• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

300 Sit-Ups Punishment : જૂનાગઢમાં શિક્ષણના નામે સગીર વિદ્યાર્થી સાથે કથિત અમાનવીય વર્તનનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. અસાઇનમેન્ટના બે-ત્રણ પ્રશ્નો અધૂરા રહેતાં ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થીને આશરે 300 જેટલી ઉઠક-બેઠક કરાવવામાં આવી હોવાનો પરિવારનો આક્ષેપ છે. વિદ્યાર્થીની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ થઈ છે જુઓ આ ખાસ અહેવાલ...

Written ByKaran Rajput
Published: Oct 01, 2026, 07:43 PM IST|Updated: Oct 01, 2026, 07:44 PM IST
joinshare
જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં
Image Credit: Delta Career Academy Junagadh

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Delta Career Academy : જૂનાગઢ શહેરની ડેલ્ટા કરિયર એકેડેમી અને અહીંથી સામે આવ્યો છે એક ગંભીર આક્ષેપ. ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીના કેટલાક અસાઇનમેન્ટ પ્રશ્નો અધૂરા રહ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે આ કારણસર વિદ્યાર્થીને આશરે 300 જેટલી ઉઠક-બેઠકની સજા કરવામાં આવી.

આટલું જ નહીં, વિદ્યાર્થીને ડરાવવા માટે હાથમાં વાયર રાખવામાં આવ્યો હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કથિત સજા બાદ વિદ્યાર્થીની તબિયત અચાનક બગડી હતી. ચાલવામાં અને બેસવામાં તકલીફ સાથે ઉલ્ટી જેવી ફરિયાદો થતાં પરિવારજનો તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા.

બે દિવસ વિદ્યાર્થીને ICUમાં રાખવામાં આવ્યો

હોસ્પિટલમાં તપાસ અને સીટી સ્કેન સહિતની મેડિકલ પ્રક્રિયા બાદ વિદ્યાર્થીને સઘન સારવાર આપવામાં આવી હોવાનું પરિવારનું કહેવું છે. પરિસ્થિતિ ગંભીર બનતાં શરૂઆતના બે દિવસ વિદ્યાર્થીને ICUમાં રાખવામાં આવ્યો હતો. હાલ તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી છે.

સમગ્ર ઘટનાને લઈને ભૂલ સ્વીકારી સમજાવટનો પ્રયાસ

ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં રોષ ફેલાયો છે. પરિવારના જણાવ્યા મુજબ, મેડિકલ રિપોર્ટ્સ સાથે એકેડેમીના સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંચાલકો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારના કહેવા મુજબ, સમગ્ર ઘટનાને લઈને પોતાની ભૂલ સ્વીકારી સમજાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે વિદ્યાર્થી અને તેના પરિવારજનોના નિવેદન લીધા

આ દરમિયાન હોસ્પિટલ દ્વારા મેડિકો-લીગલ કેસ એટલે કે MLC નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે.  પોલીસે વિદ્યાર્થી અને તેના પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર મામલે એકેડેમીના સંચાલક સહિત સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

શિક્ષણના સ્થળે શિસ્તના નામે સજા કેટલી હદે જઈ શકે?. જૂનાગઢની આ ઘટનાએ હવે આ જ સવાલ ઊભો કર્યો છે. સગીર વિદ્યાર્થી સાથે થયેલા કથિત વર્તન અંગે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના અંતે હકીકત શું છે તે સ્પષ્ટ થશે.

શિક્ષણના સ્થળે શિસ્તના નામે સજા કેટલી હદે જઈ શકે?

એક તરફ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે...તો બીજી તરફ પરિવારજનો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.  સગીર વિદ્યાર્થીની ઓળખ કાયદાકીય કારણોસર ગુપ્ત રાખવામાં આવી છે. હવે સવાલ એ છે કે શિક્ષણના નામે શારીરિક સજા આપવાની આ કથિત ઘટના સામે કાયદો શું કાર્યવાહી કરે છે?...

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News