• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સ્પેસટેક ક્ષેત્રે ગુજરાતે વગાડ્યો ડંકો, ગુજરાતી સ્ટાર્ટઅપે તૈયાર કરેલો થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા 1 ઓક્ટોબરે અંતરીક્ષમાં થશે લૉન્ચ

સ્પેસટેક ક્ષેત્રે ગુજરાતે વગાડ્યો ડંકો, ગુજરાતી સ્ટાર્ટઅપે તૈયાર કરેલો થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા 1 ઓક્ટોબરે અંતરીક્ષમાં થશે લૉન્ચ

TAPAS-1 : ભારતની ખૂબ ઝડપથી વિકસિત થઈ રહેલી સ્પેસટેક ઇકોસિસ્ટમમાં ગુજરાત એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે આ ક્ષેત્રમાં ડંકો વગાડવા તૈયાર છે. અમદાવાદના સ્ટાર્ટઅપે ઘરઆંગણે તૈયાર કરેલો સ્વદેશી થર્મલ ઇન્ફ્રારેડ અર્થ ઑબ્ઝર્વેશન પેલૉડ (થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા) 1 ઓક્ટોબરે અમેરિકાથી સ્પેસટેકના ‘ફાલ્કન 9’ રૉકેટ દ્વારા અવકાશમાં પહોંચાડવામાં આવશે. આ કેમેરાને તપસ-1 (TAPAS-1) નામ આપ્યું છે, જેને પૃથ્વી પરથી લગભગ 500 કિલોમીટરની ભ્રમણકક્ષામાં એક સેટેલાઈટ સાથે પ્રસ્થાપિત કરવામાં આવશે.

Written ByKaran Rajput
Published: Sep 30, 2026, 04:29 PM IST|Updated: Sep 30, 2026, 04:31 PM IST
joinshare
સ્પેસટેક ક્ષેત્રે ગુજરાતે વગાડ્યો ડંકો, ગુજરાતી સ્ટાર્ટઅપે તૈયાર કરેલો થર્મલ ઇન્ફ્રારેડ કેમેરા 1 ઓક્ટોબરે અંતરીક્ષમાં થશે લૉન્ચ
Image Credit: Thermal Infrared Camera

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat SpaceTech : અવકાશમાંથી તે પૃથ્વીના અલગ અલગ સ્થળો પર ગરમી અને તાપમાનની વધઘટની હાઈ રેઝોલ્યુશન તસવીરો મેળવીને તેનું ડેટા પ્રોસેસિંગ કરશે. આ ડેટા અર્બન હીટ મેનેજમેન્ટ, કૃષિ અને પાણીનુ સ્ટ્રેસ મોનિટરિંગ, ઔદ્યોગિક અને આપદા સમયનું મોનિટરિંગ અને જંગલોમાં આગની ઘટનાઓની ઓળખ કરવા માટે જરૂરી આંતર્દૃષ્ટિ પૂરી પાડશે.

આ સ્ટાર્ટઅપની શરૂઆત વર્ષ 2023માં શ્રણવસિંઘ ભાટી, ડૉ. રાનેન્દુ ઘોષ અને ઊર્મિલ બખાઈ દ્વારા અમદાવાદમાં કરવામાં આવી છે. કંપનીના CEO શ્રવણસિંઘ પાસે 16થી વધુ વર્ષોનો ઉપગ્રહોને લગતા ઇવોવેશન્સનો અનુભવ છે જ્યારે ડૉ. રાનેન્દુ ઘોષે 27 વર્ષ સુધી ISROમાં કૃષિ, હાઈડ્રોલોજી અને માટી વિજ્ઞાનને લગતા સેટેલાઈટ પેલૉડની ટેક્નોલોજી પર કામ કર્યું છે. ઊર્મિલ બખાઈ કંપનીમાં ચીફ સ્ટ્રેટેજી ઓફિસરની ભૂમિકામાં છે, જેમણે 22 વર્ષથી વધુ સમય સુધી કોર્પોરેટ ક્ષેત્રે સેલ્સ અને લીડરશીપમાં કાર્ય કર્યું છે. ગુજરાતમાં નિર્માણ કરવામાં આવેલો તપસ-1 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે.  

કઈ રીતે કાર્ય કરશે તપસ-1?
3 કિલોગ્રામ વજન વાળો તપસ-1 સેટેલાઈટ પર પેલૉડ તરીકે રહેશે. તેની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે તે થર્મલ ઇન્ફ્રારેડ રેડિયેશનને કેપ્ચર કરશે. સાદી ભાષામાં કહીએ તો પૃથ્વીની સપાટી પરથી નિકળતી ગરમીના ફેરબદલને તે તસવીર તરીકે કેપ્ચર કરશે. આ ડેટાનું AI દ્વારા વિશ્લેષણ કરી શકાય છે અને આ થર્મલ ઇન્ટેલિજન્સ વિવિધ ક્ષેત્રો માટે ઉપયોગી બની શકે છે. આ બાબતે શ્રવણસિંઘ જણાવે છે કે, “આ ડેટાથી જંગલોમાં લાગતી આગને મોનિટરિંગ કરી શકાય છે. તે સિવાય કોઈ શહેરમાં કયા વિસ્તારોમાં તાપમાનની કેટલી વધઘટ રહે છે, તે રિયલટાઈમમાં ટ્રેકિંગ કરી શકાય છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તાપમાન અલગ અલગ હોય છે. આ રીતે કોર્પોરેશનને હીટ સ્ટ્રેસ માટે જરૂરી આયોજન કરવામાં મદદ મળે છે.”

ઊર્મિલ બખઈ જણાવે છે, “આ ટેક્નોલોજી પૃથ્વીના થર્મોમીટર તરીકે કાર્ય કરશે. તેના દ્વારા કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ અગત્યના ડેટા પ્રાપ્ત થઈ શકે છે. તેના દ્વારા પાક માટે જરૂરી આયોજન વધુ આધુનિક અને સચોટ રીતે થઈ શકે છે. અર્બન પ્લાનિંગમાં પણ તે મદદરૂપ બની શકે છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે તેના માટે કોઈ મોટાપાયે વધારાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર નથી. આ ડેટા સીધો સેટેલાઈટથી જ ઉપલબ્ધ થઈ શકશે.”

ત્રણ વર્ષ સુધી તપસ ભ્રમણકક્ષામાં રહેશે, 2029 સુધીમાં વધુ 8 સેટેલાઈટ લૉન્ચ કરવાનું આયોજન
સ્ટાર્ટઅપના સ્થાપકોના જણાવ્યા અનુસાર Satleo પાસે આ ક્ષેત્રના અનુભવી લોકોની 40થી વધુ લોકોની ટીમ છે અને વર્ષ 2029 સુધીમાં આ પ્રકારના વધુ 8 સેટેલાઈટ લૉન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીએ અત્યારે ₹60 કરોડનું ફન્ડિંગ મેળવ્યું છે. વ્યવસાયિક રીતે આ પેલૉડ લોન્ચ થયા બાદ ડેટાને વિવિધ કંપનીઓ સાથે શેર કરવામાં આવશે. તપસ-1ને સંપૂર્ણ રીતે ગુજરાતમાં કંપનીની લેબમાં વિકસિત કરવામાં આવ્યો છે, જે ત્રણ વર્ષ સુધી ભ્રમણકક્ષામાં રહેશે. તપસ દ્વારા થર્મલ ઇમેજિંગને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વધુ વિસ્તૃત અને ગહન માહિતી મેળવવામાં મદદ મળે છે. આ પહેલા અમદાવાદ મહાનગરપાલિકા સાથે એક પાયલટ પ્રોજેક્ટ પર આ સ્ટાર્ટઅપે કામ કર્યું હતું જેમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનનું મેપિંગ કરવામાં આવ્યું હતું.

કંપની પાસે 52 મિલિયન ડૉલરના લેટર ઓફ ઇન્ટેન્ટ
શ્રવણસિંઘના જણાવ્યા પ્રમાણે અત્યારે કંપની પાસે લગભગ 52 મિલિયન ડૉલરના લેટર ઓફ ઇન્ટેન્ટ આવ્યા છે જેમાંથી 60 ટકા જેટલી કંપનીઓ ભારત બહારની છે. કૃષિ અને અન્ય ક્ષેત્રની સંસ્થાઓ પણ કંપની સાથે સહયોગ કરી રહી છે.

ગુજરાતની સ્પેસટેક પોલિસીનો ફાયદો 
ગુજરાતમાં સ્પેસટેક ક્ષેત્રનો વિકાસ કરવા અને સ્પેસ ટેકનોલોજીમાં ગુજરાતને ગ્લૉબલ મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન  હબ બનાવવા માટે ગુજરાત સ્પેસટેક પોલિસી (2025-30) જાહેર કરવામાં આવી છે. સ્પેસટેક ક્ષેત્ર માટે વિશિષ્ટ પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા આ પોલિસી અંતર્ગત સ્પેસટેક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને ખાનગી રોકાણકારોને વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવે છે. તેમાં લૉન્ચ ખર્ચ માટે સહાય, IP પ્રોપર્ટી રાઇટ માટે સહયોગ તેમજ ટેસ્ટિંગ સુવિધાઓ માટે સબસિડી સહિતની મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.

આ સ્ટાર્ટઅપની સફળતા ગુજરાતમાં એક વ્યાપક ‘ડીપ-ટેક’ ઇકોસિસ્ટમના નિર્માણને પણ દર્શાવે છે, જેમાં કંપનીઓ હવે સૉફ્ટવેર એપ્લિકેશન્સથી આગળ વધીને સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને અવકાશ જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક હાર્ડવેર અને ટેક્નોલોજી વિકસિત કરી રહી છે. આ દર્શાવે છે કે ભારતનું અવકાશ ક્ષેત્ર હવે વધુ આધુનિક ટેક્નોલોજી સાથે વિશિષ્ટ ક્ષેત્રોમાં વિસ્તરણ કરી રહ્યું છે અને ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News