• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરત
  • /મહારાષ્ટ્રમાં ગુનો, ગુજરાતમાં ‘ધ એન્ડ’! ચોરીના દાગીના સાથે સુરતમાંથી 2 શાતિર ચોર ઝડપાયા

મહારાષ્ટ્રમાં ગુનો, ગુજરાતમાં ‘ધ એન્ડ’! ચોરીના દાગીના સાથે સુરતમાંથી 2 શાતિર ચોર ઝડપાયા

Crime News: ગુનો આચરાયો મહારાષ્ટ્રમાં પણ ગુનેગારોનો 'ધ એન્ડ' આવ્યો ગુજરાતમાં! એક એવી રહસ્યમય અને શાતિર ઘરફોડ ચોરી, જેણે મહારાષ્ટ્ર પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી, ચોરી કરીને ગુનેગારો હવામાં ગાયબ થઈ ગયા અને પોતાને સુરક્ષિત સમજી બેઠા હતા પણ તેઓ એક મોટી ભૂલ કરી બેઠા અને સીધા થઈ ગયા જેલભેગા, જાણો આ ઘટના વિશે.

Reported ByChudasama KrushnapalsinhEdited ByChudasama Krushnapalsinh
Published: Sep 26, 2026, 10:03 PM IST|Updated: Sep 26, 2026, 10:08 PM IST
joinshare
મહારાષ્ટ્રમાં ગુનો, ગુજરાતમાં ‘ધ એન્ડ’! ચોરીના દાગીના સાથે સુરતમાંથી 2 શાતિર ચોર ઝડપાયા

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

    ICC World Cup 2027 Schedule: ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન, કોની સામે ક્યારે રમશે ટીમ ઈન્ડિયા? જુઓ ફુલ શેડ્યૂલ

    2

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    3

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    4

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    5

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Crime News: ગુનો ભલે ગમે ત્યાં આચરવામાં આવ્યો હોય, પણ જો ગુનેગાર ગુજરાતમાં પગ મૂકે, તો ખાખી તેનો ખેલ ફેલ કરી જ નાખે છે. મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં આવેલ રાજાપેઠ પોલીસ સ્ટેશનની હદમાં એક મોટી ઘરફોડ ચોરીની ઘટના બની હતી. ચોરી કરીને આરોપીઓ હવામાં ગાયબ થઈ ગયા હતા. પણ તેઓ એ ભૂલી ગયા કે આગળ ગુજરાત પોલીસ ઉભી છે.

    લૂંટના મુદ્દામાલ સાથે સુરત તરફ આવી રહ્યા હતા

    અમરાવતીમાં હાથફેરો કરીને બે શાતિર ચોરો લૂંટના મુદ્દામાલ સાથે સુરત તરફ આવી રહ્યા હતા. બરાબર એ જ સમયે સુરતના એન્ટ્રી પોઈન્ટ એટલે કે નિયોલ ચેક પોસ્ટ ખાતે સારોલી પોલીસની ટીમ એલર્ટ મોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી. પોલીસને એક ગુપ્ત અને સચોટ બાતમી મળી કે બે શંકાસ્પદ ઈસમો ચોરીના દાગીના સાથે અહીંથી પસાર થવાના છે, બસ પછી શું પોલીસે સમય બગાડ્યા વગર તુરંત જ વોચ ગોઠવી દીધી.

    સારોલી પોલીસે આ આખી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

    પોલીસની ગોઠવેલી જાળમાં બંને આરોપીઓ ઝડપાઈ ગયા. સારોલી પોલીસે આ આખી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા આરોપીઓના નામ અકબર ઉર્ફે આરીફ સુલતાન સૈફી અને હબીબ હફીઝ સૈફી છે. જ્યારે પોલીસે આ બંનેની તલાશી લીધી, ત્યારે તેમની પાસેથી જે મળ્યું તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

    મહારાષ્ટ્રમાં ગુનો કરીને સુરતમાં આશરો લેવા માંગતા

    આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા અને 4 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 77,510 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો. મહારાષ્ટ્રમાં ગુનો કરીને સુરતમાં આશરો લેવા માંગતા ગુનેગારોને સુરત પોલીસે જેલના સળિયા પાછળ ધકેલીને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે, કાયદાના હાથ બહુ લાંબા છે.

    ખાખી ધારશે તો પાતાળમાંથી પણ ગુનેગારને ખેંચી લાવશે

    હાલ તો સારોલી પોલીસે બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલીને મહારાષ્ટ્ર પોલીસને પણ જાણ કરી દીધી છે, અને આ સપાટો બોલાવીને સુરત પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનો ગમે ત્યાં થાય, પણ જો ખાખી ધારશે તો પાતાળમાંથી પણ ગુનેગારને ખેંચી લાવશે.

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Gujarat News