વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવેમ્બર મહિનાના ગુજરાત પ્રવાસને લઈને ચર્ચા છે. 14 નવેમ્બરે અંબાજી મંદિર ખાતે દર્શન કરવાની અને 17થી 19 નવેમ્બર દરમિયાન જામનગરમાં યોજાનારી 'સહાયતા સેતુ' કવાયતમાં ઉપસ્થિત રહેવાની વિગતો સામે આવી છે. જામનગરની કવાયતમાં દેશની ત્રણેય સેનાપાંખ, રાષ્ટ્રીય એજન્સીઓ અને મિત્ર વિદેશી દેશોની ટીમો જોડાશે.