• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /બેભાન વ્યક્તિના મોં પર પાણી છાંટવું જોખમી, જાણો વ્યક્તિને ભાનમાં લાવવા સૌથી પહેલા શું કરવું ?

બેભાન વ્યક્તિના મોં પર પાણી છાંટવું જોખમી, જાણો વ્યક્તિને ભાનમાં લાવવા સૌથી પહેલા શું કરવું ?

First Aid For Unconscious Person: કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય તો તેને ભાનમાં લાવવા માટે સૌથી પહેલા તેના પર પાણી છાંટવામાં આવે છે. પરંતુ અમુક કેસમાં આ રીતે પાણી છાંટવું જોખમી સાબિત થઈ શકે છે. બેભાન વ્યક્તિને ભાનમાં લાવવા શું કરવું જોઈએ ચાલો જાણીએ.

Written ByKrupa Shah
Published: Nov 01, 2026, 03:20 PM IST|Updated: Nov 01, 2026, 03:22 PM IST
joinshare
બેભાન વ્યક્તિના મોં પર પાણી છાંટવું જોખમી, જાણો વ્યક્તિને ભાનમાં લાવવા સૌથી પહેલા શું કરવું ?

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ભારત છેલ્લી T20 મેચ હાર્યું, ન્યુઝીલેન્ડે માત્ર 18 ઓવરમાં જીતી મેચ, ટીમ ઈન્ડિયાએ 3-2થી સિરીઝ કરી કબજે

ભારત છેલ્લી T20 મેચ હાર્યું, ન્યુઝીલેન્ડે માત્ર 18 ઓવરમાં જીતી મેચ, ટીમ ઈન્ડિયાએ 3-2થી સિરીઝ કરી કબજે

2

Toran: દિવાળી પર ઘરના મુખ્ય દરવાજા પર કયું તોરણ લગાવવું શુભ ? જાણો

3

EDLI સ્કીમ શું છે? પ્રાઇવેટ નોકરી કરનારાઓને મળે છે 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી વીમો

4

બેભાન વ્યક્તિના મોં પર પાણી છાંટવું જોખમી, જાણો વ્યક્તિને ભાનમાં લાવવા સૌથી પહેલા શું કરવું ?

5

લો બોલો! સ્કૂટી લઈને મેદાનમાં ઘૂસી ગયો એક વ્યક્તિ... રોકવી પડી ભારત-ન્યૂઝીલેન્ડ મેચ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

First Aid For Unconscious Person: તબિયતમાં ગડબડ વધી જાય તો વ્યક્તિ બેભાન પણ થઈ જાય છે. શુગર લો થઈ જવાથી, બીપી લો થઈ જવાથી, ગરમીના કારણે, નબળાઈના કારણે, ડિહાઈડ્રેશનના કારણે પણ વ્યક્તિ બેભાન થઈ જાય એવું બને. કોઈ બેભાન થઈ જાય તો સૌથી પહેલા તેના મોં પર પાણી છાંટવામાં આવે છે. 99 ટકા લોકો આવું જ કરે છે. પરંતુ ડોક્ટરનું કહેવું છે કે દરેક વખતે મોં પર પાણી છાંટવું યોગ્ય નથી.

આ પણ વાંચો: Fat Loss Drink: ગરમીમાં માખણ ઓગળે એમ શરીરની ચરબી ઓગળશે, દિવસમાં 1 વાર પી લેવું આ પાણી

વ્યક્તિનું બેભાન થવું એટલે મેડિકલ ઈમરજન્સી. આવા સમયે તેની આસપાસના વ્યક્તિને શું કરવું અને શું ન કરવું ચાલો તમને જણાવીએ. 99 ટકા લોકો તો બેભાન વ્યક્તિના ચહેરા પર પાણી છાંટવા લાગે છે. જો કે આ રીતે બેભાન વ્યક્તિને ભાનમાં લાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.

બેભાન વ્યક્તિ પર પાણી શા માટે ન છાંટવું ?

ડોક્ટરોના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય તો તેના પર પાણી છાંટવું, તેને બેસાડી પાણી પીવડાવવા જેવી ભુલો કરવી નહીં. આમ કરવાથી વ્યક્તિના નાક કે મોંમાં પાણી જતું રહે તો તેના ચાલતા શ્વાસ પણ બંધ થઈ શકે છે. કારણ કે બેભાન વ્યક્તિના ચહેરા પર છાંટેલું પાણી શ્વાસનળીમાં પણ જઈ શકે છે.

બેભાન વ્યક્તિને ભાનમાં લાવવા શું કરવું ?

ડોક્ટરના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય તો સૌથી પહેલા તેના શ્વાસ ચકાશો. શ્વાસ ચાલતા હોય તો ધીરે ધીરે તેના ખભા કે પીઠ થપથપાવીને તેનું નામ બોલો. બેભાન વ્યક્તિના શ્વાસ બરાબર ચાલતા હોય તો વ્યક્તિને જમીન પર સીધો સુવડાવી તેના બંને પગ જમીથી એક ફુટ ઊંચા કરો. જેથી તેના મગજ સુધી સંકેત પહોંચે.

આ પણ વાંચો: Skin Cancer: ચામડીમાં થતા આ ફેરફારને સામાન્ય ન સમજો, ખાસ તો લાલ નિશાન દેખાય તો તુરંત પહોંચો ડોક્ટર પાસે

જો વ્યક્તિ બોલાવવાથી, પગની હરકતથી 1 મિનિટમાં રિસ્પોન્સ આપવા લાગે, આંખો તો 10 થી 15 મિનિટ તેને સુવડાવી રાખો. 10 મિનિટ પછી ધીરે ધીરે તેને બેસાડો અને પછી પાણી આપો. ત્યારબાદ પણ એકવાર ડોક્ટર પાસે જઈ મેડિકલ ચેકઅપ કરાવવું.

ક્યારે મેડિકલ ઈમરજન્સી

જો વ્યક્તિ બેભાન થાય અને તેના શ્વાસ ચેક કરો ત્યારે શ્વાસ ન ચલાત હોય કે હૃદયના ધબકારા અનિયમિત લાગતા હોય તો 1 મિનિટનો સમય પણ ન બગાડો. દર્દીને તુરંત હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવી. શરુઆતની 1 મિનિટમાં વ્યક્તિ ભાનમાં ન આવે તો પણ તુરંત એમ્બ્યુલન્સને કોલ કરી મદદ બોલાવી લેવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Health News