જ્યોતિષી ચેતન પટેલ: આગામી નવેમ્બર માસમાં દિવાળી તહેવારોની મોસમ શરૂ થતાં જ બજારમાં ખરીદી માટેનો સૌથી મોટો અને પવિત્ર મહાસંયોગ સર્જાવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં તમામ 27 નક્ષત્રોના રાજા ગણાતા પુષ્ય નક્ષત્ર અને સૂર્યનારાયણના વાર રવિવારનો આ સમન્વય ખરીદી તથા નવા રોકાણ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. આ વર્ષે સૌથી વિશેષ વાત એ છે કે, આ મહાસંયોગ દિવાળી (8 નવેમ્બર 2026) ના બરાબર 7 દિવસ પહેલાં આવી રહ્યો છે, જેનાથી વેપારીઓ અને સામાન્ય જનતા માટે ખરીદીનો એક સુવર્ણ અવસર સર્જાશે.
ભારતીય સંસ્કૃતિમાં સોનુ ચાંદી ઝવેરાત અને વેપાર જગતમાં દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્ર યોગનું ભારે ધાર્મિક મહત્વ છે આ દિવસે કરેલ ખરીદીથી સમૃદ્ધિ વધે છે. આ દિવસે વેપારીઓ આગામી નવા વર્ષ માટે હિસાબ-કિતાબ રાખવા માટે નવી ખાતાવહી, ડાયરી અને પેન પણ ખરીદાય છે જણાવ્યા અનુસાર, રવિ પુષ્ય નક્ષત્રના અમૃતદાયી પ્રભાવમાં ખરીદેલા ચોપડા કે ખાતાવહી ધંધામાં બરકત આવે છે.
આ નક્ષત્ર સ્થિર લક્ષ્મીનું પ્રતીક હોવાથી આ દિવસે ખરીદેલા ચોપડા પર દિવાળીના શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી આખું વર્ષ વેપાર-ધંધામાં આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ રહે છે. કેમ આ દિવસને આટલું મહત્વ અપાય છે?
શરૂઆત: 1 નવેમ્બર 2026, રવિવાર સવારે 5:39 વાગ્યે થશે. આખો દિવસ અને રાત્રી રહેશે.
નવા રોકાણ માટે શ્રેષ્ઠ: શેરબજારમાં રોકાણ, ફિક્સ ડિપોઝિટ કે નવા વેપારના કરાર કરવા માટે આ સમય જ્યોતિષીય દ્રષ્ટિએ દોષરહિત ગણાય છે.