• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ધાર્મિક
  • /Brahma Muhurat: બ્રહ્મ મુહૂર્તના આ રહસ્ય વિશે નથી જાણતા મોટાભાગના લોકો, જાણો સૂર્યોદય પહેલા જાગવાથી શું થાય ?

Brahma Muhurat: બ્રહ્મ મુહૂર્તના આ રહસ્ય વિશે નથી જાણતા મોટાભાગના લોકો, જાણો સૂર્યોદય પહેલા જાગવાથી શું થાય ?

Brahma Muhurat: બ્રહ્મ મુહૂર્ત દિવસની શરુઆતનો શક્તિશાળી સમય હોય છે. આ સમય વિશે એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આ સમયે જાગી દિવસની શરુઆત કરે છે તો તેનું જીવન બદલી શકે છે. તો ચાલો જાણીએ બ્રહ્મ મુહૂર્તમાં એવી તે કઈ શક્તિ હોય છે.

Written ByKrupa Shah
Published: Oct 29, 2026, 02:44 PM IST|Updated: Oct 29, 2026, 02:47 PM IST
joinshare
Brahma Muhurat: બ્રહ્મ મુહૂર્તના આ રહસ્ય વિશે નથી જાણતા મોટાભાગના લોકો, જાણો સૂર્યોદય પહેલા જાગવાથી શું થાય ?

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
26KM ની માઇલેજ, 6 એરબેગ, ફેમિલી માટે સૌથી સસ્તી 7 સીટર કાર

26KM ની માઇલેજ, 6 એરબેગ, ફેમિલી માટે સૌથી સસ્તી 7 સીટર કાર

2

વડોદરાની દલા પટેલની પોળમાં સોની પરિવારના ત્રણ સભ્યોએ કેમ વ્હાલું કર્યું મોત? તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

3

Brahma Muhurat: બ્રહ્મ મુહૂર્તના આ રહસ્ય વિશે નથી જાણતા મોટાભાગના લોકો, જાણો સૂર્યોદય પહેલા જાગવાથી શું થાય ?

4

Aadhaar Update Charges: આધાર કાર્ડમાં ફોટો અને સરનામું બદલવા માટે કેટલો ખર્ચ થશે? જાણો UIDAIના નવા નિયમો અને ફી

5

Gold-Silver Price Today: દિવાળી પહેલા ખુબ સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવ આજે ફરીથી ઘટી ગયા, જાણો 24-22 કેરેટ સોનાનો આજનો ભાવ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Brahma Muhurat: બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ફાયદા, બ્રહ્મ મુહૂર્તના મહત્વ વિશે તમે પણ સાંભળ્યું હશે. બ્રહ્મ મુહૂર્ત ના ફાયદા જ્યારે પણ સાંભળવા મળે ત્યારે મનમાં એક પ્રશ્ન ચોક્કસથી થાય કે આ સમયમાં એવું તો શું ખાસ છે કે તેને આટલું મહત્વ આપવામાં આવે છે ? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો આજે તેનું સમાધાન મળી જશે. બ્રહ્મ મુહૂર્તને શા માટે સૌથી શકતિશાળી સમય ગણવામાં આવે છે અને આ સમયે જાગીને શું કરવાથી જીવન બદલી શકે આજે જાણીએ.

આ પણ વાંચો: Masik Rashifal: દિવાળીના પર્વ સાથે શરુ થતો નવેમ્બર મહિનો તમારી રાશિ માટે કેવો રહેશે જાણો માસિક રાશિફળ પરથી

બ્રહ્મ મુહૂર્તનું મહત્વ

ઋષિમુનિઓના સમયથી બ્રહ્મ મુહૂર્તનું વિશેષ મહત્વ રહ્યુ છે. ઋષિમુનિઓ આ સમયે જાગીને સાધના કરતા, ઈશ્વરનું ધ્યાન કરતાં અને આત્મચિંતન કરતા. કારણ કે બ્રહ્મ મુહૂર્ત સાથે ગાઢ રહસ્યો જોડાયેલા છે. બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂર્ય ઊગે તે પહેલાંનો અમુક કલાકોનો સમય. આ કલાકોની ગણતરી કેવી રીતે થાય છે અને આ સમયમાં શું ખાસ છે તેનું રહસ્ય આજે તમને જાણવા મળશે.

બ્રહ્મ મુહૂર્ત એટલે શું ?

બ્રહ્મ મુહૂર્તને સરળ ભાષામાં સમજીએ તો તેનો અર્થ થાય છે પરમાત્માનો સમય. આ સમયે એવો હોય છે જ્યારે વ્યક્તિએ સફળતા અને શાંતિ મેળવવા માટે કરેલા પ્રયત્ન સંપૂર્ણ રીતે સફળ થઈ શકે છે. આ સમય એવો છે જે વ્યક્તિનું જીવન બદલી શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે બ્રહ્માંડમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થઈ રહ્યો હોય છે.

આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં લગાવો આ 5 તસવીરો, મનમાંથી નેગેટિવ વિચાર દુર થશે અને પોઝિટિવ વિચારવામાં મદદ મળશે

બ્રહ્મ મુહૂર્તની ગણતરી

બ્રહ્મ મુહૂર્તની ગણતરી સૂર્ય ઉદય થવાના સમય પર આધાર રાખે છે. જે રીતે રોજ સૂર્ય ઉદય થવાનો સમય બદલે છે તે રીતે બ્રહ્મ મુહૂર્તનો સમય પણ અલગ અલગ હોય છે. બ્રહ્મ મુહૂર્તની ગણતરી કરવાનું સરળ ગણિત એવું છે કે જે સમયે સૂર્યોદય થવાનો હોય તેમાંથી 1 કલાક અને 36 મિનિટનો સમય ઓછો કરો. જે સમય આવે ત્યારથી બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય અને બ્રહ્મ મુહૂર્તનું સમાપન સૂર્યોદયના સમયમાંથી 48 મિનિટ ઘટાડો. તે સમયે બ્રહ્મ મુહૂર્ત પૂરું થાય. ઉદાહરણ સાથે આ વાતને સમજીએ તો તમારા શહેરમાં સૂર્યોદયનો સમય જો 5.32 મિનિટનો હોય તો બ્રહ્મ મુહૂર્તનો સમય 3.56 મિનિટથી શરૂ થશે. અને બ્રહ્મ મુહૂર્તનું સમાપન 4.44 મિનિટે થશે.

બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય

બ્રહ્મ મુહૂર્તના રહસ્યની વાત કરીએ તો આ સમયે એવો હોય છે જ્યારે સૂર્યનો પ્રકાશ ધરતી પર પડતો નથી. આ સમયે પૃથ્વીની વિદ્યુત ચુંબકિય તરંગો પણ શાંત અવસ્થામાં હોય છે. બ્રહ્મ મુહૂર્તના આ સમયને સ્વર્ણ કાળ એટલા માટે કહેવામાં આવે છે કે આ સમયે જાગીને જો કોઈ વ્યક્તિ સાધના કરે, અભ્યાસ કરે કે પછી યોગા અભ્યાસ પણ કરે તો તેને તેના કાર્યનો સંપૂર્ણ ફળ એટલે કે લાભ પ્રાપ્ત થાય છે. નિયમિત રીતે જે વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તથી કરે છે તેના જીવનમાં ધીરે ધીરે સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:
Spiritual