડીનું પરિવાર છેલ્લા 202 વર્ષથી જતન અને પૂજન કરે છે. ભાઈબીજના દિવસે પાઘડીનાં જાહેર દર્શન યોજાયાં હતાં.