સુરતીઓ માટે ખુશખબર: હવે સાસણ-ગીર જેવી જંગલ સફારીનો રોમાંચ સુરત નજીક જ મળશે! સુરતથી નજીક માંડવીની કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમ જંગલ સફારી શરૂ. વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી સફારીને પ્રવાસીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. શરૂઆતના માત્ર ત્રણ દિવસમાં અંદાજે 325 પ્રવાસીઓએ સફારીનો આનંદ માણ્યો. 2,300 હેક્ટરમાં ફેલાયેલા ગાઢ જંગલમાં પ્રવાસીઓને મળશે જંગલ સફારીનો રોમાંચ. સુરતથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલું કેવડી પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બન્યું. 8 સીટર ખાસ મોડિફાઇડ ઓપન જીપ્સીમાં બેસીને પ્રવાસીઓ કરી શકશે