• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Govinda: સુનીતા આહુજાએ ડિવોર્સ અરજી શા માટે પાછી ખેંચી ? ગોવિંદાએ જણાવી દીધું કારણ, અફેર વિશે પણ ખુલાસો કર્યો

Govinda: સુનીતા આહુજાએ ડિવોર્સ અરજી શા માટે પાછી ખેંચી ? ગોવિંદાએ જણાવી દીધું કારણ, અફેર વિશે પણ ખુલાસો કર્યો

Govinda : ગોવિંદાએ તાજેતરના ઈંટરવ્યુમાં તેની પર્સનલ લાઈફ વિશે ચર્ચા કરી હતી. વાતચીત દરમિયાન ગોવિંદાએ એ પણ જણાવ્યું હતું કે શા માટે સુનીતા આહુજાએ ડિવોર્સની અરજી પરત લીધી છે.

Written ByKrupa Shah
Published: Oct 26, 2026, 08:42 AM IST|Updated: Oct 26, 2026, 08:46 AM IST
joinshare
Govinda: સુનીતા આહુજાએ ડિવોર્સ અરજી શા માટે પાછી ખેંચી ? ગોવિંદાએ જણાવી દીધું કારણ, અફેર વિશે પણ ખુલાસો કર્યો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રાજકોટના જળસંકટને લઈને મોટા સમાચાર, સરકારે નર્મદાના નીર આપવા આપી દીધી લીલી ઝંડી

રાજકોટના જળસંકટને લઈને મોટા સમાચાર, સરકારે નર્મદાના નીર આપવા આપી દીધી લીલી ઝંડી

2

Ramayana: રામાયણ ફિલ્મનો ક્રેઝ વધ્યો, એડવાન્સ બુકિંગમાં હાઉસ ફુલ થઈ રહ્યા છે શો, એડવાન્સ બુકિંગથી થઈ કરોડોની કમાણી

3

LICની ધમાકેદાર સ્કીમ: રોજ માત્ર ₹45ના રોકાણ પર મેચ્યોરિટી પર મળશે ₹25 લાખ, જાણો સંપૂર્ણ ગણતરી

4

Govinda: સુનીતા આહુજાએ ડિવોર્સ અરજી શા માટે પાછી ખેંચી ? ગોવિંદાએ જણાવી દીધું કારણ, અફેર વિશે પણ ખુલાસો કર્યો

5

PM મોદીના પિતા પર ખડગેની વિવાદિત ટિપ્પણી: ફરિયાદ નોંધાઈ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Govinda : છેલ્લા ઘણા સમયથી ગોવિંદા અને સુનિતા આહુજાના લગ્ન જીવનમાં સમસ્યાઓ ચાલી રહી છે. સુનીતા જાહેરમાં ગોવિંદાના અફેરની ચર્ચાઓ કરતી હોય છે. તેવામાં તાજેતરમાં ગોવિંદાએ એબીપીને આપેલા ઇન્ટરવ્યૂમાં સુનીતા આહુજા, ડિવોર્સની અરજી અને તેના અફેર વિશે સ્પષ્ટતાઓ કરી હતી. ગોવિંદાએ એ પણ જણાવ્યું કે સુનીતા આહુજાએ ડિવોર્સ અરજી શા માટે પરત લઈ લીધી.

ગોવિંદાએ ચૂપી તોડી

ગોવિંદા તેની આગામી ફિલ્મ રૂપા ને લઈને ચર્ચામાં છે. જોકે જ્યારથી ગોવિંદા આ ફિલ્મની અભિનેત્રી કોમલ રાની સાથે જોવા મળે છે ત્યારથી જ સુનિતા આહુજા બંનેનું અફેર ચાલી રહ્યું છે તેવી વાતો કરતી પણ જોવા મળે છે. આ મામલે હવે ગોવિંદાએ ચૂપી તોડી છે. ગોવિંદાએ તાજેતરના ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્ન જીવન વિશે ખુલીને વાત કરી હતી. આ મુલાકાતમાં ગોવિંદાએ સુનિતા આહુજા વિશે પણ કેટલાક ખુલાસા કર્યા હતા. સાથે જ પોતાના અફેરને લઈને પણ વાત કરી હતી..

આ પણ વાંચો: Scout OP Love Gill : બિગ બોસ 20 માં મસાજ પાર્લર ચલાવતા સ્કાઉટ પર ભડકી ગર્લફ્રેન્ડ, લવ ગિલથી દુર રહેવાની આપી વોર્નિંગ

સુનિતા આહુજાન પહેલો પ્રેમ 

ગોવિંદાએ આ મુલાકાત દરમિયાન સુનિતા આહુજાને તેનો પહેલો પ્રેમ ગણાવી હતી.. અને તેણે એવું પણ કહ્યું કે પ્રેમમાં કોઈ રમત ન હોય. સાથે જ તેણે સુનિતા આહુજાના વર્તન માટે એવું કહ્યું હતું કે સુનિતા આહુજા જે પણ કરે છે તે તેના બાળકો માટે છે. અફેર ની વાત માં ગોવિંદાએ જણાવ્યું હતું કે. તેને 8 વર્ષ પહેલાં જ ખબર હતી કે તેની લાઇફમાં આવો સમય આવશે.  તેણે કહ્યું હતું કે બદનામી પહેલાથી જ તેના જીવનનો એક ભાગ રહી છે. ઘણી વખત તેના નામને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સુનીતાની આંખ પર પડદો પડી ગયો છે

ગોવિંદાએ સુનિતા આહુજા માટે કહ્યું હતું કે સુનીતા આહુજા તેના ઘરની લક્ષ્મી છે અને ભાગ્યવાન છે. ગોવિંદા એ આ મુલાકાત દરમિયાન એવું પણ કહ્યું કે આજે તે જેટલો સફળ છે તેમાં સૌથી મોટું યોગદાન સુનિતાનું છે. સુનીતા આહુજાના સપોર્ટ ના કારણે જ તે અહીંયા સુધી પહોંચ્યો છે. પરંતુ હાલ સુનીતાની આંખ પર પડદો પડી ગયો છે. ગોવિંદાએ એવું પણ કહ્યું કે સુનીતા કોઈના પ્રભાવમાં આવી ગઈ છે. તે સત્ય શું છે તે જોઈ શકતી નથી એટલે આવું કરે છે.

આ પણ વાંચો: Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતિ રાવ હૈદરીની જામી જોડી, આ ઓટીટી પર રિલીઝ થશે રોમ-કોમ મુવી

અમે હિન્દુ છીએ.. 

ગોવિંદાને જ્યારે પૂછવામાં આવ્યું કે સુનીતા આહુજા ડિવોર્સ અરજી પરત લીધી તેનું કારણ શું. આ વાત ના જવાબમાં ગોવિંદાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સુનિતા એ તેની મરજીથી જ ડિવોર્સ અરજી પરત લીધી અને તેને લેવી જ પડે. ડિવોર્સ અરજી પરત લેવા માટે ધમકી નથી આપવામાં આવી પ્રેમથી જ પરત લેવામાં આવી છે. ગોવિંદા એ એવું પણ કહ્યું કે અમે હિન્દુ છીએ અને હિન્દુમાં તલાક શબ્દ આવતો જ નથી. આપણે ત્યાં બધી જ વ્યવસ્થા છે. ગોવિંદાએ એવું પણ કહ્યું હતું કે સુનીતા માટે તે પહેલા જેવો હતો તેવો જ છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news