• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /સપનાનું ઘર ખરીદવાની લાલચમાં યુવક બન્યો લૂંટારૂ: 34 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, હાથમાં ના આવ્યો એક પણ રૂપિયો!

સપનાનું ઘર ખરીદવાની લાલચમાં યુવક બન્યો લૂંટારૂ: 34 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, હાથમાં ના આવ્યો એક પણ રૂપિયો!

Ahmedabad News: પોતાનું સપનાનું ઘર લેવા માટે અનેક લોકો દિવસ રાત મહેનત કરે છે, પરંતુ રાતો રાત પોતાનું ઘર લેવાના ચક્કરમાં એક યુવક ગુનેગાર બની ગયો, અમદાવાદમાં ઓઢવમાં થયેલી 34 લાખની લૂંટ કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો, આરોપીએ પોતાના સાગરીત સાથે મળીને આ ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો, જોકે હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આરોપી પોલીસમાં પકડાઈ ગયો અને તેને લૂંટના રૂપિયામાંથી એક પૈસો પણ ન મળ્યો. કોણ છે આરોપી અને શું છે સમગ્ર ઘટના?

Written ByKinjal Patel
Published: Oct 29, 2026, 12:00 PM IST|Updated: Oct 29, 2026, 12:14 PM IST
joinshare
સપનાનું ઘર ખરીદવાની લાલચમાં યુવક બન્યો લૂંટારૂ: 34 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, હાથમાં ના આવ્યો એક પણ રૂપિયો!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
લક્ષ્મીજીના આગમનની તૈયારી : રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ઝવેરાત અને ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત

લક્ષ્મીજીના આગમનની તૈયારી : રવિ પુષ્ય નક્ષત્રે સોના-ચાંદી ઝવેરાત અને ચોપડા ખરીદીનું શ્રેષ્ઠ મુહૂર્ત

2

Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત

3

Explainer: MLC ચૂંટણીમાં કોણ કરે છે મતદાન, સ્નાતક, શિક્ષક...આ કેટેગરી શું છે? ચૂંટાયેલા સભ્યોને કેટલો મળે પગાર, શું હોય પાવર

4

Love Market: વિયેતનામની લવ માર્કેટ વિશે ખબર છે તમને ? વર્ષમાં એકવાર એક્સને મળવા ખાસ કાર્યક્રમ યોજાય

5

સપનાનું ઘર ખરીદવાની લાલચમાં યુવક બન્યો લૂંટારૂ: 34 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, હાથમાં ના આવ્યો એક પણ રૂપિયો!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન/અમદાવાદ: બાપુનગર પાસે આવેલી એન.આર આંગડિયા પેઢીમાં કામ કરતા કેતન પરીખ સાથે 21 ઓક્ટોબરના રોજ રાતના સમયે અપહરણ અને લૂંટની ઘટના બની હતી, કેતન પરીખ બેંકમાંથી 34 લાખ રોકડ લઈને ઓઢવ બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક કારમાં આવેલા બે શખ્સોએ પોતાની ઓળખ GST અધિકારી તરીકેની આપી કેતન પરીખને કારમાં બેસાડ્યો અને અપહરણ કરી અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ માર મારીને 34 લાખ રોકડાની લૂંટ ચલાવી, જે મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને આખા ગુનાનો માસ્ટર માઈન્ડ પ્રિતમ ગોહિલ હાથે લાગ્યો. જે આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા.

ગુજરાતીઓની ચિંતા વધી! નવેમ્બરમાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

આરોપીએ લૂંટ કરવા માટે 5 લાખ રૂપિયાની લાલચ આપી

આરોપી પ્રીતમ ગોહિલ ની પૂછપરછમાં સામે આવ્યું કે તે ફરિયાદી કેતન પરીખ ને પહેલાથી જાણતો હતો જેથી તેણે પોતાના પરિચિત વિશ્વજીત ગોસ્વામીને લૂંટ કરવાના ગુનામાં સામેલ કર્યો અને લૂંટ કરવા માટે પાંચ લાખ રૂપિયાની લાલચ આપી જે બાદ પ્રીતમ ગોહિલે વિશ્વજીતને કેતન પરીખ નો ફોટો અને અન્ય વિગતો આપી. વિશ્વજીત ગોસ્વામી પોતાના અન્ય એક પરિચિત મહિપાલ સાથે મળીને અપહરણ અને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો. આરોપીઓએ લૂંટ કર્યા બાદ પ્રીતમ ગોહિલને દિલ્હી લૂંટની રકમમાંથી તેનો હિસ્સો આપવા માટે બોલાવ્યો હતો.

વિશ્વજીત અને મહિપાલ પોતાનો ફોન બંધ કરીને રફુચક્કર

આરોપી પ્રીતમ ગોહિલ પોતાનો હિસ્સો લેવા માટે દિલ્હી ગયો, પરંતુ વિશ્વજીત અને મહિપાલ પોતાનો ફોન બંધ કરીને રફુચક્કર થઈ ગયા, જે બાદ પ્રીતમ ગોહિલ અમદાવાદ પરત આવ્યો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાઈ ગયો, આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે પ્રીતમ ગોહિલ અને ફરિયાદી કેતન પરીખની પત્ની એક જ આંગડિયા પેઢીમાં કામ કરે છે જેના કારણે પ્રીતમ ગોહિલને કેતન પરીખ વિશે માહિતી હતી.

PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, બનાસકાંઠાથી લઈને કેવડિયા સુધી વિકાસકાર્યોની ભેટ, જાણો કયા કયા કાર્યક્રમોમાં લેશે ભાગ?

આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી અન્ય ફરાર બે આરોપીઓની શોધખોળ

વધુ તપાસમાં સામે આવ્યું કે પ્રીતમ ગોહિલને પોતાનું ઘર લેવું હોય અને ઘર 40 લાખ રૂપિયાની આસપાસનું હોય જેથી તેણે શોર્ટકટમાં પૈસા કમાવા માટે આ લૂંટને અંજામ આપ્યો હતો. હાલ તો ઓઢવ પોલીસે પકડાયેલા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી અન્ય ફરાર બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News