મધ્યપ્રદેશનજા વિદિશા જિલ્લામાં એક હચમચાવતી ઘટના બની છે. આ ખુબ ચોંકાવનાર અને બીજા લોકો માટે ચેતવણી પણ છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. વિદિશે જિલ્લાના ગંજબાસૌદામાં એક 65 વર્ષીય વ્યક્તિને ત્રીજા માળેથી ગુટખા થૂંકવી જીવલેણ સાબિત થઈ છે. હકીકતમાં તેઓ ગુટખા થૂંકવા સમયે ત્યાંથી પસાર થઈ રહેલી 11 કેવીની હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવી ગયા અને ઘટનાસ્થળે તેનું મોત થઈ ગયું.
કહેવામાં આવી રહ્યું છે કે કરંટ એટલો ભયાનક હતો કે વૃદ્ધ મકાનની રેલિંગ પર લટકતાં રહ્યાં અને તેનું મોત થઈ ગયું. ઘટનાને બાદ સ્થાનિક લોકો રોષમડાં છે. તેમનું કહેવું છે કે ઘણીવાર ફરિયાદ કર્યા બાદ પણ ખતરનાક વીજ લાઈનને હટાવવામાં આવ્યા નથી. હવે આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
આ દુર્ઘટના વિદિશા જિલ્લાના ગંજબાસૌદાના બોર્ડ 6 સ્થિત ગાયત્રી નગરમાં બની છે. 65 વર્ષીય પ્રભુલાલ ગુપ્તા શુક્રવારે બપોરે એક કલાકે મકાનના ત્રીજા માળે બાલ્કનીમાં ઉભા રહી ગુટખા થૂંકી રહ્યાં હતા. આ દરમિયાન તેઓ 11 કેવીની હાઇટેન્શન તારની ઝપેટમાં આવી ગયા. કરંટ એટલો તીવ્ર હતો કે ત્યાં જ તેમનું મોત થઈ ગયું હતું. તેમનો મૃતદેહ રેલિંગમાં લટકતો મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં વીજળી વિભાગે હાઈ ટેન્શન લાઈનને બંધ કરી હતી. પ્રભુલાલ છેલ્લા 10 વર્ષથી અહીં ભાડાના મકાનમાં રહેતા હતા. મૂળ રૂપથી તેઓ છતરપુરના રહેવાસી હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે નિર્માણાધીન મકાનની ઉપરથી 11 કેવીની વીજળી લાઈન ખુબ નજીકથી પસાર થઈ રહી છે. લોકોએ આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને વીજળી વિભાગ પાસે લાઈન શિફ્ટ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ.