• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Teeth Cleaning: દાંત પર કાળા ડાઘ પડી ગયા છે? આ વસ્તુથી દાંત સાફ કરજો, ડાઘ થઈ જશે સાફ

Teeth Cleaning: દાંત પર કાળા ડાઘ પડી ગયા છે? આ વસ્તુથી દાંત સાફ કરજો, ડાઘ થઈ જશે સાફ

Teeth Cleaning Tips: ઘણા લોકોના દાંત પર કાળા ડાઘ દેખાવા લાગે છે. દાંત પરના કાળા ડાઘ કાઢવાના ઘરેલું ઉપાય અહીં જાણો. આ ઉપાયની મદદથી દાંત પરના કાળા ડાઘ કાઢવામાં મદદ મળી શકે છે.

Written ByKrupa Shah
Published: Oct 26, 2026, 11:37 AM IST|Updated: Oct 26, 2026, 11:39 AM IST
joinshare
Teeth Cleaning: દાંત પર કાળા ડાઘ પડી ગયા છે? આ વસ્તુથી દાંત સાફ કરજો, ડાઘ થઈ જશે સાફ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઘરની બાલ્કનીમાંથી ગુટખા થૂંકવા પહોંચેલા વૃદ્ધનું થઈ ગયું મોત, સમગ્ર મામલો જાણી ઉડી જશે તમારા હોશ

ઘરની બાલ્કનીમાંથી ગુટખા થૂંકવા પહોંચેલા વૃદ્ધનું થઈ ગયું મોત, સમગ્ર મામલો જાણી ઉડી જશે તમારા હોશ

2

Skin Pigmentation: આ વિટામિનની ખામીના કારણે ચહેરા પર બદામી રંગના ડાઘ, જાણો કઈ વસ્તુઓ ખાવાથી સ્કિન ક્લિયર થઈ જાય

3

2018ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર: સુલતાનપુરની MP-MLA કોર્ટે સંભળાવ્યો મહત્વનો ફેંસલો

4

Teeth Cleaning: દાંત પર કાળા ડાઘ પડી ગયા છે? આ વસ્તુથી દાંત સાફ કરજો, ડાઘ થઈ જશે સાફ

5

ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે કે નહીં? ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, ખડગેના નિવેદન પર કોંગ્રેસને લીધી આડેહાથ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Teeth Cleaning Tips: દાંતની સફાઈ બરાબર ન થાય ત્યારે દાંત સંબંધિત અલગ અલગ સમસ્યા થાય છે. સફાઈના અભાવના કારણે દાંત ઘણીવાર કાળા દેખાવા લાગે છે. દાંતમાં સડો પણ થઈ શકે છે. ઘણા લોકોને દાંત પર કાળા ડાઘ દેખાવા લાગે છે. આવું મોટાભાગે બાળકોમાં વધારે જોવા મળે છે. બાળકો ચોકલેટ સહિતની મીઠી વસ્તુઓ વધારે ખાતા હોય છે. અને દાંતની સફાઈ બરાબર કરતાં નથી જેના કારણે દાંત પર ડાઘ પડી જાય છે.

દાંત પર દેખાતા કાળા ડાઘના અન્ય કારણ પણ હોય શકે છે. પરંતુ જો સફાઈના અભાવના કારણે દાંત પર ડાઘ દેખાતા હોય તો તેનો ઈલાજ ઘરેલુ વસ્તુઓની મદદથી કરી શકો છો. આજે તમને એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે દાંત પરના ડાઘ ઘરે બેઠા કાઢી શકો છો. તો ચાલો તમને જણાવીએ દાંતની સફાઈ ઘરે બેઠા કઈ રીતે કરવી.

દાંતના ડાઘ કાઢવાની રીતો

આ પણ વાંચો: Ooty: દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન છે ? તો સુંદર હિલ સ્ટેશન વિશે જાણો, આ જગ્યા મિસ કરવા જેવી નથી

બેકિંગ સોડા અને લીંબુ

દાંતની સફાઈનો સૌથી અસરકારક ઉપાય છે બેકિંગ સોડા અને લીંબુ. દાંત પરથી ડાઘ કાઢવા માટે બેકિંગ સોડા લઈ તેમાં લીંબુના ટીપા ઉમેરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટ દાંત પર લગાવો અને 1 થી 2 મિનિટ મસાજ કરો. 2 મિનિટ પછી કોગળા કરી દાંત સાફ કરો. આ ઉપાય સપ્તાહમાં 2 વખત જ કરવો. વધારે કરવાથી દાંતનું ઉપરનું લેયર ખરાબ થઈ શકે છે.

સ્ટ્રોબેરી અને બેકિંગ સોડા

સ્ટ્રોબેરીના ટુકડા લઈ તેમાં બેકિંગ સોડા મિક્સ કરી આ પેસ્ટને દાંત પર લગાવો. 2 મિનિટ બાદ દાંતની સફાઈ કરો. સ્ટ્રોબેરીમાં રહેલું મૈલિક એસિડ દાંત પરના ડાઘ ઓછા કરવામાં મદદ કરી શકે છે.

આ 2 ઉપાય ઉપરાંત દાંતની સફાઈ નિયમિત કરવાનું રાખો. દિવસમાં 2 વખત દાંત સાફ કરવા. કંઈપણ વસ્તુ ખાધા પછી દાંતની સફાઈ સારી રીતે કરવી જેથી દાંતમાં ફસાયેલા કણ અને ગંદકી નીકળી જાય.

જો દાંત પર કાળા ડાઘ હોવાની સાથે દાંતમાં સડો દેખાતો હોય તે દાંતમાં દુખાવો થતો હોય તો ઘરેલુ ઈલાજ કરીને સમય ન કાઢવો. તુરંત ડોક્ટરને બતાવવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News