• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ખડગેના PM મોદીના પિતા પરના નિવેદનથી રાજકીય ભૂકંપ, BJP ગુજરાતમાં સતત 3 દિવસ કોંગ્રેસ સામે કરશે વિરોધ પ્રદર્શન

ખડગેના PM મોદીના પિતા પરના નિવેદનથી રાજકીય ભૂકંપ, BJP ગુજરાતમાં સતત 3 દિવસ કોંગ્રેસ સામે કરશે વિરોધ પ્રદર્શન

Gujarat News: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પીએમ મોદીના પિતા પર આપેલા નિવેદનને લઈને ભારે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. એકબાજુ આ નિવેદન પર ખડગે વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ત્યારે બીજી બાજુ ભાજપ પણ બરાબર લડી લેવાના મૂડમાં છે અને વિરોધ પ્રદર્શનો કરશે. ભાજપ ગુજરાતમાં સતત ત્રણ દિવસ વિરોધ પ્રદર્શન કરશે. અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

Written ByViral Raval
Published: Oct 26, 2026, 10:21 AM IST|Updated: Oct 26, 2026, 10:58 AM IST
joinshare
ખડગેના PM મોદીના પિતા પરના નિવેદનથી રાજકીય ભૂકંપ, BJP ગુજરાતમાં સતત 3 દિવસ કોંગ્રેસ સામે કરશે વિરોધ પ્રદર્શન
Image Credit: AI Generated Image with File Photos

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
2018ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર: સુલતાનપુરની MP-MLA કોર્ટે સંભળાવ્યો મહત્વનો ફેંસલો

2018ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર: સુલતાનપુરની MP-MLA કોર્ટે સંભળાવ્યો મહત્વનો ફેંસલો

2

Teeth Cleaning: દાંત પર કાળા ડાઘ પડી ગયા છે? આ વસ્તુથી દાંત સાફ કરજો, ડાઘ થઈ જશે સાફ

3

ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે કે નહીં? ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, ખડગેના નિવેદન પર કોંગ્રેસને લીધી આડેહાથ

4

મેચ ફિક્સિંગથી જીત્યું પાકિસ્તાન? શાદાબ ખાનની વિકેટ પર બબાલ, જાણો શું છે ઘટના

5

સર્બિયામાં વિદ્યાર્થી આંદોલને બદલી સત્તા: 14 વર્ષ બાદ એલેક્ઝેન્ડર વુચિચ ચૂંટણી હાર્યા, બે વર્ષથી ચાલી રહ્યો હતો વિરોધ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

(ઈનપુટ, દર્શલ રાવલ, અમદાવાદ):  કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના એક નિવેદને જાણે કોંગ્રેસને બેકફૂટમાં લાવીને મૂકી દીધી છે. એક બાજુ જ્યાં 1 નવેમ્બરની રેલીની ચર્ચાઓ જોરશોરમાં હતી ત્યાં હવે ખડગેના પીએમ મોદીના પિતા પરના નિવેદને કોંગ્રેસને જાણે મુશ્કેલીમાં લાવી દીધી હોય તેવું જણાઈ રહ્યું છે. ભાજપે સોમવારે દેશભરમાં ખડગે વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ ગુજરાતમાં પણ મોટા શહેરોમાં ભાજપ દ્વારા આ મુદ્દે આકરો વિરોધ વ્યક્ત કરવામાં આવશે.

આજે અમદાવાદમાં થશે વિરોધ પ્રદર્શન

આજે ભાજપ દ્વારા અમદાવાદમાં પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે મલ્લિકાર્જૂન ખડગેના પીએમ મોદીના પિતા અંગે આપેલા નિવેદન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ભાજપ આજે અને આવતી કાલે લોકતંત્ર બચાવો અરાજકતા હટાવોના સૂત્ર સાથે વિરોધ નોંધાવશે.

PM મોદીના પિતા પર ખડગેની વિવાદિત ટિપ્પણી: ફરિયાદ નોંધાઈ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન


આવતી કાલે અમદાવાદ-રાજકોટમાં

  • આવતી કાલે ભાજપ દ્વારા અમદાવાદ અને રાજકોટમાં દેખાવો યોજાશે. કાલે સાંજે 5 વાગે અમદાવાદના અખબારનગર વ્યાસ વાડીથી આરટીઓ સુધી પદયાત્રા કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવશે.
  • આ વિરોધમાં મુખ્યમંત્રી અને ભાજપના મોટા નેતાઓ અલગ અલગ જિલ્લાઓમાંથી કાર્યકરો પણ જોડાશે. 
  • આવતી કાલે સાંજે અમદાવાદમાં વિરોધમાં મુખ્યમંત્રી અને જે પી નડા પણ તેમાં જોડાશે
  • રાજકોટ પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ પ્રભારી, સહ પ્રભારી અજય મહાવર, મનસુખ માંડવિયા, અને નિમુબેન બાંભણિયા પણ જોડાશે.

બુધવારે વડોદરા ખાતે કરશે વિરોધ પ્રદર્શન

ભાજપ દ્વારા બુધારે વડોદરા ખાતે અરાજકતા હટાવોના સૂત્ર સાથે કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરાશે. 
વડોદરામાં DyCM સહિત નેતાઓ અને કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાશે.

કોંગ્રેસના અનેક નેતાઓ ખડગેના બચાવમાં આગળ આવ્યા

બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવેદન પર મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ સાંસદ પવન ખેડાએ કહ્યું કે, આવું બીજીવાર બન્યું છે કે જ્યારે સંઘ અને ભાજપના લોકોએ ખડગે સાથે ગેરવર્તણૂક કરી છે. આ અગાઉ ઉત્તરાખંડમાં એક દલિત હોવાના કારણે તેમના વિરુદ્ધ તથાકથિત શુદ્ધિકરણનું અણછાજતું કામ કરાયું હતું. તેમણે કહ્યું કે, જ્યારે ખડગે બિહારમાં ભાષણ આપતા હતા ત્યારે ભાજપના એક કાર્યકરે બૂમો પાડીને કહ્યું કે, ભલે તમારા પિતા આવી જાય પરંતુ મોદી નહીં જાય. એક વરિષ્ઠ નેતા વિરુદ્ધ આવી આપત્તિજનક ભાષાના જવાબમાં ખડગેએ સંઘ અને મોહન ભાગવતનો સંદર્ભ આપતા  કહ્યું હતું કે મોદી જરૂર જશે અને  તેમના વૈચારિક પિતા પણ જશે.

કોંગ્રેસના અન્ય એક દિગ્ગજ નેતા ભૂપેશ બઘેલે કહ્યું કે, તેમાં આટલી ગાળ જેવું શું છે? જ્યારે ભાષણ થઈ રહ્યું હતું ત્યારે કોઈ બૂમો પાડતું હતું. આ તો બસ બોલવાની એક રીત છે. એમના દેવતા પણ જશે, કે તેમના બાપ પણ જશે એવું કહેવું કઈ અપમાન નથી.

"રાવણ," "ઝેરી સાપ" થી લઈને મોદીના બાપ સુધી... મલ્લિકાર્જુન ખડગેના 5 વિવાદાસ્પદ નિવેદનો જેણે રાજકીય તોફાન લાવ્યું

ટૂંકમાં સમાચાર....

  • ભાજપનો ગુજરાતમાં સતત ત્રણ દિવસ કોંગ્રેસ સામે વિરોધ
  • આજે ભાજપ પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે મલ્લિકાર્જુન ખડગેના pmના પિતા સામેના નિવેદન સામે આજે ભાજપ વિરોધ કરશે
  • જ્યારે આવતી કાલે લોકતંત્ર બચાવો અરાજકતા હટાવો ના સૂત્ર સાથે ભાજપ નોંધાવશે વિરોધ
  • આવતી કાલે મંગળવારે અમદાવાદ અને રાજકોટમાં ભાજપ વિરોધ કરશે
  • આવતી કાલે સાંજે અમદાવાદમાં વિરોધમાં CM અને જે પી નડા જોડાશે
  • જ્યારે રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી જોડાશે
  • કાલે સાંજે 5 વાગે ભાજપ અખબારનગર વ્યાસ વાડીથી RTO સુધી પદયાત્રા કરી નોંધાવશે વિરોધ
  • વિરોધમાં cm અને મોટા નેતા અને અલગ અલગ જિલ્લા માંથી કાર્યકરો જોડાશે
  • જ્યારે રાજકોટ પ્રદેશ અદયક્ષ. સહ પ્રભારી અજય મહાવર. મનસુખ મંડવીયા અને નિમુબેન બામ્ભનિયા જોડાશે
  • જ્યારે પરમદિવસે બુધવારે વડોદરા ખાતે પણ અરાજકતા હટાવો ના સૂત્ર સાથે ભાજપ કોંગ્રેસ સામે વિરોધ કરશે
  • વડોદરામાં DyCM સહિત નેતા અને કાર્યકરો કરશે વિરોધ

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat Politics