• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /50 હજાર રૂપિયાના કમિશન માટે આખા દેશની સુરક્ષા દાવ પર, 48 કલાકમાં જ 5 કરોડના ટ્રાન્જેક્શન

50 હજાર રૂપિયાના કમિશન માટે આખા દેશની સુરક્ષા દાવ પર, 48 કલાકમાં જ 5 કરોડના ટ્રાન્જેક્શન

Surat Cyber Crime : એક એવો ગુનેગાર, જે છેલ્લા 36 મહિનાથી કાયદાની આંખમાં ધૂળ નાખીને ખુલ્લેઆમ ફરી રહ્યો હતો. એક એવું ભેજું...જે સુરતની ગલીઓમાં બેસીને સીધું દુબઈના સાયબર માફિયાઓ સાથે કનેક્ટેડ હતું! તમે અને હું જ્યારે રાત-દિવસ એક કરીને પરસેવાની કમાણી કરીએ છીએ, ત્યારે આ શાતિર ઠગ માત્ર 50 હજાર રૂપિયાના કમિશન માટે આખા દેશની સુરક્ષા દાવ પર લગાવી રહ્યો હતો!. કોણ છે આ આરોપી અને શું હતી મોડસ ઓપરેન્ડી.જોઈશું આ અહેવાલમાં

Written ByKaran Rajput
Published: Sep 30, 2026, 07:28 PM IST|Updated: Sep 30, 2026, 07:33 PM IST
joinshare
50 હજાર રૂપિયાના કમિશન માટે આખા દેશની સુરક્ષા દાવ પર, 48 કલાકમાં જ 5 કરોડના ટ્રાન્જેક્શન
Image Credit: Surat Cyber Crime

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dubai Connection : ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં સાયબર ઠગો દેશભરમાં હાહાકાર મચાવી રહ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઈમ સેલે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગના એક મોટા સાગરીતને દબોચી લીધો છે. પોલીસના સકંજામાં આવેલો આ શખ્સ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પણ સાયબર માફિયાઓ માટે રસ્તો સાફ કરી આપનારો મુખ્ય કમિશન એજન્ટ છે.

છેલ્લા ત્રણ વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા મોહમદ સાઠીબ મોહમદ સાદીક તંબુવાલાને આખરે પોલીસે લોકઅપની હવા ખાતો કરી દીધો છે. આરોપી મોહમદ સાઠીબ સુરત અને દેશની એજન્સીઓ માટે માથાનો દુખાવો બન્યો હતો, જેની પાછળ પોલીસ લાંબા સમયથી વોચ ગોઠવીને બેઠી હતી.

  • 5.17 કરોડનો સાયબર ખેલ
  • 3 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
  • 49 ફરિયાદો, એક જ એકાઉન્ટ
  • 50 હજારમાં કરોડોનો ખેલ
  • ફેક કંપનીથી સાયબર ફ્રોડનો પર્દાફાશ

પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ આરોપી માત્ર 50 હજાર રૂપિયાના નજીવા કમિશન માટે દેશની સુરક્ષા અને લોકોની મહેનતની કમાણી દાવ પર લગાવતો હતો. આરોપીએ બનાવટી કંપનીના નામે ડિજિટલ સિગ્નેચર ઊભી કરી અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો IEC કોડ મેળવ્યો હતો. આ કોડ અને તેના આઈડી-પાસવર્ડ તે દુબઈ બેઠેલા મુખ્ય સાયબર માફિયાઓને બારોબાર વેચી દેતો હતો.

  • 3 વર્ષથી પોલીસને ચકમો...
  • આખરે સકંજામાં!
  • બેંક એકાઉન્ટમાં કરોડોના ટ્રાન્ઝેકશન
  • સાયબર ફ્રોડ ગેંગનો કમિશન એજન્ટ જેલમાં

આ નેટવર્ક કેટલું મોટું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, આરોપીએ આપેલા એક જ બેંક એકાઉન્ટમાં માત્ર 48 કલાકની અંદર 5 કરોડ 17 લાખ રૂપિયાથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હતા. જ્યારે પોલીસે NCCRP પર તપાસ કરી, ત્યારે આ એક જ એકાઉન્ટ સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં 49 જેટલી ફરિયાદો નોંધાયેલી મળી આવી હતી. એટલું જ નહીં, આ ખાતામાં સીધેસીધા 86.34 લાખ રૂપિયા સાયબર ફ્રોડના જમા થયા હતા. આ ગેંગે એક ફરિયાદીની 25 લાખથી વધુની કિંમતની ઈ-સ્ક્રિપ્સ પણ બારોબાર ટ્રાન્સફર કરી લીધી હતી.

ત્રીજી મોટી ધરપકડ બાદ આ મની ટ્રેલ ક્યાં પહોંચશે?

આ કેસમાં સુરત પોલીસ અગાઉ કૃણાલ સેંધાણે અને તક્ષલ લુંગીવાલા નામના બે આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. હવે આ ત્રીજી મોટી ધરપકડ બાદ પોલીસ આ મની ટ્રેલ ક્યાં સુધી જાય છે તેની ઊંડી તપાસ કરી રહી છે. પોલીસનો અસલી ટાર્ગેટ હવે દુબઈમાં બેસીને દોરી સંચાર કરતા મુખ્ય સૂત્રધારો છે.


સુરત સાયબર ક્રાઈમની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સાયબર ગુનેગારો ભલે ગમે તેટલા સ્માર્ટ હોય અને વિદેશમાં બેઠા હોય, પણ કાયદાના હાથ લાંબા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ દુબઈ કનેક્શનના મૂળ સુધી ક્યારે પહોંચે છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News