Aadhaar Update Charges : આધાર કાર્ડ આજે દરેક ભારતીય નાગરિક માટે એક જરૂરી દસ્તાવેજ બની ગયું છે. બેંક ખાતું ખોલાવવું હોય, સરકારી યોજનાઓનો લાભ લેવો હોય કે નવું સિમ કાર્ડ ખરીદવું હોય, દરેક જગ્યાએ આધારની જરૂર પડે છે. તેવામાં આધાર કાર્ડમાં નોંધાયેલી તમારી બાયોમેટ્રિક ડિટેલ (જેમ કે ફોટો, ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન) અને ડેમોગ્રાફિક વિગત (જેમ કે નામ, સરનામું, જન્મતારીખ અને મોબાઈલ નંબર) નું અપ-ટૂ-ડેટ હોવું જરૂરી છે. ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટીએ વિવિધ પ્રકારના ફેરફારો, ઉંમર મર્યાદા અને અપડેટના માધ્યમના આધાર પર ફી અને નિયમોમાં કેટલાક મહત્વના સ્પષ્ટીકરણ આપ્યા છે. જો તમે પણ આધારમાં સંશોધન કરાવવાની યોજના બનાવી રહ્યાં છો તો સેવા કેન્દ્ર જતાં પહેલા તેની ફી અને ડેડલાઇન વિશે જાણી લો.
આધારમાં બાયોમેટ્રિક અપડેટ હેઠળ ફિંગરપ્રિન્ટ, આંખની કીકીનો સ્કેન અને ફોટાને અપડેટ કરવામાં આવે છે. નિયમ પ્રમાણે બાળકો માટે ફરજીયાત બાોમેટ્રિક અપડેટ (MBU) બે અલગ-અલગ ઉંમરમાં કરાવવું જરૂરી હોય છે. પ્રથમવાર જ્યારે બાળક 5 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે અને બીજીવાર જ્યારે તે 15 વર્ષની ઉંમર પૂરી કરે છે. 5-7 વર્ષના બાળકો માટે પ્રથમ બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણ રીતે ફ્રી રાખવામાં આવી છે. તે રીતે 15થી 17 વર્ષની ઉંમરના યુવાઓ માટે પણ આ શ્રેણીમાં મળનાર બાયેમેટ્રિક અપડેટ ફ્રી છે. આ સિવાય 7થી 15 વર્ષની ઉંમર વર્ગના બાળકોને પણ અસ્થાયી છૂટ આપવામાં આવી છે. જે હેઠળ તે 30 સપ્ટેમ્બર 2027 સુધી આ સેવા કોઈ ચાર્જ વગર પ્રાપ્ત કરી શકે છે. પરંતુ ધ્યાન રાખવાની વાત છે કે ફ્રી સેવાનો લાભ ઉઠાવવા માટે આ અપડેટ એકમાત્ર (સ્ટેન્ડઅલોન) હોવું જોઈએ. જો તમે તેની સાથે કોઈ અન્ય સેવા જોડો છો કે આ વિશેષ શ્રેણી સિવાય સામાન્ય બાયોમેટ્રિક અપડેટ કરાવો છો તો તે માટે 125 રૂપિયા ચાર્જ આપવો પડશે.
ડેમોગ્રાફિક ડિટેલ અંતર્ગત આધારમાં નોંધાયેલું નામ, લિંગ, જન્મતારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જેવી વ્યક્તિગત વિગત આવે છે. આ જાણકારી બદલવાનો ખર્ચ તે વાત પર નિર્ભર કરે છે કે તમે બાયોમેટ્રિક અપડેટની સાથે કરાવી રહ્યાં છો કે અલગથી. જો તમે કોઈ આધાર સેવા કેન્દ્ર પર બાયોમેટ્રિક અપડેટ (MBUને છોડી) કરાવવાની સાથે-સાથે તમારૂ સરનામું કે અન્ય ડેમોગ્રાફિક જાણકારીમાં પણ સુધાર કરાવવા ઈચ્છો છો તો તમારી પાસેથી આ અપડેટ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ જો તમે બાયોમેટ્રિક અપડેટ વગર માત્ર ડેમોગ્રાફિક ડિટેલમાં ફેરફાર કરાવવા ઈચ્છો છો તો તમારે 75 રૂપિયા ચુકવવા પડશે. આ સિવાય જો તમે માત્ર ઈમેલ આઈડીને આધાર સાથે અપડેટ કરાવવા ઈચ્છો છો તો આ સેવા 31 ડિસેમ્બર 2026 સુધી ફ્રી ઉપલબ્ધ રહેશે.
તમારા આધાર રેકોર્ડને મજબૂત અને અપડેટ બનાવી રાખવા માટે ઓળખ પત્ર (PoI) અને સરનામાનું પ્રમાણ (PoA) જમા કરી દસ્તાવેજ અપડેટ કરાવવાની પણ જરૂરિયાત હોય છે. UIDAI ના નિયમાનુસાર જો તમે તમારા દસ્તાવેજને 'myAadhaar' પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અપડેટ કરો છો તો 14 જૂન 2027 સુધી આ સુવિધા ફ્રી છે. જો તમે આ કામ આધાર સેન્ટર જઈ ઓફલાઈન કરાવો છો તો તમારે 75 રૂપિયા ફી ભરવી પડશે. આ વચ્ચે સૌથી મહત્વપૂર્ણ વાત છે કે દેશના કોઈપણ નાગરિક માટે પ્રથમવાર નવું આધાર કાર્ડ બનાવવું કે આધાર નામાંકન કરાવવું સંપૂર્ણ રીતે ફ્રી છે, તે માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.