• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /Vastu Tips: ઘરમાં લગાવો આ 5 તસવીરો, મનમાંથી નેગેટિવ વિચાર દુર થશે અને પોઝિટિવ વિચારવામાં મદદ મળશે

Vastu Tips: ઘરમાં લગાવો આ 5 તસવીરો, મનમાંથી નેગેટિવ વિચાર દુર થશે અને પોઝિટિવ વિચારવામાં મદદ મળશે

Written ByKrupa Shah
Published: Oct 26, 2026, 02:05 PM IST|Updated: Oct 26, 2026, 02:08 PM IST
joinshare
Vastu Tips Positive Thinking: ઘરમાં લગાવેલી તસવીરો મનના વિચારોને અસર કરી શકે છે. માનવામાં આવે છે કે જો નેગેટિવ વિચારો વધારે આવતા હોય તો ઘરમાં આ 5 માંથી કોઈ એક કે એક કરતાં વધુ તસવીર લગાવવાથી લાભ થઈ શકે છે. આ તસવીરોની એનર્જી મનમાંથી નેગેટિવીટી દુર કરવામાં મદદ કરી શકે છે.

ઘણા લોકોને જીવનમાં જોઈએ તેવી સફળતા ન મળે તો મનમાં નિરાશા વધે છે, મનોબળ નબળું પડે છે અને પછી નેગેટિવ વિચારો આવવા લાગે છે. આવા સમયમે ઘરમાં લગાવેલી આ તસવીરો પોઝિટિવ વિચારવામાં મદદ કરી શકે છે.
 

દોડતા ઘોડાની તસવીર1/5

દોડતા ઘોડાની તસવીર

વાસ્તુ અનુસાર ઘરમાં દોડતા ઘોડાની તસવીર લગાવવી જોઈએ. તેનાથી નેગેટિવ એનર્જી દુર થાય છે. દોડતા ઘોડા ગતિ અને પ્રગતિ દર્શાવે છે. આ તસવીર પોઝિટિવ એનર્જી વધારે છે.
ઉગતા સૂર્યની તસવીર2/5

ઉગતા સૂર્યની તસવીર

વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય રુમમાં ઉગતા સૂર્યની તસવીર લગાવી શકાય છે. ઉગતા સૂર્યની એનર્જી નિરાશા દુર કરી પોઝિટિવીટી વધારે છે. ઉગતા સૂર્યની તસવીર પ્રેરણા, ઉર્જા વધારે છે.
હરિયાળી3/5

હરિયાળી

ઘરની અંદર એવી તસવીર લગાવી શકાય છે જેમાં ચારેતરફ હરિયાળી દેખાતી હોય. હરિયાળી અને કુદરતી સૌંદર્ય નેગેટિવ વિચારો દુર કરી જીવનને લઈ પોઝિટિવ વિચારવામાં મદદ કરી શકે છે. લીલોતરી જોવાથી જીવનમાં તાજગીનો અનુભવ થાય છે.
પર્વતોની તસવીર4/5

પર્વતોની તસવીર

ઘરમાં એવી તસવીર પણ લગાવી શકો છો જેમાં પર્વતો દેખાતા હોય. પર્વત ઊંચાઈ, પ્રગતિ, સ્થિરતા દર્શાવે છે. આવી તસવીર ઘરમાં હોય તો સ્ટ્રેસ ઓછો થાય છે, શાંતિનો અનુભવ થાય છે. પર્વતોની તસવીર બાળકોના રુમમાં લગાવવી શુભ રહે છે.
માં સરસ્વતીની તસવીર5/5

માં સરસ્વતીની તસવીર

ઘરમાં માં સરસ્વતીની તસવીર પણ યોગ્ય દિશામાં લગાવવાથી ફાયદો થઈ શકે છે. માં સરસ્વતીની તસવીર શુભતાનું પ્રતિક છે. તેની ઉર્જાથી બુદ્ધિ, વિવેક, કલા અને જ્ઞાન વધે છે. માં સરસ્વતીની તસવીર બાળકોના રુમમાં કે પૂજા રુમમાં રાખવી શુભ રહે છે. (Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Spiritual

Trending

  • News
  • Photos
  • Videos
વ્યાજખોરોના આતંકથી દંપત્તિએ જીવન ટૂંકાવ્યું, 8 લાખ રૂપિયાનું રોજનું વ્યાજ 42,000? 21 લાખ ચૂકવ્યા છતાં જીવવું ભારે કરી નાખ્યું

વ્યાજખોરોના આતંકથી દંપત્તિએ જીવન ટૂંકાવ્યું, 8 લાખ રૂપિયાનું રોજનું વ્યાજ 42,000? 21 લાખ ચૂકવ્યા છતાં જીવવું ભારે કરી નાખ્યું

2

Cretaથી નાની અને Venueથી મોટી: હ્યુન્ડાઈની નવી SUV ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

3

IND vs NZ T20: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી ત્રીજી T20માંથી બહાર

4

Jailer 2: રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ, દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની

5

ફિલ્મ બિઝનેસને નવી દિશા આપવા ઝીનો મોટો નિર્ણય, કોમલ નાહટાને ક્રિએટિવ ડિરેક્ટર બનાવ્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.