જેલની અભેદ સુરક્ષામાં ફરી ગાબડું. કેદીના અન્ડરવેરમાંથી મળ્યો મોબાઈલ. વિવાદોથી ઘેરાયેલી લાજપોરજેલમાંથી ફોન મળવાનો સીલસીલો જારી. જેલમાં મહિનામાં 25 મોબાઇલ મળ્યા હતા. આ મોબાઈલ જેલમાં કેવી રીતે પહોંચ્યા તે હજુ રહસ્ય. બેરેક નંબર એક પાસે કેદીની હિલચાલ શંકાસ્પદ જોવા મળી હતી. કેદીના અંડરવેરમાંથી ગ્રે કલરનો કેચોડા કંપનીનો સીમકાર્ડ વગરનો એક મોબાઇલ મળી આવ્યો. દિનેશભાઈ છોટુ રામ ખીલાડી યાદવ પાસેથી મોબાઇલ મળ્યો. સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.