• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Skin Pigmentation: આ વિટામિનની ખામીના કારણે ચહેરા પર બદામી રંગના ડાઘ, જાણો કઈ વસ્તુઓ ખાવાથી સ્કિન ક્લિયર થઈ જાય

Skin Pigmentation: આ વિટામિનની ખામીના કારણે ચહેરા પર બદામી રંગના ડાઘ, જાણો કઈ વસ્તુઓ ખાવાથી સ્કિન ક્લિયર થઈ જાય

Skin Pigmentation: ચહેરા પર દેખાતા કાળા ડાઘને પિગમેન્ટેશન કહેવામાં આવે છે. પિગમેન્ટેશનમાં ચહેરા પર ખાસ કરીને ગાલ પર બદામી રંગના નાના નાના ડાઘ દેખાવા લાગે છે. આ ડાઘ થવાનું કારણ શરીરમાં વિટામિનની ઊણપ હોય શકે છે.

Written ByKrupa Shah
Published: Oct 26, 2026, 12:21 PM IST|Updated: Oct 26, 2026, 12:25 PM IST
joinshare
Skin Pigmentation: આ વિટામિનની ખામીના કારણે ચહેરા પર બદામી રંગના ડાઘ, જાણો કઈ વસ્તુઓ ખાવાથી સ્કિન ક્લિયર થઈ જાય

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!

વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!

2

ઘરની બાલ્કનીમાંથી ગુટખા થૂંકવા પહોંચેલા વૃદ્ધનું થઈ ગયું મોત, સમગ્ર મામલો જાણી ઉડી જશે તમારા હોશ

3

Skin Pigmentation: આ વિટામિનની ખામીના કારણે ચહેરા પર બદામી રંગના ડાઘ, જાણો કઈ વસ્તુઓ ખાવાથી સ્કિન ક્લિયર થઈ જાય

4

2018ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર: સુલતાનપુરની MP-MLA કોર્ટે સંભળાવ્યો મહત્વનો ફેંસલો

5

Teeth Cleaning: દાંત પર કાળા ડાઘ પડી ગયા છે? આ વસ્તુથી દાંત સાફ કરજો, ડાઘ થઈ જશે સાફ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Skin Pigmentation: ચેહરા પર પિગમેન્ટેશન વધી જાય ત્યારે સ્કિન પર ભૂરા કે બદામી રંગના ડાઘ દેખાવા લાગે છે. ઘણી યુવતીઓને ગાલ પર વધારે પ્રમાણમાં પિગમેન્ટેશન જોવા મળે છે. ચહેરા પર થયેલા આવા ડાઘ આત્મવિશ્વાસને પણ અસર કરે છે. મેકઅપ વડે આવા ડાઘને છુપાવી શકાય છે પરંતુ તેનાથી કાયમી મુક્તિ મેળવવી હોય તો તેનું કારણ જાણવું જરૂરી છે.

સ્કિન એક્સપર્ટ અનુસાર ચહેરા પર થયેલું પિગમેન્ટેશન અલગ અલગ કારણોને લીધે હોય છે, જેમાં વધારે સમય તડકામાં રહેવું, હોર્મોનલ ફેરફાર, આનુવંશિક કારણો અને વિટામિનની ખામી જવાબદાર હોઈ શકે છે. આપણી ત્વચાને મેલાનિન નામનું તત્વ રંગ આપે છે ઘણી વખત મેલાનિન વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતું હોય તો પણ ચહેરા પર બદામી ડાઘ દેખાવા લાગે છે.

આ પણ વાંચો: Skin Tighting Tips: આહારમાં આ પોષકતત્વોનો સમાવેશ કરો, ઢીલી પડેલી ચહેરાની સ્કિન ટાઈટ થવા લાગશે

સ્કિન એક્સપર્ટ અનુસાર મહિલાઓમાં પિગમેન્ટેશનની સમસ્યા મોટાભાગે પોષક તત્વોની ઉણપના કારણે જોવા મળે છે. શરીરમાં જ્યારે આવશ્યક પોષક તત્વોનો અભાવ હોય ત્યારે તેની અસર સ્વાસ્થ્યની સાથે સ્કિન પર પણ થાય છે. જેમાં ત્રણ મહત્વના વિટામિન છે જેની ખામીના કારણે ચહેરા પર બદામી ડાઘ વધવા લાગે છે એટલે કે પિગમેન્ટેશન વધી જાય છે. આ 3 વિટામિન કયા છે ચાલો તમને જણાવીએ.

વિટામીન સી

આપણી સ્કિનમાં કોલેજન બનાવી રાખવામાં અને સ્કીનને સ્વસ્થ રાખવામાં વિટામીન સી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામીન સી ત્વચા ને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન થી બચાવવામાં મદદ કરે છે. શરીરમાં વિટામીન સી ઓછું હોય તો તેનાથી સ્કિન પ્રભાવિત થાય છે.

વિટામીન ઈ

વિટામીન ઈ પણ આપણી સ્કિન માટે જરૂરી પોષક તત્વ છે. વિટામીન ઈ ત્વચાને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં મદદ કરે છે. વિટામીન ઈ ઓછું હોય તો સ્કિન પર પિગમેન્ટેશન વધારે જોવા મળી શકે છે

વિટામીન બી12

ત્વચા પર થયેલા બદામી રંગના ડાઘ પાછળ વિટામીન બી12 ની ખામી જવાબદાર હોઈ શકે છે. વિટામીન બી 12 ની ખામી ના કારણે થાક, નબળાઈ, હાથ પગમાં ઝણઝણાટી જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. તેની સાથે ચહેરા પર ડાઘ પણ જોવા મળી શકે.

આ પણ વાંચો: Navel Oiling: સ્કિનની કઈ સમસ્યા માટે નાભિમાં કયું તેલ લગાડવું જાણો, ફાટેલા હોઠથી લઈ ખીલની તકલીફ મટી જશે

સ્કિન પિગમેન્ટેશન ઓછું કરવાના ઉપાય

ઉપર જણાવેલા પોષક તત્વોની ખામી શરીરમાં હોય અને તેના કારણે ત્વચાનો રંગ બદલી રહ્યો હોય તો કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરીને તમે આ પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરી શકો છો. જેના કારણે સ્કિનને પણ ફાયદો થશે.

1. આહારમાં આમળા અને જામફળ જેવા ફળનો સમાવેશ કરો. આમળા અને જામફળથી પ્રોટીન, વિટામીન સી જેવા પોષક તત્વો મળે છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

2. વિટામીન સી થી ભરપુર લીંબુ અને સંતરાનું સેવન નિયમિત કરો. સંતરા, લીંબુ, મોસંબી જેવા ફળ સ્કીન માટે સૌથી વધારે ફાયદાકારક ગણાય છે.

3. વિટામીન બી12 ની ખામી દૂર કરવા માટે આહારમાં દહીં, દૂધ અને ઈંડા જેવા ખાદ્ય પદાર્થનો સમાવેશ કરો.

4. વિટામીન ઈ માટે ડાયટમાં બદામ, સૂર્યમુખીના બી અને અન્ય ડ્રાયફ્રુટનો સમાવેશ કરો. બદામ વિટામિન ઈ નો સૌથી સારો સ્ત્રોત છે મર્યાદિત માત્રામાં રોજ બદામ ખાઈ શકાય છે.

આ પણ વાંચો: Ooty: દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન છે ? તો સુંદર હિલ સ્ટેશન વિશે જાણો, આ જગ્યા મિસ કરવા જેવી નથી

5. સ્કિન માટે પાલક, મેથી અને અન્ય લીલા શાકભાજી પણ ફાયદાકારક ગણાય છે. તેથી આહારમાં લીલા પાનવાળા શાકભાજીનો સમાવેશ પણ કરવો.

પિગમેન્ટેશન વધે નહીં તે માટે તડકામાં નીકળતા પહેલા સનસ્ક્રીન લગાડવાનું રાખો. બહાર જવાનું હોય તેની 30 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાડવું.

દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી સહિતના પ્રવાહી લેતા રહેવું. શરીરમાં પાણીની ઉણપ હોય તો તેની અસર પણ ત્વચા પર જોવા મળે છે.

પિગમેન્ટેશનની સમસ્યા હોય તેમણે ચહેરા પર લીંબુ, બેકિંગ સોડા જેવી વસ્તુઓ લગાડવાનું ટાળવું. આવી વસ્તુઓ લગાડવાથી પિગમેન્ટેશન વધી શકે છે.

જો ચહેરા પર ડાઘ વધી રહ્યા હોય અને તેનો રંગ વધારે ડાર્ક થતો હોય તો ઘરેલુ ઉપાય ને બદલે ડોક્ટરની સલાહ લેવી. સ્કિન એક્સપર્ટ ની સલાહ અનુસાર સ્કિન માટે યોગ્ય સારવાર શરૂ કરવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Utility News