• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /ઇટલી અને ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન: લૂંટફાટ અને આગજની વચ્ચે સેંકડો લોકોની ધરપકડ

ઇટલી અને ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન: લૂંટફાટ અને આગજની વચ્ચે સેંકડો લોકોની ધરપકડ

યુરોપમાં વધી રહેલી મોંઘવારીએ હવે સરકાર માટે મુશ્કેલી ઉભી કરી છે. તેની સાથે જોડાયેલી ઘટનાઓ ફ્રાન્સ અને ઇટલીમાં જોવા મળી રહી છે, અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા, આગ અને લૂટફાટની ઘટનાઓ થઈ રહી છે.

Written ByGokani Dhaval
Published: Oct 18, 2026, 02:42 PM IST|Updated: Oct 18, 2026, 02:47 PM IST
joinshare
ઇટલી અને ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન: લૂંટફાટ અને આગજની વચ્ચે સેંકડો લોકોની ધરપકડ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
રાત્રે સૂતી વખતે હાથ સુન્ન થઈ જાય છે? ભૂલીને પણ ન કરતા આ વાતની અવગણના, હોઈ શકે છે ગંભીર બીમારીના લક્ષણો

રાત્રે સૂતી વખતે હાથ સુન્ન થઈ જાય છે? ભૂલીને પણ ન કરતા આ વાતની અવગણના, હોઈ શકે છે ગંભીર બીમારીના લક્ષણો

2

Hair Care: વાળમાં તેલ અને સીરમ લગાડવામાં તમે તો ભુલ નથી કરતાં ને ? જાણો ક્યારે તેલ લગાડવું અને ક્યારે સીરમ

3

Skin Tighting Tips: આહારમાં આ પોષકતત્વોનો સમાવેશ કરો, ઢીલી પડેલી ચહેરાની સ્કિન ટાઈટ થવા લાગશે

4

ડીઝલ પછી, હવે રશિયા સાથે આ મોટી ડીલ કરશે અમેરિકા, પુતિનના નજીકના વ્યક્તિએ કરી જાહેરાત, જાણો

5

ઇટલી અને ફ્રાન્સમાં મોંઘવારી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન: લૂંટફાટ અને આગજની વચ્ચે સેંકડો લોકોની ધરપકડ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

યુરોપમાં મોંઘવારી વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરવા લાગ્યા છે. ખાસ કરી ઇટલી અને ફ્રાન્સમાં મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યાં છે. આ દરમિયાન હિંસા અને આગકાંડના પણ સમાચાર છે. પ્રદર્શનકારીઓએ દુકાનોમાં લૂંટફાટ કરી, વાહનો અને અન્ય સંપત્તિઓમાં આગ લગાવી. સ્થિતિ કાબુમાં લેવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સમાં પોલીસે ઓછામાં ઓછા 272 લોકોની ધરપકડ કરી જ્યારે ઇટલીના મિલાનમાં આશરે 50 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

દુકાનોમાં લૂટફાટ અને આગજની

ઇટલીના મિલાનના મધ્ય હિસ્સામાં શનિવારે પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે ઘર્ષણ બાદ દુકાનોમાં લૂંટ ચલાવી અને સંપત્તિઓમાં આગ લગાવી. હિંસાને કારણે પિયાજા ડેલ ડુઓમો ચોક અને મોંઘી વસ્તીઓની દુકાનોની એક બજાર ખાલી થઈ ગઈ, જ્યાં સામાન્ય રીતે ભીડ જોવા મળે છે. અલગ-અલગ જગ્યાએ યુદ્ધ અને વધતી મોંઘવારી વિરુદ્ધ કાઢવામાં આવેલી માર્ચ શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી પરંતુ બાદમાં કેટલાક લોકોએ તોફાન નિયંત્રણ પોલીસ પર પથ્થરો અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. ઘટના બાદ સામે આવેલી તસવીરોમાં કારાબિનિએરી પોલીસ પોલીસની એક ગાડી ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી.

આ પણ વાંચોઃ મોંઘવારી સામે પ્રદર્શન, હિંસાની આગમાં સળગ્યું ફ્રાન્સ! માસ્ક પહેરેલા લોકોનો આતંક

બે પોલીસ અધિકારી ઈજાગ્રસ્ત

સમાચાર એજન્સી લાપ્રેસના રિપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછા બે પોલીસકર્મી ઘાયલ થયા અને ઘણા સગીરો સહિત આશરે 50 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીએ હિંસાની નિંદા કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ શહેરોને આગના હવાલે કરવા નહીં. 

ફ્રાન્સના ઘણા શહેરોમાં હિંસા

ફ્રાન્સમાં પણ વધતી મોંઘવારીને લઈને મોટા પાયે પ્રદર્શન થયા. આ દરમિયાન હિંસાની ઘટનાઓ પણ થઈ. રાજધાની પેરિસમાં કારને આગના હવાલે કરવામાં આવી અને દુકાનોમાં લૂટફાટ થઈ. પોલીસે પ્રદર્શનકારીઓને દૂર કરવા માટે ટિયર ગેસ અને પાણીનો મારો ચલાવ્યો હતો. દેશભરમાં ઓછામાં ઓછા 272 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ફ્રાન્સના ગૃહમંત્રી લોરાં નુનેઝના કાર્યાલય પ્રમાણે દેશના ઘણા હિસ્સામાં પોલીસકર્મી પર હુમલા, લૂટફાટ અને જાહેર ઈમારતોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવી. લ્યોનમાં એક ટૂરિઝ્મ ઓફિસની અંદર આગ લાગી, જ્યારે માર્સિલેમાં દુકાનો અને નગરપાલિકા પોલીસ સ્ટેશનને નુકસાન પહોંચાડવામાં આવ્યું. કેટલાક પ્રદર્શનકારી શહેરના સિટી હોલની લોબીમાં ઘૂસી ગયા હતા.

Add Zee News as a Preferred Source
TAGS:
World News