• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રાજકોટ
  • /મહાભારત કાળની પરંપરા આધુનિક યુગમાં આજે પણ જીવંત: દ્વારકાના શિવરાજપુરમાં યોજાયો ઐતિહાસિક મલ કુસ્તી મેળો

મહાભારત કાળની પરંપરા આધુનિક યુગમાં આજે પણ જીવંત: દ્વારકાના શિવરાજપુરમાં યોજાયો ઐતિહાસિક મલ કુસ્તી મેળો

Dwarka News: મહાભારત કાળની પરંપરા આધુનિક યુગમાં પણ જીવંત રહી છે. દ્વારકાના શિવરાજપુર ગામે ભાદરવી પૂનમે 400 વર્ષ જૂનો મલ કુસ્તી મેળો જામ્યો છે. શિવરાજપુર ગામે ભવ્ય મલ કુસ્તી મેળો યોજાયો છે.

Written ByKinjal Patel
Published: Sep 27, 2026, 08:47 AM IST|Updated: Sep 27, 2026, 08:57 AM IST
joinshare
મહાભારત કાળની પરંપરા આધુનિક યુગમાં આજે પણ જીવંત: દ્વારકાના શિવરાજપુરમાં યોજાયો ઐતિહાસિક મલ કુસ્તી મેળો

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

2

IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

3

ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

4

IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

5

જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dwarka News: દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામે ભાદરવી પૂનમના પાવન પર્વે હજરત જાકૂપીર દાદાની દરગાહ ખાતે 400 વર્ષથી વધુ જૂની પરંપરાગત મલ કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમાન આ મેળામાં ઓખામંડળ, બારાડી અને બરડા પંથકમાંથી 300 થી વધુ કુસ્તીબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મહાભારત કાળની આ સદીઓ જૂની પરંપરામાં મલ્લવીરોએ પોતાની અદ્ભુત કળા, શારીરિક તાકાત અને ટેકનિકનું પ્રદર્શન કર્યું હતું. મેદાનમાં જ્યારે બે કુસ્તીબાજો આમને-સામને ઉતરે છે, ત્યારે ચપળતાથી હરીફને પછાડવાના દાવપેચ જોઈને ઉપસ્થિત દર્શકોમાં રોમાંચ અને ઉત્સાહ બેવડાઈ જાય છે.

પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓ યુવાનોને શારીરિક કસરત તરફ પ્રોત્સાહિત કરવા આવા મેળાઓ યોજતા હતા. જ્યાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને સૈનિક કે સેનાપતિ જેવા હોદ્દા અપાતા હતા. આ જ ઐતિહાસિક પરંપરાને આજે પણ અહીં જીવંત રાખવામાં આવી રહી છે.

આધુનિક યુગમાં યુવાનોને મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સથી દૂર રાખી મેદાન સાથે જોડીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપતા આ રોમાંચક મુકાબલાને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ મેળો મુખ્ય આકર્ષણ બન્યો હતો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News