• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /Explainer: MLC ચૂંટણીમાં કોણ કરે છે મતદાન, સ્નાતક, શિક્ષક...આ કેટેગરી શું છે? ચૂંટાયેલા સભ્યોને કેટલો મળે પગાર, શું હોય પાવર

Explainer: MLC ચૂંટણીમાં કોણ કરે છે મતદાન, સ્નાતક, શિક્ષક...આ કેટેગરી શું છે? ચૂંટાયેલા સભ્યોને કેટલો મળે પગાર, શું હોય પાવર

MLC Election: 23 ઓક્ટોબરે ચાર રાજ્યોની 28 વિધાન પરિષદ બેઠકો માટે ચૂંટણી થઈ અને તેના પરિણામો પણ આવ્યા. જેમાં સૌથી વધુ જો કોઈને ફટકો પડ્યો હોય તો તે કોંગ્રેસને પડ્યો છે. કારણ કે બેલેટ પેપરથી થયેલી ચૂંટણીઓમા ફક્ત 1 જ સીટ મળી છે. ખુબ ચકચાર જગાવનારી આ ચૂંટણી વિશે એ તમને કદાચ એ સવાલ થતો હોય કે તેમાં મતદાન કોણ કરે અને આ ગ્રેજ્યુએટ, ટીચર જેવી કેટેગરીમાં ચૂંટાય છે સભ્યો તો એ શું છે? વિગતવાર માહિતી ખાસ જાણો.

Written ByViral Raval
Published: Oct 29, 2026, 12:21 PM IST|Updated: Oct 29, 2026, 01:31 PM IST
joinshare
Explainer: MLC ચૂંટણીમાં કોણ કરે છે મતદાન, સ્નાતક, શિક્ષક...આ કેટેગરી શું છે? ચૂંટાયેલા સભ્યોને કેટલો મળે પગાર, શું હોય પાવર
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
લક્ષ્મીજીના આગમનની તૈયારી : રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ઝવેરાત અને ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત

લક્ષ્મીજીના આગમનની તૈયારી : રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ઝવેરાત અને ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત

2

Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત

3

Explainer: MLC ચૂંટણીમાં કોણ કરે છે મતદાન, સ્નાતક, શિક્ષક...આ કેટેગરી શું છે? ચૂંટાયેલા સભ્યોને કેટલો મળે પગાર, શું હોય પાવર

4

Love Market: વિયેતનામની લવ માર્કેટ વિશે ખબર છે તમને ? વર્ષમાં એકવાર એક્સને મળવા ખાસ કાર્યક્રમ યોજાય

5

સપનાનું ઘર ખરીદવાની લાલચમાં યુવક બન્યો લૂંટારૂ: 34 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, હાથમાં ના આવ્યો એક પણ રૂપિયો!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

4 રાજ્યોની જે 28 MLC સીટો માટે બેલેટ પેપરથી ચૂંટણી થઈ હતી તેના પરિણામોએ દેશભરમાં ચકચાર મચાવી છે. કોંગ્રેસ અને ભાજપ બંને માટે ઝટકો જોવા મળી રહ્યો છે જ્યારે સમાજવાદી પાર્ટીને તો જાણે બખ્ખે બખ્ખા જોવા મળ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટી અને બિહારમાં પ્રશાંત  કિશોરની પાર્ટી માટે પણ સારા સમાચાર છે. હવે આ બધામાં એ સવાલ થાય છે કે આ વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીમાં મતદાન કોણ છે અને અલગ અલગ કેટેગરીઓમાં કઈ રીતે સભ્યો ચૂંટાય છે, તેમને શું પાવર હોય છે અને કેટલો પગાર મળતો હોય છે.

4 રાજ્યોની 28 સીટો માટે થઈ હતી ચૂંટણી

વિધાન પરિષદ દરેક રાજ્યમાં હોતી નથી. ઉત્તર પ્રદેશની 11, બિહારની 8, કર્ણાટકની 4 અને મહારાષ્ટ્રની 5 MLC (Member of Legislative Council) સીટો માટે ચૂંટણી થઈ હતી. એકબાજુ કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક સીટ ફક્ત મહારાષ્ટ્રમાંથી મળી ત્યારે ભાજપ માટે ઝટકો એ જોવા મળ્યો છે કે પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં જ ભાજપે સીટો ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યાં સપાને ફાયદો થયો છે.

બેલેટ પેપરવાળી ચૂંટણીમાં આખરે કોંગ્રેસને મળી 1 સીટ, ભાજપને તેના જ ગઢમાં આપી માત

28 સીટોના પરિણામ

ચાર રાજ્યોની આ 28 સીટોના પરિણામ જોઈએ તો યુપીમાં 11માંથી 10 સીટોમાં 6 ભાજપને અને 4 સપાને ફાળે ગઈ છે. એક વારાણસી ખંડની સ્નાતક સીટ પણ સપાને ફાળે જાય તેવા પૂરેપૂરા ચાન્સ છે. ભાજપ વારાણસીની શિક્ષક સીટ પણ ગુમાવી ચૂક્યું છે.

જ્યારે બિહારની 8 સીટમાંથી એનડીએને 4 સીટ મળી અને એક વિધાયક પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી તથા એક આરજેડીને મળી. બે સીટો પર અપક્ષોએ જીત મેળવી.

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ 5માંથી 2 સીટ જીતી. અમરાવતીમાં શિવસેનાના કિરણ સરનાઈક, પુણે સીટ પરથી ભાજપના કૌસ્તુભ ગાવડે, પુણે સીટથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એસપીના હર્ષદા દેશમુખ જાધવ જ્યારે નાગપુરમાં કોંગ્રેસના અભિજીત વંઝારી જીત્યા.

કર્ણાટકમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો કારણ કે રાજ્યમાં તેમની જ સરકાર છે પરંતુ આમ છતાં 4માંથી એક પણ સીટ ન મળી. ભાજપે 3 સીટ જાળવી રાખી અને જેડીએસએ બેંગલુરુ શિક્ષકવાળી સીટ પર કોંગ્રેસને હરાવીને જીત મેળવી. જેડીયુ અને ભાજપ પાસે આમાંથી 3 સીટ હતી જે વધીને હવે 4 થઈ ગઈ છે.

આ બધામાં તમને એ નવાઈ લાગતી હશે કે આ વિધાન પરિષદ (MLC)ની ચૂંટણી શું હોય છે, તેમાં શિક્ષક અને સ્નાતક જેવી કેટેગરી એટલે શું? આ ચૂંટાયેલા સભ્યોને કેવો પાવર મળતો હોય છે અને તેમનો પગાર શું હોય છે તો જાણો વિગતવાર માહિતી....

બેલેટ પેપરથી ચૂંટણી છતાં કોંગ્રેસને મોટો ઝટકો: MLC ચૂંટણીમાં એક પણ સીટ ન મળી, કર્ણાટકમાં પણ હાર

શું હોય છે આ વિધાન પરિષદ?

  • ભારતના બંધારણની  કલમ 169માં વિધાન પરિષદની રચના અને સમાપ્તિ અંગે જોગવાઈ છે. જ્યારે સંરચના સંબંધિત જોગવાઈનો ઉલ્લેખ કલમ 171માં છે. 
  • તે રાજ્ય વિધાનસભામાં ઉપલું ગૃહ ગણાય છે. રાજ્યસભાની જેમ જ તેને પણ ક્યારેય ભંગ કરી શકાતું નથી. 
  • સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. દર 2 વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત  થાય છે. 
  • સદનના સભ્ય બનવા માટે ઓછમાં ઓછા 30 વર્ષ હોવા જરૂરી છે. 
  • વિધાન પરિષદનો હેતુ રાજ્યના કાયદા બનાવવાની પ્રક્રિયામાં એક વધારાના સ્તર પર વિચાર વિમર્શ થાય તે છે. જેમાં શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન, કળા, સમાજસેવા, અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને પણ પ્રતિનિધિત્વ મળે છે.

કયા કયા રાજ્યોમાં છે વિધાન પરિષદ?

ભારતમાં ફક્ત 6 રાજ્યોમાં હાલ વિધાન પરિષદ છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણાનો સમાવેશ થાય છે.

ચૂંટણી કઈ રીતે અલગ હોય છે?

  • વિધાન પરિષદની ચૂંટણીમાં પણ સામાન્ય ચૂંટણીની જેમ જ ઉમેદવાર ઊભા રહે છે. પરંતુ તેમાં મતદારોની સંખ્યા ઓછી હોય છે. 
  • આ ચૂંટણીમાં ઈવીએમ નહીં પરંતુ બેલેટ પેપરથી મતદાન થાય છે અને પ્રેફરેન્શિયલ વોટ હોય છે. 
  • જો કોઈ ઉમેદવારને મત આપવો હોય તો તેની સામે એક, પછી બીજો પ્રેફરન્સ આપી તેની સામે 2, અને પછી ત્રીજો પ્રેફરેન્શિયલ મત પણ બેલેટ પેપર પર ઈન્ડિકેટ કરવાનો રહે છે. 
  • આનો અર્થ એ કે મતદાન કરતી વખતે મતદારે પોતાના 3 ઉમેદવારોના પ્રફરેન્શિયલ મત આપવાના હોય છે.

કઈ રીતે થાય ચૂંટણી

શિક્ષક અને સ્નાતક કેટેગરીમાં નિર્ધારિત મતદારોએ પોતાના પહેલા, બીજા અને ત્રીજા પ્રેફરેન્શિયલ મત આપવાના હોય છે. પહેલા પ્રેફરેન્સ માટે વોટનો કોટા નક્કી હોય છે. જો કોઈ ઉમેદવાર પહેલા પ્રેફરન્સનો એટલો મત મેળવી લે તો તે ચૂંટણી જીતી લે છે. જો કોઈ ઉમેદવારને નિર્ધારિત કોટાથી વધુ પ્રથમ પ્રેફરન્સ મત મળે છે તો તેના વધારાના મત તેના બીજા પ્રેફરેન્શિયલ મતોના આધારે તે ઉમેદવારોને પહેંચી દેવાય છે.

ઘણી વાર એવું બનતું હોય છે કે પ્રથમ પ્રેફરન્શિયલનો નિર્ધારિત કોટા કોઈ પણ ઉમેદવાર મેળવી શકતો નથી. આવામાં સૌથી ઓછા પ્રથમ પ્રેફરેન્શિયલ મત મેળવનારા ઉમેદવારને ચૂંટણીમાંથી બહાર કરી દેવાય છે અને તેના મત પત્રો પર નોંધાયેલા બીજા પ્રેફરેન્શિયલના મતો સંબંધિત બાકી ઉમેદવારોના ખાતામાં ટ્રાન્સફર કરાય છે. જ્યાં સુધી પ્રથમ પ્રેફરેન્શિયલ મતોના જરૂરી કોટા કોઈ ઉમેદવાર ન મેળવી લે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે.

બંગાળની ખાડીમાં શું ચાલી રહ્યું છે, શક્તિશાળી અર્નબ બાદ વળી પાછું આવી શકે છે વાવાઝોડું?

મતગણતરી પણ હોય છે અઘરી

જો દ્વિતિય પ્રેફરેન્શિયલ મતોથી એ નક્કી ન થાય તો પછી ત્રીજા પ્રેફરેન્શિયલ મતોની ગણતરી થાય છે અને તેમાં પણ આ જ રીતે પ્રક્રિયા અપનાવવામાં આવે છે. જેના કારણે સ્નાતક અને શિક્ષક કેટેગરીના કાઉન્ટિંગની પ્રક્રિયા ખુબ લાંબી ચાલે છે અને ઘણો સમય પણ લાગી શકે છે. સ્નાતક અને શિક્ષક કેટેગરીની ચૂંટણીમાં કાઉન્ટિંગની પ્રક્રિયા થોડી પેચીદી છે. પહેલા પ્રેફરેન્શિયલ મતોની ગણતરી પહેલા થાય છે. પછી બીજા પ્રેફરન્શિયલ મતોની ગણતરી અને જરૂર પડે તો ત્રીજા. હવે આ ચૂંટણીમાં કોણ મતદાન કરે છે તે પણ જાણો.

ગ્રેજ્યુએટ MLCનો શું અર્થ?

ગ્રેજ્યુએટ એમએલસી ચૂંટણી એવી સીટો માટે હોય છે જેમાં પાત્ર અને રજિસ્ટર્ડ સ્નાતક મતદાર પોતાના પ્રતિનિધિની પસંદગી કરે છે. તેને સ્નાતક મતવિસ્તારની ચૂંટણી પણ કહેવામાં આવે છે. આ ચૂંટણીમાં દરેક સ્નાતક વ્યક્તિ પોતાનો મત આપી શકે એવું નથી હોતું. તેના માટે કેટલીક શરતો પૂરી કરેલી હોવી જરૂરી છે અને મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.

કોણ કરી શકે મતદાન

  • સ્નાતકની ડિગ્રી- વ્યક્તિ પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની સ્નાતક ડિગ્રી કે નિયમો હેઠળ માન્ય સમકક્ષ યોગ્યતા હોવી જરૂરી છે. 
  • ત્રણ વર્ષની શરત- સંબંધિત મતદાર યાદીની નિર્ધારિત તારીખથી ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલા સ્નાતકની ડિગ્રી મળેલી હોવી જોઈએ. 
  • સંબંધિત વિસ્તારનો રહીશ- વ્યક્તિ સામાન્ય રીતે તે સ્નાતક મતવિસ્તારનો રહીશ હોવો જરૂરી છે. 
  • મતદાર યાદીમાં નામ- સંબંધિત મતદાર વિસ્તારની મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોવું જરૂરી છે.

શિક્ષક MLC ચૂંટણી

શિક્ષક એમએલસી ચૂંટણી વિધાન પરિષદની એવી સીટો માટે થાય છે જેમાં નિર્ધારિત શૈક્ષણિક સંસ્થાનોમાં ભણાવવાનો જરૂરી અનુભવ રાખનારા અને મતદાર યાદીમાં રજિસ્ટર્ડ શિક્ષક મતદાન કરે છે. તેનો હેતુ શિક્ષકોને વિધાન પરિષદમાં પોતાના પ્રતિનિધિ ચૂંટવાની તક આપવાનો છે. જો કે દરેક શિક્ષકને આ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર હોતો નથી. તેના માટે કાયદા હેઠળ કેટલીક શરતોનું પાલન થાય તે જરૂરી છે.

શિક્ષક MLC ચૂંટણીમાં કોણ આપી શકે મત?

  • ભણાવવાનો અનુભવ- નિર્ધારિત તારીખ પહેલાના છ વર્ષો દરમિયાન કુલ ઓછામાં ઓછા 3 વર્ષ સુધી માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાનોમાં ભણાવેલું હોય. 
  • માન્ય શૈક્ષણિક સંસ્થાન- જે સંસ્થાનમાં વ્યક્તિએ ભણાવ્યું છે તે સંબંધિત રાજ્યના નિયમો હેઠળ નિર્ધારિત સ્તરની હોવી જોઈએ. સામન્ય રીતે આ સ્તર માધ્યમિક વિદ્યાલયથી નીચેનું ન હોવું જોઈએ. 
  • સંબધિત વિસ્તારનો રહીશ- વ્યક્તિ એ જ મત વિસ્તારનો રહીશ હોવો જોઈએ. 
  • મતદાર યાદીમાં નામ- સંબંધિત શિક્ષક શિક્ષણ મત વિસ્તારની મતદાર યાદીમાં નામ ધરાવતો હોવો જોઈએ.

કોણ લડી શકે છે ચૂંટણી

ગ્રેજ્યુએટ સીટ

ઉમેદવાર જે તે રાજ્યની કોઈ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલો હોય. ફક્ત ગ્રેજ્યુએટ સીટથી લડવા માટે ગ્રેજ્યુએટ જ  હોય તે પૂરતું નથી. 

શિક્ષક સીટ

ઉમેદવારનું તે રાજ્યની કોઈ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે. પોતે શિક્ષક હોય કે ત્રણ વર્ષનો ભણાવવાનો અનુભવ હોય તે પૂરતું નથી.

આ ઉપરાંત ઉમેદવારે ચૂંટણી કાયદા હેઠળ લાગૂ અન્ય યોગ્યતાઓ પણ પૂરી કરેલી હોવી જોઈએ અને કોઈ પણ અયોગ્યતાના દાયરામાં નહોવું જોઈએ.

MLC પાસે શું હોય છે પાવર

  • આ પદ માટે ભ્રમ પણ ઘણો છે. કેટલાક એવું માને છે કે આ ફક્ત ઔપચારિક પદ છે. જ્યારે કેટલાક તેને વિધાયક સમકક્ષ શક્તિશાળી ગણે છે. 
  • વાસ્તવિકતા આ બંને વચ્ચે છે. એમએલસી કાયદો બનાવવાની પ્રક્રિયામાં ભાગ તો લઈ શકે છે, સરકારને સવાલ પણ પૂછી શકે છે અને રાજ્યના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. 
  • પરંતુ તેનો પાવર વિધાનસભાના સભ્ય જેવો દરેક મામલે હોતો નથી. 
  • જે રાજ્યોમાં વિધાન પરિષદ છે ત્યાં સામાન્ય વિધેયક વિધાનસભા કે વિધાન પરિષદ કોઈ પણ સદનમાં રજૂ કરી શકાય છે. 
  • પરંતુ વિધેયકને કાયદો બનાવવાની પ્રક્રિયામાં બંને સદનોની ભૂમિકા અને બંધારણમાં નિર્ધારિત કેટલાક નિયમો મહત્વપૂર્ણ હોય છે. 
  • એમએલસી સદનની કાર્યવાહી દરમિયાન મંત્રીઓને સવાલ પૂછી શકે છે. તે રાજ્ય સરકારની નીતિઓ, યોજનાઓ, વહીવટી નિર્ણયો, જનહિત સંબંધિત મુદ્દાઓ પર જવાબ માંગી શકે છે. 
  • MLC પોતાના મતવિસ્તાર કે વ્યાપક જનહિત સંબંધિત મુદ્દાઓ સદનમાં ઉઠાવી શકે છે. જેમ કે વીજળી, પાણી, શિક્ષણ, રસ્તાઓ, પરિવહન વગેરે. 
  • MLC રાજ્યના બજેટની ચર્ચામાં પણ ભાગ લઈ શકે છે અને સરકારની નાણાકીય નીતિઓ પર સવાલ ઉઠાવી શકે છે. પરંતુ મની બિલ મામલે વિધાન પરિષદની શક્તિઓ મર્યાદિત છે. 
  • મની બિલ ફક્ત વિધાનસભામાં રજૂ થઈ શકે છે. વિધાનસભામાં પાસ થયા બાદ તેને વિધાન પરિષદમાં મોકલાય છે. જ્યાં પરિષદ વધુમાં વધુ 14 દિવસની અંદર પોતાની ભલામણો આપી શકે છે.

MLC મુખ્યમંત્રી કે મંત્રી બની શકે?

ચૂંટાયેલા MLC મુખ્યમંત્રી અને રાજ્ય સરકારમાં મંત્રી બની શકે છે. બંધારણમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ માટે તેઓ માત્ર વિધાનસભાના જ સભ્ય હોય એ જરૂરી નથી.

કેટલો મળે છે પગાર અને શું મળે છે સુવિધા?

  • તમને જણાવી દઈએ કે એમએલસીને મળતો પગાર અને ભથ્થા સંબંધિત રાજ્યના કાયદા અને નિયમો અનુસાર નક્કી થાય છે. 
  • આથી ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અને તેલંગણામાં મળતી પગાર અને ભથ્થાની રકમ અલગ અલગ હોઈ શકે છે. 
  • યુપીમાં એક એમએલસીને મળતો પગાર અને ભથ્થા થઈને 2.66 લાખ રૂપિયા માસિક જેટલું હોય છે. બેઝિક સેલરી 35000 રૂપિયા હોય છે. 
  • એમએલસીને પગાર ઉપરાંત પોતાના કામકાજ માટે અનેક પ્રકારની સુવિધાઓ પણ મળી શકે છે. જો કે તેનું સ્વરૂપ અને સીમા રાજ્યના નિયમો પર નિર્ભર કરે છે. 
  • સુવિધાઓમાં આવાસની સુવિધા, મુસાફરી ભથ્થું, તબીબી સુવિધા સામેલ હોય છે. 

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News