સંજય ગુપ્તાના નિધન મામલે મળતી જાણકારી અનુસાર વર્સોવા પોલીસે આ મામલે દુર્ઘટનાથી મોતનો મામલો નોંધ્યો છે અને તપાસ શરુ કરી છે. સંજય ગુપ્તા વિશે કહેવામાં આવી રહ્યું છે કે સવારે તેઓ ઘરના બાથરુમમાં પડી ગયા હતા. ત્યારબાદ ખબર પડી કે તેમનું નિધન થયું છે. આ મામલે હજુ સુધી કોઈ શંકાસ્પદ વાત સામે આવી નથી.
ફિલ્મ મેકર અશોક પંડિતે પણ સંજય ગુપ્તાને માથામાં ઈજા થઈ હોવાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર સંજય ગુપ્તા રાત્રે તેમના ઘરના બાથરુમમાં પડી ગયા હતા. જેમાં તેમને માથામાં ઈજા થઈ હતી. સંજય ગુપ્તાનું મોત થયું હોવાની વાત સવારે સામે આવી.
જે લોકો ન જાણતા હોય તેમને જણાવી દઈએ કે સંજય ગુપ્તાના કરિયરની શરુઆત 1994 માં આવેલી ફિલ્મ આતિશ થી થઈ હતી. આ ફિલ્મથી તેમણે નિર્દેશક તરીકે પોતાના કામની શરુઆત કરી હતી. સંજય ગુપ્તાએ તેના ફિલ્મ કરિયર દરમિયાન કાંટે, કાબિલ, શૂટ આઉટ એટ લોખંડવાલા, શૂટ આઉટ એટ વડાલા, મુસાફિર સહિતની ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સંજય ગુપ્તા અંડરવર્લ્ડ અને ગેંગસ્ટર પર આધારિત ફિલ્મો સ્ક્રિન પર રજૂ કરવામાં એક્સપર્ટ હતા. સંજય ગુપ્તાનું પ્રોડકશન હાઉસ પણ છે જેનું નામ વ્હાઈટ ફેધર ફિલ્મ્સ છે.
સંજય ગુપ્તાની છેલ્લી ફિલ્મ 2024 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના રાઈટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સંજય ગુપ્તા હતા. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને મીઝાન જાફરી મુખ્ય ભુમિકામાં હતા. આ ફિલ્મનું નામ ધ મિરાંડા બ્રધર્સ છે. આ ફિલ્મ સંજય ગુપ્તાની છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મ ઓટીટી પર જોઈ શકાય છે.
57 વર્ષની ઉંમરમાં સંજય ગુપ્તાનું નિધન થયાના સમાચાર સામે આવતાં ઈંડસ્ટ્રીના કલાકારોમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ છે. સોશિયલ મીડિયા પર કલાકારો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.