• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!

વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!

મૂળ ગુજરાતના અને કેનેડામાં વસતા પાંચ વર્ષના અર્જુન પ્રજાપતિએ એવો કમાલ કર્યો છે, જેની ચર્ચા વિશ્વમાં થઈ રહી છે. આ બાળકે પાંચ વર્ષની ઉંમરમાં 3 હજાર પુસ્તકો વાંચી લીધા છે. કેનેડાના પ્રધાનમંત્રી પણ તેના ફેન બન્યા છે. આ બાળકનું આગામી 29 ઓક્ટોબરે સન્માન થવાનું છે. ત્યારે તમે પણ જાણો કોણ છે આ વન્ડર કિડ....

Written ByGokani Dhaval
Published: Oct 26, 2026, 01:26 PM IST|Updated: Oct 26, 2026, 01:31 PM IST
joinshare
વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jio ના જબરદસ્ત પ્લાન, 1 રિચાર્જ અને 3 મહિના ટેન્શન ફ્રી, કિંમત 329 રૂપિયાથી શરૂ

Jio ના જબરદસ્ત પ્લાન, 1 રિચાર્જ અને 3 મહિના ટેન્શન ફ્રી, કિંમત 329 રૂપિયાથી શરૂ

2

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશર હાર્ટને જ નહીં શરીરના આ મહત્વના અંગને પણ કરી નાખે ડેમેજ

3

વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!

4

ઘરની બાલ્કનીમાંથી ગુટખા થૂંકવા પહોંચેલા વૃદ્ધનું થઈ ગયું મોત, સમગ્ર મામલો જાણી ઉડી જશે તમારા હોશ

5

Skin Pigmentation: આ વિટામિનની ખામીના કારણે ચહેરા પર બદામી રંગના ડાઘ, જાણો કઈ વસ્તુઓ ખાવાથી સ્કિન ક્લિયર થઈ જાય

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

અર્જુન પ્રજાપતિ જેવા બાળકો રોજ-રોજ જન્મતા નથી. જ્યારે આ ઉંમરમાં મોટા ભાગના બાળકો અક્ષર અને નાના શબ્દોને ઓળખવાનું શીખી રહ્યાં હોય છે, ત્યારે કેનેડામાં રહેતા પાંચ વર્ષના ગુજરાતી મૂળના અર્જુન પ્રજાપતિએ બ્રહ્માંડની ઉત્પત્તિ પર લખવામાં આવેલા પુસ્તકોનું બ્રહ્મણ કરી રહ્યો હતો. આ નાની ઉંમરના બાળકે માત્ર 18 મહિનાની ઉંમરમાં સ્વતંત્ર રૂપથી વાંચવાનું શરૂ કરી દીધું હતું અને ત્યારથી અત્યાર સુધી ગણિત, ખગોળ વિજ્ઞાન, જેનેટિક્સ, શૂક્ષ્મ જીવ વિજ્ઞાન (microbiology) અને માનવ શરીર વિજ્ઞાન પર 3000થી વધુ પુસ્તકો વાંચી ચૂક્યો છે.

મૂળ ગુજરાતનો છે અર્જુન પ્રજાપતિ

અર્જુનનો પરિવાર મૂળ રૂપથી ગુજરાતના વડોદરાનો છે. તેની શીખવાની ક્ષમતાએ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. અર્જુનને પુસ્તકો પ્રત્યે ગજબનો પ્રેમ છે. 18 મહિનાની ઉંમરમાં વાંચવાનું શરૂ કરનાર અર્જુને બે વર્ષની ઉંમર સુધી રસ્તાના સંકેતો, રેસ્ટોરન્ટના મેનૂ અને નક્શા જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુ સરળતાથી સમજી લેતો હતો. તેના વાંચવાના વિષયોમાં ગણિત, ઈતિહાસ, માનવ જીવ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન અને બ્લેક હોલ જેવા વિષય સામેલ છે. તેના માતા-પિતા કારમાં હંમેશા 8-10 પુસ્તકો રાખે છે, જેથી તેની પાસે હંમેશા દરેક સમયે વાંચવા માટે કંઈક ઉપલબ્ધ રહે.

arjun_prajapati

અસાધારણ IQ:

ટોરેન્ટો સ્ટારના રિપોર્ટ અનુસાર સ્ટેનફોર્ડ-બિનેટે (Stanford-Binet) બુદ્ધિ મૂલ્યાંકનમાં તેનો ફુલ-સ્કેલ IQ 141 નોંધવામાં આવ્યો, જે તેને 99.7મા પર્સેટાઇલમાં રાખે છે. માત્ર ચાર વર્ષની ઉંમરમાં તેણે મેન્સા આંતરરાષ્ટ્રીય (Mensa International) અને ઇરટેલ (Intertel) નું સભ્ય બનવાની યોગ્યતા પ્રાપ્ત કરી હતી.

સિદ્ધિઓ અને સન્માન

અર્જુને ડેવિડસન યંગ સ્કોલર્સ પ્રોગ્રામ માટે માન્યતા પ્રાપ્ત કરી છે, જે અતિ પ્રતિભાશાળી યુવાઓનું સમર્થન કરે છે.

કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની અને ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે અર્જુનને શુભેચ્છા પત્ર મોકલ્યો છે.

તેણે હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) નો પ્રવાસ કર્યો છે અને તેને 29 ઓક્ટોબર 2026ના ઓન્ટારિયોની લેજિસ્લેટિવ એસેમ્બલીમાં વિશેષ સન્માન માટે આમંત્રિત કરવામાં આવ્યો છે.

canada_arjun
અર્જુનની અન્ય રૂચિઓ અને શોખ

અર્જુનની ગતિવિધિઓ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, તેને ફુટબોલ, બાસ્કેટબોલ, સ્વીમિંગ, યોગ અને પેન્ટિંગ કરવાનું પસંદ છે. તે પિયાનો વગાડી શકે છે તથા ફ્રેન્સ અને સ્પેનિશ ભાષા શીખી રહ્યો છે.

મોટો થઈને તે તબીબી ક્ષેત્ર અને વૈજ્ઞાનિક સંશોધનોને જોડી ફિઝિયિયન-સાયન્ટિસ્ટ (ચિકિત્સક વૈજ્ઞાનિક) બનવા ઈચ્છે છે. (પરંતુ અત્યારે આ માત્ર એક રૂચિ છે)

માતા-પિતાનો દ્રષ્ટિકોણ

અર્જુનના પિતા ડો. વિશાલ પ્રજાપતિ (વડોદરામાં એક ફિઝિશિયન અને ક્લિનિકલ રિસર્ચર) અને તેમના માતા મહિતા (એક વકીલ) નું માનવું છે કે એક પ્રતિભાશાળી બાળકનો ઉછેર કરવો પડકાર છે. તેઓ ઈચ્છે છે કે આશાનો ભાર અર્જુનના સામાન્ય બાળપણના અનુભવો પર હાવી ન થાય. તેમની પ્રાથમિકતા તેને શીખવવાની તક આપવા અને સાથે તેના અન્ય શોખને પણ પ્રોત્સાહન આપવાની છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News