• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /Love Market: વિયેતનામની લવ માર્કેટ વિશે ખબર છે તમને ? વર્ષમાં એકવાર એક્સને મળવા ખાસ કાર્યક્રમ યોજાય

Love Market: વિયેતનામની લવ માર્કેટ વિશે ખબર છે તમને ? વર્ષમાં એકવાર એક્સને મળવા ખાસ કાર્યક્રમ યોજાય

Vietnam Love Market: સામાન્ય રીતે જેની સાથે બ્રેકઅપ થયું હોય તે ભુલેચુકે પણ નજરની સામે આવી જાય તો લોહી ઉકળી જાય. પણ વિયેતનામમાં આવું નથી. અહીં તો એક્સને મળવા માટે ખાસ લવ માર્કેટ ભરાય છે જેમાં લોકો પોતાના જૂના સાથીને મળવા પહોંચે છે.

Written ByKrupa Shah
Published: Oct 29, 2026, 12:07 PM IST|Updated: Oct 29, 2026, 12:15 PM IST
joinshare
Love Market: વિયેતનામની લવ માર્કેટ વિશે ખબર છે તમને ? વર્ષમાં એકવાર એક્સને મળવા ખાસ કાર્યક્રમ યોજાય

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
લક્ષ્મીજીના આગમનની તૈયારી : રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ઝવેરાત અને ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત

લક્ષ્મીજીના આગમનની તૈયારી : રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ઝવેરાત અને ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત

2

Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત

3

Explainer: MLC ચૂંટણીમાં કોણ કરે છે મતદાન, સ્નાતક, શિક્ષક...આ કેટેગરી શું છે? ચૂંટાયેલા સભ્યોને કેટલો મળે પગાર, શું હોય પાવર

4

Love Market: વિયેતનામની લવ માર્કેટ વિશે ખબર છે તમને ? વર્ષમાં એકવાર એક્સને મળવા ખાસ કાર્યક્રમ યોજાય

5

સપનાનું ઘર ખરીદવાની લાલચમાં યુવક બન્યો લૂંટારૂ: 34 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, હાથમાં ના આવ્યો એક પણ રૂપિયો!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vietnam Love Market: રિલેશનશીપમાં એકવાર બ્રેકઅપ થાય પછી કપલ એકબીજાનું મોં પણ જોવા ન મળે તેવી ઈચ્છા રાખે છે. એકબીજાથી દુર થયેલા કપલ જૂની વાતોને ભુલી આગળ વધી જવા ઈચ્છે છે. પરંતુ શું તમે જાણો છો દુનિયામાં એક દેશ એવો છે જ્યાં કપલ વર્ષમાં એકવાર ખાસ પોતાના એક્સને મળવા જાય છે ? કપલ એક્સને મળે છે અને સાથે મળી જૂની યાદો તાજા કરે છે.

પ્રેમ અને બ્રેકઅપને લઈને દરેક વ્યક્તિના વિચાર અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ બ્રેકઅપ પછી બદલો લેવાના મૂડમાં હોય છે તો કોઈ પોતાના એક્સનું મોં પણ જોવા તૈયાર નથી હોતા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે વિયેતનામમાં એક્સને મળવા માટે દર વર્ષે ખાસ લવ માર્કેટ મળે છે. આ લવ માર્કેટમાં એવા કપલ ખાસ જાય છે જેઓ પોતાના એક્સને મળવા માંગતા હોય.

એક અધુરી પ્રેમ કહાની

વિયેતનામની લવ માર્કેટ તેની અનોખી પરંપરા માટે પ્રખ્યાત છે. આ પરંપરા એક અધુરી પ્રેમ કહાનીથી શરુ થઈ હોવાનું કહેવાય છે. આ પ્રેમ કહાની બે અલગ સમુદાયમાંથી આવતા યુવક અને યુવતીની હતી. લોકવાયકા અનુસાર તેમની વચ્ચે પ્રેમ હતો પણ સમાજની પરિસ્થિતિના કારણે તેઓ એકબીજાના ન થઈ શક્યા. પણ તેમણે નક્કી કર્યું કે તેઓ વર્ષમાં એકવાર એકબીજાને મળશે. આ કપલની પ્રેમ કહાનીથી લવ માર્કેટ શરુ થઈ.

લવ માર્કેટમાં એક્સ મળવા લાગ્યા

વર્ષો જૂની અધુરી પ્રેમ કહાનીની યાદમાં લવ માર્કેટમાં ધીરે ધીરે લોકો પોતાના એક્સને મળવા પહોંચવા લાગ્યા. પૂર્વ પ્રેમીઓ અહીં તેમના જૂના સાથીને મળી જૂની યાદો તાજા કરે છે. જો કે હવે તો આ લવ માર્કેટમાં લોકો પોતાના જીવનસાથીની તલાશમાં પણ પહોંચે છે.

વિયેતનામના કેલેન્ડર અનુસાર લવ માર્કેટ ચંદ્ર મહિનાની 27 તારીખે હોય છે. ભારતના કેલેન્ડર અનુસાર આ સમય એપ્રિલ કે મે મહિનામાં આવે છે. તમને લાગશે કે આ લવ માર્કેટની વાત વિશ્વભરમાં કેવી રીતે થવા લાગી. તો તમને  જણાવી દઈએ કે વર્ષ 2021 માં વિયેતનામના સંસ્કૃતિ મંત્રાલયે લવ માર્કેટને સાંસ્કૃતિક વિરાસત તરીકે માન્યતા આપી.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News