જેમ જેમ ઉંમર વધે તેમ હાડકા નબળા પડતા જાય છે. હાડકા નબળા પડવાના કારણો અલગ અલગ હોય છે. સામાન્ય રીતે 35 વર્ષની ઉંમર પછી હાડકામાં ઘસારો ઝડપથી લાગે છે અને તેની રિકવીર સ્લો થઈ જાય છે જેના કારણે હાડકાનું ઘનત્વ ઘટી જાય છે. મહિલાઓમાં 35 વર્ષની ઉંમર પછી હોર્મોન્સમાં થતા ફેરફારોના કારણે હાડકામાં ઘસારો વધી જાય છે. આ નેચરલ કારણો સિવાય શરીરમાં કેલ્શિયમની ખામી, વિટામિન ડીની ખામી કે બીમારીના કારણે પણ હાડકા નબળા થઈ જાય છે.
હાડકા મજબૂત થાય તે માટે માર્કેટમાંથી મોંઘા પાવડર ન ખરીદવા હોય તો ઘરે આ પાવડર બનાવી લો. આ પાવડરમાં એવી 3 વસ્તુઓનો ઉપયોગ થાય છે જે હાડકાને લોખંડ જેવા મજબૂત રાખશે. શિયાળામાં આ પાવડર વધારે ફાયદો કરશે.
હાડકા માટે જે હેલ્ધી પાવડર બનાવવાનો છે તેના માટે મખાના, સફેદ તલ અને ખસખસની જરૂર પડશે. સૌથી પહેલા મખાના અને તલને અલગ અલગ ડ્રાય રોસ્ટ કરી લો. મખાના અને તલ ઠંડા થઈ જાય એટલે તેને અલગ અલગ પીસી લો. ત્યારબાદ ખસખસના બીને પણ પીસી પાવડર બનાવો. આ ત્રણેય વસ્તુઓના પાવડરને એરટાઈટ કંટેનરમાં ભરી લો.
તૈયાર કરેલા પાવડરની 1 ચમચી 1 ગ્લાસ દૂધમાં ઉમેરી રોજ લેવી. ઘરે બનાવેલા આ પાવડરમાં પ્રોટીન, મગ્નેશિયમ, કેલ્શિયમ સહિતના પોષકતત્વો છે જે હાડકાને મજબૂત બનાવવાની સાથે સાંધાના દુખાવાથી રાહત આપે છે. આ પાવડર બાળકો, પુરુષો, મહિલાઓ કોઈપણ પી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)