17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે વડનગરથી વારાણસી સેવા સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી હતી. વડનગરથી આ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા 7 ઓક્ટોબરે વારાસણી પહોંચવાની છે. પરંતુ આ યાત્રા દરમિયાન એક વીડિયો વાયરલ થતાં નવો વિવાદ છેડાયો છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દારૂ પાર્ટીની મહેફિલ જામી છે. વીડિયોમાં પોરબંદર યુવા મોરચાના મહામંત્રી સહિતના ભાજપ કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે. જે વડનગરથી વારાણસી જતી સેવા સંકલ્પ બાઈક યાત્રામાં જોડાયા છે. યાત્રા દરમિયાન રાત્રિ રોકાણમાં ખાનગી હોટલમાં દારૂની મહેફિલ માણી હોવાનો આરોપ છે.
સેવા સંકલ્પ બાઈકયાત્રામાં 'દારૂ પાર્ટી'? પોરબંદર યુવા મોરચાના મહામંત્રીનો વાયરલ વીડિયોથી ખળભળાટ #Porbandar #BJPYuvaMorcha #LiquorPartyAllegation #Gujarat #viralvideo #viral #viralshort #trending #trendingshorts #trendingvideo #SHORT pic.twitter.com/RqAqwAk2OP
— Zee 24 Kalak (@Zee24Kalak) September 30, 2026
ત્યારે ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ભાજપના જ નેતાઓ દારૂપાર્ટી કરતા હોવાનો વીડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો...તો બીજી તરફ પ્રદેશ ભાજપ સુધી સમગ્ર મામલો પહોંચ્યો હોવાની ચર્ચા છે... અહીંયા ઉલ્લેખનીય છે કે આ વાયરલ વીડિયોની આપની ચેનલ Z 24 કલાક પુષ્ટિ કરતું નથી.