Love Marriage : પ્રેમ, જે બે દિલોને જોડે છે, પરંતુ શું આ જ પ્રેમ ક્યારેય કોઈનો કાળ બની શકે? સાત ફેરાના પવિત્ર સોગંદ અને જીવનભર સાથ નિભાવવાના વાયદા. જ્યારે આ વાયદાઓ લોહીથી લખાવા લાગે, ત્યારે સંબંધોનો કેવો ભયાનક અંત આવે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો વાપીથી સામે આવ્યો છે.
Surat Cyber Crime : એક એવો ગુનેગાર, જે છેલ્લા 36 મહિનાથી કાયદાની આંખમાં ધૂળ નાખીને ખુલ્લેઆમ ફરી રહ્યો હતો. એક એવું ભેજું...જે સુરતની ગલીઓમાં બેસીને સીધું દુબઈના સાયબર માફિયાઓ સાથે કનેક્ટેડ હતું! તમે અને હું જ્યારે રાત-દિવસ એક કરીને પરસેવાની કમાણી કરીએ છીએ, ત્યારે આ શાતિર ઠગ માત્ર 50 હજાર રૂપિયાના કમિશન માટે આખા દેશની સુરક્ષા દાવ પર લગાવી રહ્યો હતો!. કોણ છે આ આરોપી અને શું હતી મોડસ ઓપરેન્ડી.જોઈશું આ અહેવાલમાં
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા ઉમેદવાર ધનરાજ પરિમલ નથવાણીના એફિડેવિટમાં પરિવારની કુલ સંપત્તિ ₹373.26 કરોડ જણાવવામાં આવી છે. ચલ સંપત્તિ 291.99 કરોડ અને અચલ સંપત્તિ આશરે 81.26 કરોડ છે.
ભાજપ દ્વારા વડનગરથી વારાણસી શરૂ કરવામાં આવેલી સેવા સંકલ્પ યાત્રા દરમિયાન વિવાદ સામે આવ્યો છે. આ યાત્રા દરમિયાન પોરબંદર યુવા મોરચાના મહામંત્રી દારૂની પાર્ટી કરતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે.
Pakistani Smugglers : અરબી સમુદ્રમાં ઉછળતા તોફાની મોજાં વચ્ચે ચાલી રહ્યો હતો એક ખતરનાક ખેલ! પાકિસ્તાનથી નીકળેલો મોતનો આ કાફલો પંજાબ સુધી પહોંચે તે પહેલાં જ. ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના કમાન્ડોએ એવું તો જબરૂ ઓપરેશન પાર પાડ્યું કે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ! 3 હજાર કરોડ રૂપિયાનું ઝેર અને પાંચ પાકિસ્તાની સકંજામાં.આખરે દરિયાની વચ્ચે ડ્રગ્સની આ મહાડીલનો ધ એન્ડ કઈ રીતે આવ્યો? જુઓ સાવધાન ગુજરાતમાં.
TAPAS-1 : ભારતની ખૂબ ઝડપથી વિકસિત થઈ રહેલી સ્પેસટેક ઇકોસિસ્ટમમાં ગુજરાત એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે આ ક્ષેત્રમાં ડંકો વગાડવા તૈયાર છે. અમદાવાદના સ્ટાર્ટઅપે ઘરઆંગણે તૈયાર કરેલો સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઑબ્ઝર્વેશન પેલૉડ (થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા) 1 ઓક્ટોબરે અમેરિકાથી સ્પેસટેકના ‘ફાલ્કન 9’ રૉકેટ દ્વારા અવકાશમાં પહોંચાડવામાં આવશે. આ કેમેરાને તપસ-1 (TAPAS-1) નામ આપ્યું છે, જેને પૃથ્વી પરથી લગભગ 500 કિલોમીટરની ભ્રમણકક્ષામાં એક સેટેલાઈટ સાથે પ્રસ્થાપિત કરવામાં આવશે.
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન, 5 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ
Barda Sanctuary : ગુજરાત સરકારે એશિયાટિક સિંહોના બરડા ખાતે બનેલા ‘બીજા ઘર’ને મજબૂત વહિવટી આધાર આપવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. બરડામાં સિંહોના પુનર્વસવાટને ‘પાક્કું’ કરવા માટે રાજ્ય સરકારે ઝડપી કવાયત હાથ ધરી પોરબંદર વન વિભાગના વહીવટી માળખાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ સાથે જ; પોરબંદર જિલ્લાના વન અને પર્યાવરણને લગતા પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવે, વન વિભાગની યોજનાઓના અમલીકરણમાં સુગમતા રહે તેમજ પોરબંદર વિસ્તારના વન વ્યવસ્થાપનમાં સુધારો થાય; તે હેતુથી પણ પોરબંદર વન વિભાગનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
Morbi News : નગરપાલિકામાંથી મોરબી મહાનગરપાલિકા બની ગઈ અને મોરબી શહેરમાં ચૂંટણી યોજાતા લોકોએ ખોબલે ખોબલે ભાજપને વોટ આપ્યા હતા. જો કે સત્તામાં આવ્યા બાદ નેતાઓ પ્રજાના કામ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. જેના કારણે મોરબીના રહીશો પરેશાન થઈ ગયા છે. વોર્ડ નંબર 12માં ચૂંટણી જીત્યા બાદ નેતાઓ દેખાતા પણ નથી.
Fake liquor racket Ahmedabad : શું તમે જે બ્રાન્ડ પર ભરોસો કરો છો. એ ખરેખર અસલી છે?. જો તમે પણ બ્રાન્ડના મોહમાં છો, તો અમદાવાદનો આ કિસ્સો તમારી આંખો ઉઘાડી નાખશે. એક એવું ષડયંત્ર...જ્યાં બંધ બારણે, અંધારા ઓરડામાં મોતનું રી-ફિલિંગ થઈ રહ્યું હતું!. વિદેશી બ્રાન્ડનું ચળકતું સ્ટીકર, આકર્ષક બોટલ અને અંદર ભરેલું સ્લો-પોઈઝન! હા, અમદાવાદમાં ધમધમી રહી હતી દારૂની આખી મિની ફેક્ટરી...
PF Rules 2026: EPFO વેતન મર્યાદા 15000થી વધારીને 25000 કરી દેવામાં આવી છે. જેનાથી હવે અમદાવાદમાં 2 લાખથી વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષા કવચ મળવાની અપેક્ષા છે. જેની અમદાવાદમાં લગભગ 20000 સંસ્થાઓ પર સીધી અસર થવાની ધારણા અંકાઈ રહી છે. એટલે કે જે કર્મચારીને pf કપાવો છે કે નહીં તેમાં છૂટ મળતા હતા તે હવે નહિ મળે. હવે 25 હજાર વેતન સુધીના કર્મચારીઓએ ફરજિયાત pf કપાવવો પડશે.
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Gujarat Tourism : GIFT સિટીમાં વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી દરમિયાન હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રવાસન વિકાસ માટે સ્વચ્છતા, સોફ્ટ સ્કિલ્સ, હોમસ્ટે અને ગ્રામ્ય પ્રવાસન પર ભાર મૂક્યો. સ્થાનિક સંસ્કૃતિ અને તહેવારોને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા ટુર ઓપરેટરોને અપીલ કરી. તો નવેમ્બરમાં ગાંધીનગરમાં યોજાનારી HYROX ઈવેન્ટ માટે ખાસ ટુર પેકેજ તૈયાર કરવા પણ સૂચન કર્યું.
WhatsApp Scam : ધોરાજીના સુપેડી ગામે 70 વર્ષીય નિવૃત્ત તલાટી મંત્રી જયંતીલાલ ભેંસદડિયા સાયબર ફ્રોડનો ભોગ બન્યા. વોટ્સએપ પર આવેલી લગ્નની APK કંકોત્રી ખોલતાં મોબાઈલ હેક થયો અને ગણતરીના કલાકોમાં જ બેંક ખાતામાંથી રૂ.6.57 લાખ ઉપડી ગયા. ઘટનાની જાણ થતાં વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
ધોલેરા ITI ખાતે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ભારતનો પ્રથમ UHP વેલ્ડિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. MeitY અને DST ગુજરાતના સહયોગથી IIT ગાંધીનગરમાં અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન સંશોધન અને તાલીમ માટે સમર્થ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે.
Surat News: ગણેશ ઉત્સવ દરમિયાન જે વિઘ્નહર્તા દેવની 10 થી 12 દિવસ સુધી અત્યંત ભક્તિભાવ પૂર્વક પૂજા-અર્ચના, આરતી અને સેવા કરવામાં આવી હતી, તે જ બાપ્પાની મૂર્તિઓ ઉત્સવ પૂર્ણ થતાં કેટલાક લોકો કેનલમાં કે રોડ કિનારે બિનવારસી અને રજડતી હાલતમાં મૂકીને ચાલ્યા ગયા હતા.
Dwarka News: મહાભારત કાળની પરંપરા આધુનિક યુગમાં પણ જીવંત રહી છે. દ્વારકાના શિવરાજપુર ગામે ભાદરવી પૂનમે 400 વર્ષ જૂનો મલ કુસ્તી મેળો જામ્યો છે. શિવરાજપુર ગામે ભવ્ય મલ કુસ્તી મેળો યોજાયો છે.
Rajkot News: રાજકોટ ભાવનગર હાઈવે પર રાજ્યના મહત્વના માર્ગોમાંનો એક છે. પરંતુ આટકોટ ગામ પાસે હાઈવેની હાલત એવી બની ગઈ છે કે વાહનો દોડતા નથી, પણ બ્રેક ડાન્સ કરતા હોય એવું લાગે છે. માત્ર 6 મહિના પહેલા સમારકામ થયેલા રોડ પર હવે એક-એક ફૂટ ઊંડા ખાડાઓ પડ્યા છે. પરિણામે અકસ્માતનો ભય, વાહનોને નુકસાન અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Crime News: ગુનો આચરાયો મહારાષ્ટ્રમાં પણ ગુનેગારોનો ધ એન્ડ આવ્યો ગુજરાતમાં! એક એવી રહસ્યમય અને શાતિર ઘરફોડ ચોરી, જેણે મહારાષ્ટ્ર પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી, ચોરી કરીને ગુનેગારો હવામાં ગાયબ થઈ ગયા અને પોતાને સુરક્ષિત સમજી બેઠા હતા પણ તેઓ એક મોટી ભૂલ કરી બેઠા અને સીધા થઈ ગયા જેલભેગા, જાણો આ ઘટના વિશે.