પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીમાંથી બળરો કરનાર ત્રણેય ધારાસભ્યો કુંવર વિજય પ્રતાપ સિંહ, હરમીત સિંગ પઠાનમાજરા અને ચેતન સિંહ જૌડામાજરા આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. દિલ્હીમાં ત્રણેય નેતાઓએ ભાજપનો ખેસ પહેરી લીધો છે. ભાજપમાં સામેલ થયા બાદ ત્રણેય ધારાસભ્યોએ ભગવંત માન સરકાર પર આરોપ લગાવ્યો અને કહ્યુ કે ભાજપ જ પંજાબનો વિકાસ કરી શકે છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 40 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, આ સાથે પાર્ટીમાં બળવો શરૂ થયો છે. સૌથી પહેલા રવિવારે સનૌરથી ધારાસભ્ય હરમીત સિંહ અને સમાનાથી ધારાસભ્ય ચેતન સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ સોમવારે અમૃતસર નોર્થથી ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે પંજાબ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું.
ભાજપમાં સામેલ થયા બાદ કુંવર વિજય પ્રતાપે દાવો કર્યો કે પંજાબમાં આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ખુદ તેનો અંત કરી દીધો છે. આમ આદમી પાર્ટી, વ્યાવહારિક રૂપથી હવે અસ્તિત્વમાં નથી. પંજાબમાં પણ ડબલ એન્જિનની સરકાર બનશે.
#WATCH | Delhi: Rebel AAP leaders Kunwar Vijay Pratap, Harmeet Singh Pathanmajra, and Chetan Singh Jouramajra join the BJP. https://t.co/10SrU5hMbg
— ANI (@ANI) November 2, 2026
પૂર્વ આઈપીએસ અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષને મોકલી આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર અમૃતસરની જનતાના નામે સંદેશ જારી કરતા કહ્યુ કે, તેમણે પંજાબ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
કુંવર વિજય પ્રતાપે દાવો કર્યો કે એક ધારાસભ્ય તરીકે તેમણે પોતાના કામના 90 ટકા લક્ષ્ય પૂરા કરી લીધા છે. તેમણે કહ્યું કે રાજનીતિમાં માઈ-બાપ કલ્ચરને ખતમ કરવું તેમની સૌથી મોટી સિદ્ધિ રહી છે. તેમના પ્રમાણે તેમણે જનતાને પોતાની પ્રેરણા સ્ત્રોત માની કામ કર્યું અને ગૃહમાં હંમેશા અમૃતસરના લોકોનો અવાજ ઉઠાવ્યો.
કુંવર વિજય પ્રતાપ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આઈપીએસની નોકરી છોડી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તેમણે અમૃતસર નોર્થ સીટથી ચૂંટણી જીતી હતી. પરંતુ પાર્ટીએ તેમને કથિત પાર્ટી વિરોધી ગતિવિધિને કારણે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
#WATCH | Delhi: After joining BJP, Harmeet Singh Pathanmajra says, "The BJP will form the government in the upcoming elections. People truly desire this. Once a few key issues are resolved, everyone will be ready to align themselves with the BJP." He says, "I would like to urge everyone to join the BJP; the BJP is the only party capable of resolving the issues facing Punjab—whether it concerns debt, the drug menace, or the problem of gangsters. For instance, Amit Shah ji stated that we will eradicate the drug problem; he ensures that everything he promises is actually carried out. Therefore, I appeal to everyone—Punjab needs the BJP today. Given the massive debt accumulated by other parties, Punjab cannot survive without support from the Centre. Everyone will eventually come to BJP..."
— ANI (@ANI) November 2, 2026
આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યારબાદ પાર્ટીની અંદર અસંતોષ સામે આવ્યો છે. પઠાનમાજરાની સનૌર પીટ પર રણજોધ સિંહ હડાના અને જૌડામાજરાની સામના સીટ પર પૂર્વ અકાલી નેતા સુરજીત સિંહ રખડાને વિધાનસભા ક્ષેત્રના પ્રભારી બનાવવામાં આવ્યા છે. હરમીત સિંહ અને ચેતન સિંહે પાર્ટી છોડ્યા બાદ પંજાબ સરકાર અને આપ નેતૃત્વ પર ઘણા આરોપ લગાવ્યા હતા. તેમણે નશાની સમસ્યા, કાયદો-વ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને દિલ્હીના નેતાઓ દ્વારા પંજાબ સરકારના કામકાજમાં કથિત દખલ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા.