સ્કિન કેર એક્સપર્ટ અનુસાર પણ આપણા શરીરમાં કોલેજન વધારવામાં ત્રણ પોષક તત્વો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કોઈ વ્યક્તિ આ પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ પોતાના આહારમાં સામેલ કરે તો શરીરમાં નેચરલી કોલેજન વધે છે. અને જો કોલેજન પૂરતા પ્રમાણમાં હોય તો તેનાથી સ્કિમ ઢીલી પડતી નથી. તો ચાલો તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જે સ્કિનમાં નેચરલી કોલેજન બુસ્ટ કરવામાં મદદ કરે છે.
સ્કિન એક્સપર્ટ અનુસાર શરીરમાં કોલેજન બને તે માટે પ્રોટીન સૌથી જરૂરી હોય છે. પ્રોટીનથી શરીરને જરૂરી એમિનો એસિડ મળે છે. તેની મદદથી જ શરીરમાં કોલેજન બને છે. જો તમારે સ્કીન લાંબા સમય સુધી હેલ્ધી રાખવી હોય તો આહારમાં પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો. પ્રોટીનથી ભરપૂર વસ્તુઓમાં ઈંડા, દૂધ, દાળ, ચણા, રાજમા અને સોયાબીન લઈ શકો છો.
સ્કિન એક્સપર્ટ અનુસાર કોલેજન માટે વિટામીન સી પણ જરૂરી હોય છે. વિટામીન સી સ્કીનને થતા નુકસાનથી બચાવ કરે છે. આહારમાં વિટામિન સી થી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. વિટામીન સી સ્કીન માટે જરૂરી પોષક તત્વ છે. વિટામીન સી માટે સંતરા, લીંબુ, આમળા, જામફળ જેવા ફળ લઈ શકો છો. આ ફળમાં વિટામીન સી સૌથી વધારે હોય છે.
સ્કિનમાં કોલેજન નેચરલી વધારવું હોય તો ઝીંક અને કોપર જેવા મિનરલ્સ પણ શરીર માટે જરૂરી છે. આ મિનરલ શરીરમાં કોલેજ બનવાની પ્રોસેસમાં મદદરૂપ થાય છે. આ પોષક તત્વ તમને પમકીન સીડ, આખા અનાજ, દાળ, તલ, કાજુ, બદામથી મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)