ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુલ્તાનપુરની અદાલતમાં ચાલી રહેલા કેસમાં સોમવારે તેમને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટમાં સુનાવણીને જોતા રાહુલ ગાંધી સુલ્તાનપુર પહોંચ્યા અને કોર્ટમાં હાજર રહ્યાં હતા. 2018મા ભાજપ નેતા વિજય મિશ્રની અરજી પર દાખલ મામલો પહેલા સિવિલ કોર્ટ બાદમાં એમપી-એમએલએની કોર્ટમાં આવ્યો હતો.
એમપી-એમએલએ કોર્ટના મેજિસ્ટ્રેટ શુભમ વર્માએ ચુકાદાના દિવસે રાહુલ ગાંધીને વ્યક્તિગત રૂપથી હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. ચુકાદા પહેલા તેમને વ્યક્તિગત બોન્ડ અને જામીન બોન્ડ પણ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેને જોતા રાહુલ ગાંધીએ અહીં વ્યક્તિગત બોન્ડ જમા કર્યો હતો.
#WATCH | Sultanpur, Uttar Pradesh: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi leaves from Special MP/MLA Court in Sultanpur. The Court dismissed defamation case against him in a 2018 criminal defamation case. https://t.co/jEl2h7iK2G
— ANI (@ANI) October 26, 2026
મે 2018મા કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ બેંગલુરૂમાં એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આરોપ છે કે આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહને લઈને ટિપ્પણી કરી હતી. ટિપ્પણીને માનહાનિ કારક ગણાવતા ભાજપ નેતા અને સુલ્તાનપુરના જિલ્લા સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ 2018ના રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
કોર્ટે સુનાવણી બાદ 27 નવેમ્બર 2023ના રાહુલ ગાંધીને આરોપી માનતા સમન્સ જારી કર્યું હતું. ત્યારબાદ 20 ફેબ્રુઆરી 2024ના રાહુલ ગાંધી ખુદ સુલ્તાનપુર કોર્ટમાં હાજર થયા હતા. તેમને 25-25 હજારના બે બોન્ડ પર જામીન મળી ગયા હતા. રજૂ થવા દરમિયાન રાહુલ ગાંધીએ આ આરોપોથી ઇનકાર કરતા તેને સત્તા પક્ષનું ષડયંત્ર ગણાવ્યું હતું.
કોર્ટમાં કેસની ટ્રાયલ દરમિયાન અરજીકર્તા તરફથી વિજય મિશ્રા, અનિલ મિશ્રા અને રામચંદ દુબે ત્રણ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.