સ્કિન કેન્સરને લઈને એવું માનવામાં આવે છે કે વધારે સમય તડકામાં રહેતા હોય તેને આ કેન્સર થવાનું જોખમ વધારે છે. પરંતુ એવું નથી, સ્કિન કેન્સર કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. કારણ કે સ્કિન કેન્સર થવાના અન્ય કારણો પણ હોય છે.
સ્કિન કેન્સરના શરુઆતી લક્ષણોને ઓળખી અને સારવાર શરુ કરવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી પણ શકે છે અને તકલીફ પણ ઓછી થાય છે. જો સમયસર ઈલાજ ન થાય તો સ્કિન કેન્સર પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
- સ્કિન કેન્સરની શરુઆતમાં માથા, ગરદન, આંખ, ગાલની સ્કિન પર બળતરા થવા જેવી ફરિયાદ ઉઠે છે.
- સ્કિન પર અકારણ ડાઘ પડવાનું શરુ થાય છે.
- સ્કિન પર ઘા કે ડાઘ થયા હોય તો મહિનાઓ સુધી મટે નહીં
- શરીરની ચામડી પર લાલ તલ વધારે થવા લાગે, કે પછી પહેલાથી જે તલ હોય તેનો રંગ અને આકાર બદલી જાય.
- ચહેરા પર અચાનક ખીલ વધવા લાગે અને ખીલ મટે નહીં તો તે કેન્સરના કારણે હોય શકે છે.
- વારંવાર ચામડીના રોગ થવા.
- તડકામાં નીકળ્યા પછી ચામડી પર લાલ ચકામા થઈ જવા કે પછી ખંજવાળ આવવી સ્કિન કેન્સરનું લક્ષણ હોય શકે છે.
- ઘરની બહાર નીકળો તે પહેલા સનસ્ક્રીન લગાડવું.
- ચામડી પર તડકો ન લાગે તેવા કપડા પહેરવા.
- સ્કિન પર અચાનક ડાઘ કે લાલ રંગના તલ દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
- પુરતા પ્રમાણમાં પાણી પી શરીરને હાઈડ્રેટ રાખો.
- વધારે પડતી તળેલી કે મસાલેદાર વસ્તુઓ ખાવાનું ટાળો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)