• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Mohanthal Recipe: મીઠાઈની દુકાને મળે એવો જ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત

Mohanthal Recipe: મીઠાઈની દુકાને મળે એવો જ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત

Mohanthal Recipe: મોહનથાળ ગુજરાતની સૌથી લોકપ્રિય મીઠાઈ છે. મોહનથાળ દાણેદાર અને મોં માં મુકતાં જ ઓગળી જાય એવો હોય તો જ ભાવે છે. આવો મોહનથાળ ઘરે બનાવવાની રીત ચાલો તમને જણાવીએ.

Written ByKrupa Shah
Published: Oct 31, 2026, 01:56 PM IST|Updated: Oct 31, 2026, 02:01 PM IST
joinshare
Mohanthal Recipe: મીઠાઈની દુકાને મળે એવો જ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
IND vs NZ: ભારતની અડધી ટીમ બદલાઈ જશે? કુલદીપ-વરુણ સહિતના આ ખેલાડીઓને મળી શકે છે તક

IND vs NZ: ભારતની અડધી ટીમ બદલાઈ જશે? કુલદીપ-વરુણ સહિતના આ ખેલાડીઓને મળી શકે છે તક

2

Gold Rate: ધનતેરસ પહેલા સોના-ચાંદીમાં જબરદસ્ત કડાકો, ભાવમાં ઘટાડા પાછળ ચીનનો હાથ? લેટેસ્ટ ભાવ જાણી ખરીદવા દોટ મૂકશો

3

Mohanthal Recipe: મીઠાઈની દુકાને મળે એવો જ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત

4

54,990 રૂપિયામાં મળી રહ્યો છે iPhone 17 Pro! દિવાળી રહેલા મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મળશે ડીલ

5

Sanjay Gupta: બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન, બાથરુમમાં પડી જવાથી મોત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mohanthal Recipe: મોહનથાળ એવી મીઠાઈ છે જે ગુજરાતી ઘરોમાં સૌથી વધુ ખવાતી હોય છે. લગ્ન પ્રસંગ હોય કે દિવાળી જેવો તહેવાર ઘરમાં મોહનથાળ આવી જ જાય. મોહનથાળનું ટેક્સચર દાણેદાર હોય છે. આ મીઠાઈ નું નામ આવતાં જ મોં માં પાણી આવી જાય. જો કે મોહનથાળ ત્યારે જ ભાવે છે જ્યારે તે એકદમ સોફ્ટ અને દાણેદાર બને. જો તમારાથી પણ દાણેદાર મોહનથાળ નથી બનતો તો એકવાર આ રીતે મોહનથાળ બનાવજો.

આ પણ વાંચો: Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે

મોહનથાળ સહિતની કોઈપણ મીઠાઈ હોય તેના માટે જરૂરી હોય છે કે તમે સામગ્રીનું પરફેક્ટ માપ લો. આજે તમને મોહનથાળ બનાવવાની રીત સામગ્રીના પરફેક્ટ માપ સાથે જણાવીએ. સાથે જ એક સીક્રેટ ટીપ્સ જણાવીએ જેની મદદથી મીઠાઈની દુકાને મળે એવો પરફેક્ટ દાણેદાર મોહનથાળ બનશે.

મોહનથાળ માટેની સામગ્રી

ચણાનો કરકરો લોટ - 2 કપ
ઘી - 1 કપ
દૂધ - 4 થી 5 ચમચી ધાબો દેવા માટે
ખાંડ - દોઢ કપ
એલચી પાવડર
બદામની કતરણ 
દૂધની મલાઈ અથવા દૂધ 1 કપ

આ પણ વાંચો: Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત

મોહનથાળ બનાવવાની રીત

  • સૌથી પહેલા એક મોટા વાસણમાં ચણાનો લોટ લઈ તેમાં 2 ચમચી ઓગાળેલું ઘી અને 4 ચમચી દૂધ ઉમેરી લોટને ધાબો આપો. લોટમાં ઘી અને દૂધ બરાબર મિક્સ કરી લોટને 10 મિનિટ ઢાંકી રાખો.
  • ત્યારબાદ બાકી બચેલું ઘી એક જાડા તળીયાની કઢાઈમાં કાઢો અને તેમાં ધાબો આપેલો લોટ ઉમેરી લોટ શેકવાનું શરુ કરો.
  • ચણાના લોટને ધીમા તાપે સતત હલાવતાં શેકવો જરૂરી છે. જ્યારે લોટ શેકાવા આવે ત્યારે ગેસ સ્લો કરી તેમાં દૂધ અથવા મલાઈ ઉમેરો.
  • ચણાના લોટમાં દૂધ અથવા મલાઈ ઉમેરવાથી જ મોહનથાળ દાણેદાર અને સોફ્ટ બને છે. દૂધ માવો બની લોટમાં ભળી જાય પછી ગેસ બંધ કરી દો.
  • હવે એક તપેલામાં ખાંડ લઈ, તેમાં ખાંડ ડુબે એટલું પાણી ઉમેરી ચાસણી બનાવો. મોહનથાળ માટે દોઢ તારની ચાસણી બનાવવી.
  • દોઢ તારની ચાસણી બની જાય એટલે ચાસણીને શેકેલા લોટમાં ઉમેરો. સાથે જ તેમાં એલચી પાવડર ઉમેરો અને બધી સામગ્રીને બરાબર મિક્સ કરી થાળી કે ટ્રેમાં મોહનથાળ કાઢો.
  • મોહનથાળ ઉપર બદામની કતરણ પાથરો અને ઠંડો થયા પછી મોહનથાળ કટ કરો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
recipe