• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદમાં ગુપ્ત મીટિંગ! 17 દિવસ પાણીમાં રહીને પોલીસે ડ્રગ્સની આ મહાડીલનો કર્યો 'ધી એન્ડ', જબરદસ્ત છે ઓપરેશનની આ સ્ટોરી

અમદાવાદમાં ગુપ્ત મીટિંગ! 17 દિવસ પાણીમાં રહીને પોલીસે ડ્રગ્સની આ મહાડીલનો કર્યો 'ધી એન્ડ', જબરદસ્ત છે ઓપરેશનની આ સ્ટોરી

Pakistani Smugglers : અરબી સમુદ્રમાં ઉછળતા તોફાની મોજાં વચ્ચે ચાલી રહ્યો હતો એક ખતરનાક ખેલ! પાકિસ્તાનથી નીકળેલો મોતનો આ કાફલો પંજાબ સુધી પહોંચે તે પહેલાં જ. ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના કમાન્ડોએ એવું તો જબરૂ ઓપરેશન પાર પાડ્યું કે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ! 3 હજાર કરોડ રૂપિયાનું ઝેર અને પાંચ પાકિસ્તાની સકંજામાં.આખરે દરિયાની વચ્ચે ડ્રગ્સની આ મહાડીલનો 'ધ એન્ડ' કઈ રીતે આવ્યો? જુઓ સાવધાન ગુજરાતમાં.

Written ByKaran Rajput
Published: Sep 30, 2026, 05:53 PM IST|Updated: Sep 30, 2026, 07:47 PM IST
joinshare
અમદાવાદમાં ગુપ્ત મીટિંગ! 17 દિવસ પાણીમાં રહીને પોલીસે ડ્રગ્સની આ મહાડીલનો કર્યો 'ધી એન્ડ', જબરદસ્ત છે ઓપરેશનની આ સ્ટોરી
Image Credit: ₹3,000 Crore Drugs

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat ATS : ભારતની દરિયાઈ સરહદ. જ્યાં અવારનવાર માનવ તસ્કરી, હથિયારોની હેરાફેરી અને આતંકવાદી પ્રવૃત્તિઓનો ખતરો મંડરાતો રહે છે, ત્યાં આ વખતે ડ્રગ માફિયાઓએ ભારતને બરબાદ કરવાનું મોટું નેટવર્ક ગોઠવ્યું હતું પરંતુ, ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના કમાન્ડો સામે ડ્રગ સ્મગલરોનો એક પણ દાવ ચાલ્યો નહીં! વહેલી સવારે લક્ષદ્વીપના પશ્ચિમ ભાગમાં, ભારતથી સેંકડો નોટિકલ માઈલ દૂર, એજન્સીઓએ એક શંકાસ્પદ ઈરાની બોટને ચારેય તરફથી ઘેરી લીધી. દરિયાના મોજાં વચ્ચે કમાન્ડોએ એવું ઓપરેશન કર્યું કે બોટમાં સવાર પાકિસ્તાની સ્મગલરોને ભાગવાનો મોકો જ ન મળ્યો!.

  • અરબી સમુદ્રમાં ATSની સ્ટ્રાઈક!
  • ડ્રગ્સની મહાડીલનો THE END!
  • 526 KG ડ્રગ્સ...ATSનો ઘેરો

આ આખી કહાની શરૂ થઈ હતી ગુજરાતના અમદાવાદથી! ગત 10મી સપ્ટેમ્બરે અમદાવાદમાં એક વોન્ટેડ ડ્રગ માફિયા અને નાઈજીરિયન પેડલર વચ્ચે એક ગુપ્ત મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં હિન્દુસ્તાનની ધરતી પર 500 કિલોથી વધુ મોતનો સામાન ઉતારવાની ડીલ ફાઈનલ થઈ અને એડવાન્સ હવાલો પણ મોકલાયો પણ આ ડીલની ગંધ ગુજરાત ATSને આવી ગઈ!

  • અરબી સમુદ્રમાં ATSની મેગા સ્ટ્રાઈક
  • 526 KG ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ઝડપાયા
  • ઈરાની બોટમાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું
  • 16 દિવસનુ ઓપરેશન...ડ્રગ્સનું નેટવર્ક બેનકાબ
  • ડ્રગ્સ ડીલનો દરિયાઈ ખેલ ATSએ ઉથલાવ્યો

ATSના જાંબાઝ અધિકારીઓની ટીમ દરિયામાં રવાના થઈ. એક-બે નહીં, પૂરા 17 દિવસ સુધી દરિયાની વચ્ચે હજારો બોટોની વચ્ચે શંકાસ્પદ બોટની શોધખોળ ચાલી. આખરે 25મી સપ્ટેમ્બરે મુંબઈથી 400 નોટિકલ માઈલ દૂર ઈરાનની આ બોટ ઝડપાઈ ગઈ. સ્મગલર્સ સેટેલાઈટથી કનેક્ટ રહેવા માટે સ્ટાર્લિંક ડિવાઈસ વાપરતા હતા, પણ ભારતની સુરક્ષા એજન્સીઓના ચક્રવ્યૂહ આગળ બધું ફેઈલ સાબિત થયું.

 

જ્યારે આ આઝાદ નામની ઈરાની બોટને મુંબઈની જેટી પર લાવીને સર્ચ કરવામાં આવ્યું, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા! બોટમાંથી 526 કિલો હાઈ-ક્વોલિટી ડ્રગ્સ મળી આવ્યું, જેમાં 400 કિલો ખતરનાક મેથાફેટામાઈન અને 126 કિલો હેરોઈન હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3,000 કરોડ રૂપિયાથી વધુ છે! બોટમાંથી પકડાયેલા પાંચેય ક્રૂ મેમ્બર પાકિસ્તાનના પેશાવરના રહેવાસી છે.

મહોમદ યાકુબ બ્લુચી, શકિરુલ્લાહ, ફરીદુલ્લાહ, અહમદ ખાન અને વાહિદુલ્લાહ...આ મોતનો સામાન ઈરાનના કોચી બંદરેથી નીકળી, પાકિસ્તાનના ગ્વાદર થઈને વાયા મુંબઈ-તમિલનાડુ બાય રોડ પંજાબ પહોંચાડવાનો હતો. ગુજરાત સરહદે કડક ચેકિંગ હોવાથી સ્મગલર્સે આ વખતે રૂટ બદલ્યો હતો, પરંતુ ગુજરાત ATS સામે તેમની એક ન ચાલી....

તહેવારોની સીઝન અને ચૂંટણી નજીક છે, તેવામાં ભારતને નશાના ગર્તામાં ધકેલવાનું પાકિસ્તાન અને ઈરાનનું આ આંતરરાષ્ટ્રીય કાવતરું ભારતીય એજન્સીઓએ નાકામ કરી દીધું છે. દેશના યુવાધનને બરબાદ થતું બચાવવા માટે આ એક ઐતિહાસિક સફળતા છે...ગુજરાત ATS હવે આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી ચૂકી છે...

અરબી સમુદ્રના મોજાઓ વચ્ચે ભારતની ત્રણ સૌથી શક્તિશાળી એજન્સીઓ- ગુજરાત ATS, ભારતીય કોસ્ટ ગાર્ડ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ રાઉન્ડ ધ ક્લોક એક એવું ઓપરેશન ચલાવ્યું, જેણે ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટની કમર તોડી નાખી છે. મોદી સરકાર દેશના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે! આ ગર્જના કરી છે દેશના ગૃહમંત્રી અમિત શાહે...ભારતની સરહદો પર આંખ ઉઠાવનારા ડ્રગ માફિયાઓને કેન્દ્રીય ગૃહમંત્રીએ સીધો અને કડક સંદેશ આપી દીધો છે કે હિન્દુસ્તાનની ધરતી પર હવે નશાના સોદાગરોનો કાળ પાક્યો છે!.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન...આ એ 'ડેથ ટ્રાયેન્ગલ' છે જ્યાંથી ભારતને બરબાદ કરવાનો કારસો વારંવાર ઘડાય છે! પરંતુ ડ્રગ માફિયાઓ એ ભૂલી ગયા કે ભારતની દરિયાઈ સરહદો પર હવે કોઈ ઢીલાશ નથી...સપ્લાયરથી લઈને પ્રોડ્યુસર સુધી, અને મધદરિયેથી લઈને પંજાબના રસ્તાઓ સુધી... ગુજરાત ATS અને દેશની સેન્ટ્રલ એજન્સીઓ આ આખા નેટવર્કને હવે નેસ્તનાબૂદ કરીને જ જંપશે.

 

 



 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News