ગુજરાતમાં 2027ના વિધાનસભા જંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તેની સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં જ્ઞાતિનું કાર્ડ ફરી એકવાર એક્ટિવ થયું છે. રાજકોટના અમરાપુરમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ યોજેલા કોળી સમાજના સ્નેહમિલન સંમેલને નવા રાજકીય સમીકરણોને જન્મ આપ્યો છે. આ સંમેલન બિનરાજકીય હોવાના દાવા વચ્ચે મંચ પરથી એવા રાજકીય તીર છૂટ્યા કે ખુદ સમાજમાં જ ભડકો થયો છે. જુઓ, આ ખાસ અહેવાલ...