• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /દાદા સદી ફટકારશે! પીએમ મોદીના રસ્તે ચાલી રહ્યાં છે 'ભૂપેન્દ્ર પટેલ', સાબિત કરી દીધું કે મૃદુ સાથે છે મક્કમ

દાદા સદી ફટકારશે! પીએમ મોદીના રસ્તે ચાલી રહ્યાં છે 'ભૂપેન્દ્ર પટેલ', સાબિત કરી દીધું કે મૃદુ સાથે છે મક્કમ

Operation Gangajal : સરકારી ટેબલ પર ફાઇલ મૂકો એટલે વજન વગર ખસે નહીં અને વહીવટ વિના સાહેબનું મન હસે નહીં—ગુજરાતની આ કડવી વાસ્તવિકતા વચ્ચે હવે 'દાદા'એ હવે સફાઈ અભિયાન શરૂ કર્યું છે. ૮૬ ની વિકેટ પાડી, હવે સદી ફટકારશે! 'ઓપરેશન ગંગાજળ' ૨૦૨૭ની ચૂંટણીમાં દાદાને મીઠા ફળ અપાવે તો નવાઈ નહીં! ઓપરેશન ગંગાજળ એક એવો શબ્દ છે જેને ગુજરાતના બ્યૂરોક્રેટમાં ફફડાટ ફેલાવી દીધો છે અને દાદાએ સાબિત કરી દીધું છે કે ભલે તેઓ મૃદુ અને સંવેદનશીલ છે પણ એટલા મક્કમ છે.

Written ByKaran Rajput
Published: Oct 29, 2026, 02:30 PM IST|Updated: Oct 29, 2026, 02:51 PM IST
joinshare
દાદા સદી ફટકારશે! પીએમ મોદીના રસ્તે ચાલી રહ્યાં છે 'ભૂપેન્દ્ર પટેલ', સાબિત કરી દીધું કે મૃદુ સાથે છે મક્કમ
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
26KM ની માઇલેજ, 6 એરબેગ, ફેમિલી માટે સૌથી સસ્તી 7 સીટર કાર

26KM ની માઇલેજ, 6 એરબેગ, ફેમિલી માટે સૌથી સસ્તી 7 સીટર કાર

2

વડોદરાની દલા પટેલની પોળમાં સોની પરિવારના ત્રણ સભ્યોએ કેમ વ્હાલું કર્યું મોત? તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

3

Brahma Muhurat: બ્રહ્મ મુહૂર્તના આ રહસ્ય વિશે નથી જાણતા મોટાભાગના લોકો, જાણો સૂર્યોદય પહેલા જાગવાથી શું થાય ?

4

Aadhaar Update Charges: આધાર કાર્ડમાં ફોટો અને સરનામું બદલવા માટે કેટલો ખર્ચ થશે? જાણો UIDAIના નવા નિયમો અને ફી

5

Gold-Silver Price Today: દિવાળી પહેલા ખુબ સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવ આજે ફરીથી ઘટી ગયા, જાણો 24-22 કેરેટ સોનાનો આજનો ભાવ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bhupendra Patel : સરકારી કામ હોય અને પૈસા વિના કે ધક્કા વિના થાય તો તમે બહુ જ નસીબવાળા છો. સરકાર પણ જાણે છે કે બાબુઓ પૈસા વગર કામ કરતા નથી. લોકો પણ જાણે છે કે ક્યાંય પૈસા વગર કામ થતું નથી. આ વાટકી વ્યવહાર એ હદે વધ્યો છે કે દરેક કામમાં પૈસાની બોલબાલા છે. પૈસા ફેકો કામ કરાવો.... સૌ જાણે છે કે ગુજરાતમાં મોદી સમયમાં ખાતો નથી ખાવા નથી દેતો એ સૂત્ર લોકપ્રિય હતું, અધિકારીઓ પણ ડરતા હતા. આજે પણ કેન્દ્રનું કોઈ પણ કામ હોય તો હાથ નાખતાં IAS હોય કે IPS ફફડે છે. 

મોદીના દિલ્હી ગયા બાદ જાણે કે છૂટો દૌર મળ્યો હોય એમ ભ્રષ્ટાચાર વધ્યો છે પણ હવે દાદાએ મોદીનો રસ્તો પકડ્યો છે. એકદમ મૃદુ ગણાતા ભૂપેન્દ્રભાઈ 2024થી મકક્મ બન્યા છે અને 2024થી ગુજરાતમાં 86 અધિકારીઓને ગંગાજળ પીવડાવી ચૂક્યા છે. દાદાની છબી એકદમ ક્લિન છે પણ એમની નજર સામે થતા ભ્રષ્ટાચારને ડામવા એમને ઉઠાવેલું ઓપરેશન ગંગાજળનું હથિયાર હવે દાદાને અલગ મુખ્યમંત્રીની હરોળમાં બેસાડી ચૂક્યું છે. આ ઓપરેશન ગંગાજળ દાદાને 2027ની ચૂંટણીમાં મોટું ફળ અપાવે તો પણ નવાઈ નહીં....

જાણી લો કયા ડિપાર્ટમેન્ટના કેટલા અધિકારી થયા ઘરભેગા

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તે વાતથી આંખ આડા કાન થઈ શકે તેમ નથી. આધારકાર્ડમાં સુધારો કરાવવો હોય, પોલીસમાં પાસપોર્ટ વેરિફાઈ કરાવવો હોય તો કશું મફતમાં થતું નથી. ખેતીની જમીન બિનખેતી કરવી, કોઈ મંજૂરી લેવી, પરમિટ લાયસન્સ લેવું એ તમામ મોટી બાબતોમાં વહીવટ થાય છે. પોલીસતંત્રમાં રીતસરના વહીવટદારો છે જેઓ અરજી જોઈને ભાવતાલ નક્કી કરે છે.

 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની છબી મૃદુ અને સંવેદનશીલ વ્યક્તિની છે. ભૂપેન્દ્રભાઈ સીએમ બન્યા ત્યારે ઘણાને એમ હતું કે હવે બિન્દાસ્ત બનીને રૂપિયા છાપીશું પણ એ ભૂલી ગયા કે ભૂપેન્દ્રભાઈની છાપ મૃદુ સાથે મક્કમની પણ છે. જેઓએ 2014માં શરૂ કરેલું ઓપરેશન ગંગાજળ હાલમાં બ્યૂરોક્રેટસના માથાનો દુખાવો બની ગયું છે.

સીએમ પણ સારી રીતે જાણે કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો સહેલ નથી પણ પહેલ કરવી એ જરૂર છે. "ઓપરેશન ગંગાજળ"એ એવા અધિકારીઓ પર કેન્દ્રીત છે જેઓની સામે ભ્ર્ષ્ટાચાર અને ગેરવર્તુણૂકના આરોપો હોય કે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં હોય... એટલે કેટલીક વાર એવા આરોપો પણ થાય છે કે આ ઓપરેશન સિલેક્ટિવલી છે પણ દાદાએ શરૂઆત તો કરી છે.... આ પ્રકારની કાર્યવાહી ભૂતકાળમાં ક્યારેય થઈ નથી.

સરકાર વિપક્ષના આ આક્ષેપોની ધારને કુંઠિત કરી રહી છે
 

કહેવાય છે ને શાંત પાણી ઉંડા હોય એમ દાદાએ ચૂપચાપ ચલાવેલા આ ઓપરેશનમાં 86 જેટલા ક્લાસ-1 અને ક્લાસ-2 ઓફિસરોને સેવા નિવૃત્ત કરી દીધા છે. ઓપરેશન ગંગાજળ કરીને સરકાર સ્વીકારે છે કે ભ્રષ્ટાચાર તો થાય છે. ટૂંકમાં, 2027ની ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો મોટો બની શકે તેમ છે એટલે આ ઓપરેશન સ્ટ્રોંગ બનાવ્યું છે.

 રૂપાણી કાયમ કહેતા હતા કે તેઓ અડધી પીચે રમી રહ્યાં છે. દાદા પણ 86એ પહોંચી ગયા છે. ચૂંટણી સમયે વિપક્ષ ભ્રષ્ટાચાર અને બાબુશાહીને મુદ્દો બનાવતી હોય છે. પણ સરકારે પોતે જ ક્લાસ-1 અને ક્લાસ-2ના અનેક અધિકારીઓ સામે કડક પગલાં ભરીને વિપક્ષના આ આક્ષેપોની ધારને કુંઠિત કરી રહી છે. ભલે ભ્રષ્ટાચાર નાબૂદ થાય કે ના થાય પણ IAS અને IPSમાં દાદાની ફડક પેસી ગઈ છે.


IAS, IPS કે GAS કેડરના અધિકારીઓએ ગુજરાત સરકારના વિજિલન્સ વિભાગમાં પોતાની સંપત્તિનું લિસ્ટ દર વર્ષે આપવાનું હોય છે. જેમાં સ્થાવર અને જંગમ મિલકત બંને બતાવવાની હોય છે. આ કવાયતના કારણે સરકારની નજર અધિકારીઓની સંપત્તિ પર રહે છે. પણ અત્યાર સુધી જે અધિકારીઓને રવાના કરી દેવાયા તે તમામની ફરિયાદ સરકાર સુધી પહોંચી હતી. સૌ જાણે છે કે અધિકારીઓ બેનામી જ સંપત્તિ વસાવે છે પણ સરકારની નજર એમની પર હોવાનો આ "ઓપરેશન ગંગાજળ" સ્પષ્ટ મેસેજ છે. 

ગુજરાત કેડરમાં કેટલા છે અધિકારી અને કોની પાસે છે કેટલી મિલકત

સરકારે સીધો સંદેશ પાસ કર્યો છે કે તમારી દરેક હિલચાલ પર સરકારની નજર છે. સરકાર આંખ આડા કાન કરી રહી છે પણ સપડાયા તો ઘરભેગા થવાની તૈયારી રાખજો. સરકાર કે રાજેશ અને ગૌરવ દહિયા જેવા IASને પાણીચું આપી ચૂકી છે. ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે 'ઝીરો ટોલરન્સ'ની છબી ઊભી કરવા માગે છે. પીએમ મોદીએ ગુજરાતમાં જે માહોલ ઉભો કર્યો હતો એ રસ્તા પર દાદા જઈ રહ્યાં છે.  
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News