• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Jailer 2: રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ, દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની

Jailer 2: રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ, દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની

Jailer 2 Box Office Collection: રજનીકાંતની ફિલ્મ જેલર 2 ના નામે નવો રેકોર્ડ સર્જાયો છે. જેલર 2 સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બની છે. ફિલ્મનું અત્યાર સુધીનો વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ કલેકશન 700 કરોડથી વધારે છે.

Written ByKrupa Shah
Published: Oct 26, 2026, 03:05 PM IST|Updated: Oct 26, 2026, 03:08 PM IST
joinshare
Jailer 2: રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ, દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વ્યાજખોરોના આતંકથી દંપત્તિએ જીવન ટૂંકાવ્યું, 8 લાખ રૂપિયાનું રોજનું વ્યાજ 42,000? 21 લાખ ચૂકવ્યા છતાં જીવવું ભારે કરી નાખ્યું

વ્યાજખોરોના આતંકથી દંપત્તિએ જીવન ટૂંકાવ્યું, 8 લાખ રૂપિયાનું રોજનું વ્યાજ 42,000? 21 લાખ ચૂકવ્યા છતાં જીવવું ભારે કરી નાખ્યું

2

Cretaથી નાની અને Venueથી મોટી: હ્યુન્ડાઈની નવી SUV ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

3

IND vs NZ T20: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી ત્રીજી T20માંથી બહાર

4

Jailer 2: રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ, દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની

5

ફિલ્મ બિઝનેસને નવી દિશા આપવા ઝીનો મોટો નિર્ણય, કોમલ નાહટાને ક્રિએટિવ ડિરેક્ટર બનાવ્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jailer 2 Box Office Collection: સુપર સ્ટાર રજનીકાંતે ફરી એક વખત સાબિત કર્યું છે કે તે એકલા હાથે પણ ફિલ્મને બ્લોકબસ્ટેટ બનાવી શકે છે. રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ જેલર ટુ એ દુનિયાભરમાં કમાણી કરવાની વાતમાં નવો રેકોર્ડ સર્જી દીધો છે. હવે દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની છે. રજનીકાંતની એક્શન ડ્રામા ફિલ્મ જેલર ટુ એ 700 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

દુનિયાભરમાં કમાણી 710 કરોડથી વધુની કમાણી

વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન ની વાત કરીએ તો સેલ્કનિકના રિપોર્ટ અનુસાર 25 ઓક્ટોબર રવિવારે જેલર ટુ ફિલ્મની દુનિયાભરમાં કમાણી 710 કરોડથી વધારેની હતી. આ આંકડો ફિલ્મ રિલીઝ થઈ તેના 11 દિવસમાં જ પાર થઈ ગયો છે. રજનીકાંતની ફિલ્મ જેલર 2 15 ઓક્ટોબરે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. 2026 ની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ પણ બની છે. રજનીકાંતની ફિલ્મ જેલર 2 એ અક્ષય કુમાર અને રજનીકાંત ની ફિલ્મ 2.0 ના લાઈફ ટાઈમ ગ્લોબલ કલેકશનને પણ પાછળ છોડી દીધું છે. 2.0 ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન 691 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો: Govinda: સુનીતા આહુજાએ ડિવોર્સ અરજી શા માટે પાછી ખેંચી ? ગોવિંદાએ જણાવી દીધું કારણ, અફેર વિશે પણ ખુલાસો કર્યો

જેલર 2 ની ભારતમાં કમાણીની વાત કરીએ તો રવિવારે આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 25.70 કરોડ રૂપિયા થયું. રવિવારની કમાણી સાથે ભારતમાં જેલર 2 નું ગ્રોસ કલેક્શન 466 કરોડથી વધી ગયું છે જ્યારે ભારતમાં ફિલ્મનું નેટ કલેક્શન 398 કરોડથી વધારે નું નોંધાયું છે. ફિલ્મના તમિલ વર્ઝનની કમાણી સૌથી વધુ નોંધાઈ રહી છે.

જેલર 2 નું અલગ અલગ ભાષામાં શાનદાર પ્રદર્શન 

સેલ્કનિકના આંકડા અનુસાર રવિવારે ફિલ્મના તમિલ વર્ઝનના શો માંથી 17 કરોડથી વધુની કમાણી થઈ. ત્યાર પછી તેલુગુ વર્ઝનની કમાણી 4.50 કરોડ નોંધાય. હિન્દી વર્ઝનની કમાણી રવિવારે 3.15 કરોડ રૂપિયા નોંધાઈ હતી. કન્નડ વર્ઝનમાં સૌથી ઓછી કમાણી થઈ રહી છે. જેલર ટુ અલગ અલગ ભાષામાં શાનદાર પ્રદર્શન કરીને બોક્સ ઓફિસ પર ધુંઆધાર કમાણી કરી રહી છે. અલગ અલગ ભાષાની કુલ કમાણીના કારણે આ ફિલ્મ દુનિયાભરમાં નવો રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે.

દુનિયાભરમાં તમિલ ફિલ્મોની કમાણીની વાતમાં રજનીકાંતની જ ફિલ્મ 2.0 પહેલા નંબરે હતી. પરંતુ હવે જેલર 2 પહેલા ક્રમે આવી ગઈ છે. જણાવી દઈએ કે જેલર 2 ફિલ્મ રિલીઝ થઈ તેના થોડા જ દિવસોમાં 300 અને 400 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો હતો. સૌથી ઝડપથી 400 કરોડનો આંકડો ક્રોસ કરનારી તમિલ ફિલ્મ પણ જેલર ટુ છે.

આ પણ વાંચો: Ramayana: રામાયણ ફિલ્મનો ક્રેઝ વધ્યો, એડવાન્સ બુકિંગમાં હાઉસ ફુલ થઈ રહ્યા છે શો, એડવાન્સ બુકિંગથી થઈ કરોડોની કમાણી

રજનીકાંતની તમિલ સિનેમામાં મજબૂતી વધી

જેલર ટુ ફિલ્મની સફળતાથી રજનીકાંતની તમિલ સિનેમામાં મજબૂતી વધી ગઈ છે. રજનીકાંતે ફરી એક વખત સાબિત કરી દીધું છે કે તે આ ઉંમરે પણ બોક્સ ઓફિસ સ્ટાર છે. ફિલ્મના નિર્દેશક એ પણ એક્સ પર પ્રતિક્રિયા આપતી વખતે રજનીકાંતના વખાણ કર્યા હતા અને લખ્યું હતું કે રજનીકાંતનો જાદુ જ અલગ છે. સાથે જ તેણે જેલર ટુ ને શાનદાર રિસ્પોન્સ આપનાર દર્શકોનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે જેલર 2 માં રજનીકાંત સાથે અન્ય મોટા ગજાના કલાકારો પણ જોવા મળે છે. જેમાં રામ્યા કૃષ્ણન, મોહનલાલ, શિવા રાજકુમાર, જેકી શ્રોફ, વિદ્યા બાલન, મિથુન ચક્રવર્તી, વિજય સેતુપતિ અને ઋત્વિક રોશન પણ આ ફિલ્મમાં અલગ અલગ પાત્રોમાં જોવા મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news