ક્રિકેટ ફેન્સ આતૂરતાપૂર્વક વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2027 અને વનડે વિશ્વકપ 2027ની પ્રતીક્ષા કરી રહ્યાં છે. આ બંને મોટી આઈસીસી ઈવેન્ટ્સમાં એક વર્ષથી ઓછો સમય બાકી છે અને તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ ફેન્સની આતૂરતા વધારવા માટે હવે આઈસીસીએ આગામી 12 ટૂર્નામેન્ટોની તારીખો જાહેર કરી છે. ICC એ 2028થી 2035 વચ્ચે 7 વર્ષની અંદર મેન્સ ક્રિકેટ વિશ્વકપ, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જેવા મોટા આયોજનોની તારીખનો ખુલાસો કર્યો છે.
રવિવાર 15 નવેમ્બરે આઈસીસીએ મોટી જાહેરાત કરી. ઈન્ડોનેશિયાના બાલીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ICC એ આવનાર મોટી ટૂર્નામેન્ટના સમયગાળા અને કાર્યક્રમની તારીખો પર ચર્ચા કરી અને તેના પર મહોર લગાવી. તેમાં 2028મા ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં યોજાનાર ટી20 વિશ્વકપથી લઈને 2035 સુધીનો વનડે વિશ્વકપ સામેલ છે. પરંતુ તેમાં 2032થી 2035 વચ્ચે 2 ટી20 વિશ્વકપ, 2 WTC ફાઈનલ અને એક-એક ચેમ્પિયન્સ ટ્રોફી અને વિશ્વકપની યજમાનીની જાહેરાત થઈ નથી.
સૌથી પહેલા વાત ભારતમાં યોજાનાર ટૂર્નામેન્ટની. 2028થી 2035 વચ્ચે વર્તમાન યોજના હેઠળ ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2030 અને વનડે વિશ્વકપ 2031 આયોજીત થશે. આ બંને ટૂર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન થશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2030નું આયોજન 9થી 28 ઓક્ટોબર દરમિયાન થશે. તો વિશ્વકપ 2031 માટે 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર વચ્ચેનો સમય નક્કી કરવામાં આવ્યો છે. વિશ્વકપમાં ભારતની સાથે બાંગ્લાદેશ પણ યજમાન થશે.
આ સમયગાળામાં કઈ-કઈ ટૂર્નામેન્ટ ક્યાં રમાશે, જાણો તેનું લિસ્ટ...
ICC મેન્સ ક્રિકેટ કેલેન્ડર
આગામી સાત વર્ષ દરમિયાન યોજાનારી ૧૨ મુખ્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ્સની સંપૂર્ણ વિગતો
| વર્ષ | ટૂર્નામેન્ટ | યજમાન દેશ (મેજબાન) | તારીખ |
|---|---|---|---|
| ૨૦૨૮ | T20 વર્લ્ડ કપ | ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ | ૧૨ ઓક્ટોબર – ૧૨ નવેમ્બર |
| ૨૦૨૯ | WTC ફાઇનલ | ઇંગ્લેન્ડ | ૮ – ૧૨ જૂન |
| ૨૦૨૯ | ચેમ્પિયન્સ ટ્રોફી | ભારત | ૯ ઓક્ટોબર – ૨૮ ઓક્ટોબર |
| ૨૦૩૦ | T20 વર્લ્ડ કપ | ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ | ૪ જુલાઈ – ૪ ઓગસ્ટ |
| ૨૦૩૧ | WTC ફાઇનલ | ઇંગ્લેન્ડ | ૧૨ – ૧૬ જૂન |
| ૨૦૩૧ | ODI વર્લ્ડ કપ | ભારત, બાંગ્લાદેશ | ૯ ઓક્ટોબર – ૨૩ નવેમ્બર |
| ૨૦૩૨ | T20 વર્લ્ડ કપ | (હજુ નક્કી નથી) | ૧૪ ઓક્ટોબર – ૧૪ નવેમ્બર |
| ૨૦૩૩ | WTC ફાઇનલ | (હજુ નક્કી નથી) | ૯ – ૧૩ જૂન |
| ૨૦૩૩ | ચેમ્પિયન્સ ટ્રોફી | (હજુ નક્કી નથી) | ૨ – ૨૩ ઓક્ટોબર |
| ૨૦૩૪ | T20 વર્લ્ડ કપ | (હજુ નક્કી નથી) | ૬ જુલાઈ – ૬ ઓગસ્ટ |
| ૨૦૩૫ | WTC ફાઇનલ | (હજુ નક્કી નથી) | ૭ જૂન – ૧૧ જૂન |
| ૨૦૩૫ | ODI વર્લ્ડ કપ | (હજુ નક્કી નથી) | ૨ ઓક્ટોબર – ૧૮ નવેમ્બર |