દશેરા થી રામાયણ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રામાયણ ફિલ્મની ટિકિટ મોંઘી હોવા છતાં ધડાધડ બુક થઈ રહી છે. એડવાન્સ બુકિંગના કારણે અત્યાર સુધીમાં ફિલ્મે 8 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. એક અંદાજ મુજબ દેશભરમાં રામાયણ ફિલ્મની બે લાખ એડવાન્સ ટિકિટ વેચાઈ ચૂકી છે. રામાયણ ફિલ્મના એડવાન્સ બુકિંગમાં સૌથી વધારે હિન્દી વર્ઝન ની ટિકિટ વેચાઈ રહી છે ત્યાર પછી કન્નડ અને તેલુગુ વર્ઝનના શો પણ બુક થઈ રહ્યા છે.
અત્યાર સુધીમાં રામાયણ ફિલ્મનું ટિકિટનું જે એડવાન્સ બુકિંગ થયું છે તેમાં 87% ટિકિટ હિન્દી ભાષાની બુક થઈ છે. ત્યાર પછી ફિલ્મના કન્નડ વર્ઝનનું સૌથી વધુ બુકિંગ થઈ રહ્યું છે. જેની કમાણી એક કરોડ ની નજીક પહોંચી ચૂકી છે. કેટલાક સિનેમા ઘરોમાં સવારના શો ની 72% ટિકિટો વેચાઈ ચૂકી છે એટલે કે શો ઓલમોસ્ટ હાઉસફુલ થઈ રહ્યા છે. કન્નડ પછી તેલુગુ વર્ઝનની એડવાન્સ ટિકિટ વધારે બુક થતી જોવા મળે છે. તેલુગુ વર્ઝનમાં એક લાખથી વધુની કમાણી થઈ ચૂકી છે. હાલ હિન્દી કન્નડ અને તેલુગુ વર્ઝન ના શો એડવાન્સ ટિકિટ માટે ખુલ્યા છે ધીરે ધીરે અન્ય ક્ષેત્રિય ભાષાના શો પણ બુકિંગ માટે ઓપન થશે તેવી શક્યતા છે.
રામાયણના હિન્દી વર્ષના શો હાઉસફુલ થયા હોવાની જાણકારી પણ સામે આવે છે. અત્યાર સુધીમાં રામાયણ ફિલ્મના સામાન્ય સ્ક્રીન પર 4,000 થી વધુ શો માટે એડવાન્સ ટિકિટ બુક થઈ છે. જે આંકડો 1.5 લાખ ટિકિટ નો છે. જ્યારે આઈ મેક્સ માં 140 શો માં 23,000 ટિકિટ વેચાય છે. રામાયણ ફિલ્મની ટિકિટના આઈ મેક્સના ભાવ 1000 થી વધુ છે જ્યારે સામાન્ય શોમાં ટિકિટ 400 રૂપિયા સુધીમાં વહેંચાઈ રહી છે. ટિકિટના દરમાં વધારે અંતર હોવા છતાં અનેક દર્શક આઈ મેક્સમાં ફિલ્મ જોવા માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી રહ્યા છે.
રામાયણ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થવાની છે પરંતુ જે રીતે ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે તેને જોતા લાગે છે કે રણબીર કપૂર ની ફિલ્મ રામાયણ જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સાહ છે.