• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત

Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત

Shakkarpara Recipe: ગળ્યા શક્કરપારા બાળકોને અતિપ્રિય હોય છે. શક્કરપારામાં લોટ, ખાંડ અને ઘીના માપનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જો આ 3 વસ્તુના પરફેક્ટ માપ સાથે શક્કરપારા બનાવવામાં આવે તો શક્કરપારા એકદમ ખસ્તા અને સ્વાદિષ્ટ બને છે.

Written ByKrupa Shah
Published: Oct 29, 2026, 01:10 PM IST|Updated: Oct 29, 2026, 01:13 PM IST
joinshare
Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઈશાન કિશનની વાપસી થશે કે વૈભવ સૂર્યવંશી રહેશે બહાર? જાણો ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11

ઈશાન કિશનની વાપસી થશે કે વૈભવ સૂર્યવંશી રહેશે બહાર? જાણો ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11

2

Sai Pallavi : રાવણ સાવ ખરાબ માણસ ન હતો... રણબીર કપૂર પછી સાંઈ પલ્લવીની વાત પર શરુ થયો વિવાદ

3

લક્ષ્મીજીના આગમનની તૈયારી : રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ઝવેરાત અને ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત

4

Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત

5

Explainer: MLC ચૂંટણીમાં કોણ કરે છે મતદાન, સ્નાતક, શિક્ષક...આ કેટેગરી શું છે? ચૂંટાયેલા સભ્યોને કેટલો મળે પગાર, શું હોય પાવર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Shakkarpara Recipe: શક્કરપારા નાના મોટા સૌ કોઈને ભાવે એવો નાસ્તો છે. જો કે આ નાસ્તો બાળકોને અતિપ્રિય હોય છે. સ્વાદમાં મીઠા શક્કરપારા એટલા ખસ્તા અને પડવાળા બને છે કે બાળકો આરામથી ખાય શકે છે. આ દિવાળી પર માર્કેટમાંથી તૈયાર નાસ્તો લાવવાને બદલે તમે બાળકો માટે ઘરે શુદ્ધ વસ્તુઓ વાપરીને શક્કરપારા બનાવી શકો તે માટે અહીં શક્કરપારા બનાવવાની રીત જણાવી છે.

આ પણ વાંચો: Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે

મેંદાનો લોટ, ઘી અને ખાંડ અહીં દર્શાવેલા માપ અનુસાર લઈ આ રીત ફોલો કરી શક્કરપારા બનાવશો તો ઘરે પણ હલવાઈની દુકાન જેવા જ ખસ્તા અને ક્રિસ્પી શક્કરપારા બનશે.

મેંદાનો લોટ- 500 ગ્રામ
ઘી - 100 ગ્રામ
ખાંડ - 175 ગ્રામ
પાણી - 175 ml
તળવા માટે તેલ
ચપટી મીઠું

આ પણ વાંચો: Kalakand: ફાટેલા દૂધમાંથી ઘરે બનાવો કલાકંદ, સ્વાદિષ્ટ કલાકંદ બનાવવા ફાટેલા દૂધ સિવાય ફક્ત 4 વસ્તુઓની જરૂર પડશે

શક્કરપારા બનાવવાના સ્ટેપ્સ

  • સૌથી પહેલા એક તપેલીમાં પાણી અને ખાંડ ગરમ કરી ઓગાળી લોટ બાંધવા માટે ગળ્યું પાણી તૈયાર કરી લો.
  • હવે મોણ માટેના ઘીને ગરમ કરવા મુકો અને મેંદાના લોટને મોટા વાસણમાં કાઢો.
  • લોટમાં હુંફાળા ઘીનું મોણ ઉમેરી લોટ અને ઘીને બરાબર મિક્સ કરો. 
  • લોટમાં ચપટી મીઠું પણ મિક્સ કરો અને પછી લોટમાં ખાંડવાળું પાણી ધીરેધીરે મિક્સ કરી લોટ બાંધો.
  • શક્કરપારાના લોટમાંથી 3 મોટા લુઆ કરો અને તેને દસ્તા વડે થોડા ખાંડી લો.
  • ત્યારબાદ લોટને હાથથી મસળી અને તેમાંથી જાડી રોટલી વણો. સાથે જ ગેસ પર તેલ ગરમ કરવા મુકી દો.
  • રોટલીમાંથી મનપસંદ આકારના શક્કરપારા કટ કરો અને પછી ગરમ તેલમાં ધીમા તાપે શક્કરપારા તળો. 
  • શક્કરપારાને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી તેલમાંથી કાઢી લો.
  • શક્કરપારા ઠંડા થઈ જાય પછી એરટાઈટ કંટેનરમાં ભરી લો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
recipe