• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /PM મોદીના પિતા પર ખડગેની વિવાદિત ટિપ્પણી: ફરિયાદ નોંધાઈ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન

PM મોદીના પિતા પર ખડગેની વિવાદિત ટિપ્પણી: ફરિયાદ નોંધાઈ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરિવાર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેને લઈને રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે. સોમવાર, 26 ઓગસ્ટે ભાજપ દ્વારા દેશભરમાં ખડગે વિરુદ્ધ વિરોધ કરવામાં આવશે.

Written ByGokani Dhaval
Published: Oct 26, 2026, 08:26 AM IST|Updated: Oct 26, 2026, 08:28 AM IST
joinshare
PM મોદીના પિતા પર ખડગેની વિવાદિત ટિપ્પણી: ફરિયાદ નોંધાઈ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રાજકોટના જળસંકટને લઈને મોટા સમાચાર, સરકારે નર્મદાના નીર આપવા આપી દીધી લીલી ઝંડી

રાજકોટના જળસંકટને લઈને મોટા સમાચાર, સરકારે નર્મદાના નીર આપવા આપી દીધી લીલી ઝંડી

2

Ramayana: રામાયણ ફિલ્મનો ક્રેઝ વધ્યો, એડવાન્સ બુકિંગમાં હાઉસ ફુલ થઈ રહ્યા છે શો, એડવાન્સ બુકિંગથી થઈ કરોડોની કમાણી

3

LICની ધમાકેદાર સ્કીમ: રોજ માત્ર ₹45ના રોકાણ પર મેચ્યોરિટી પર મળશે ₹25 લાખ, જાણો સંપૂર્ણ ગણતરી

4

Govinda: સુનીતા આહુજાએ ડિવોર્સ અરજી શા માટે પાછી ખેંચી ? ગોવિંદાએ જણાવી દીધું કારણ, અફેર વિશે પણ ખુલાસો કર્યો

5

PM મોદીના પિતા પર ખડગેની વિવાદિત ટિપ્પણી: ફરિયાદ નોંધાઈ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કથિત રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેને લઈને રાજકીય હોબાળો મચી ગયો છે. આ મામલામાં ખડગે વિરુદ્ધ પટનામાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસને ઘેરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે તમામ મર્યાદાઓ પાર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ આજે દેશભરમાં ખડગે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

હકીકતમાં કોંગ્રેસના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના કરતા ખડગે ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન દર્શકોમાં હાજર એક વ્યક્તિએ હસ્તક્ષેપ કરતા કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી ક્યાય જવાના નથી. તેના પર ખડગેએ વિવાદિત નિવેદન આપ્યું. આ ટિપ્પણી બાદ રાજકીય વિવાદ ઉભો થઈ ગયો છે.

બિહાર ભાજપ પ્રદેશ કાર્યસમિતિના સભ્ય કૃષ્ણ કુમારે આ ફરિયાદ દાખલ કરાવતા મામલામાં તપાસની માગ કરી છે. આ વિવાદ બિહારની રાજધાની પટના સ્થિત બાપુ સભાગૃહમાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહની જયંતી પર આયોજીત કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન ખડગેના સંબોધન સમયે થયો હતો.

આ પણ વાંચોઃ "રાવણ," "ઝેરી સાપ" થી લઈને મોદીના બાપ સુધી... મલ્લિકાર્જુન ખડગેના 5 વિવાદાસ્પદ નિવેદનો

ખડગે વિરુદ્ધ ફરિયાદમાં શું કહેવામાં આવ્યું

પોતાની ફરિયાદમાં કૃષ્ણ કુમારે કહ્યુ કે તેમણે ટીવી પર પ્રસારિત સમાચારોના માધ્યમથી કથિત ટિપ્પણી વિશે જાણ્યું, જેનાથી તેમને ઠેંસ પહોંચી છે. તેમણે કહ્યું કે જાહેર મંચ પરથી કોઈ વ્યક્તિના પરિવાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવી સંવેદનશીલ મામલો છે. જાહેર જીવનમાં ગરીમા અને આપસી સન્માન બનાવી રાખવું જરૂરી છે.

અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર

ઘટનાના સામે આવેલા વીડિયોમાં કથિત રીતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાષણ વચ્ચે હસ્તક્ષેપ કરનાર વ્યક્તિ સાથે મારપીટ પણ કરી હતી. ખડગેની ટિપ્પણી પર ભાજપ નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીને તેની આલોચના કરી છે. તો બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાસે માફી માંગવાની માંગ કરી છે.

કોંગ્રેસે ખડગેનો કર્યો બચાવ

કોંગ્રેસે ખડગેની ટિપ્પણીનો બચાવ કર્યો છે. તેમણે દાવો કર્યો કે પટનામાં ભાષણ દરમિયાન ભાજપના એક કાર્યકર્તાએ પહેલા ખડગેના દિવંગત પિતાનું અપમાન કર્યું હતું અને તેના જવાબમાં વરિષ્ઠ નેતાએ પ્રધાનમંત્રી મોદીના વૈચારિક પિતા એટલે કે આરએસએસનો ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક મહિનામાં આ બીજીવાર છે, જ્યારે ખડગેનું અપમાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું કે ઓગસ્ટમાં ઉત્તરાખંડમાં એક રેલીમાં ખડગેના ભાષણ બાદ શુદ્ધિકરણ જેવું અપમાનજનક કામ કરવામાં આવ્યું હતું.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News