• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે કે નહીં? ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, ખડગેના નિવેદન પર કોંગ્રેસને લીધી આડેહાથ

ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે કે નહીં? ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, ખડગેના નિવેદન પર કોંગ્રેસને લીધી આડેહાથ

Ahmedabad News: કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ તાજેતરમાં ગુજરાતમાં વહેલી ચૂંટણી થઈ શકે છે તેવો દાવો કર્યો હતો. ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગે આ દાવા પર પ્રતિક્રિયા આપી છે. આ ઉપરાંત તેમણે મલ્લિકાર્જૂન ખડગેના પીએમ મોદીના પિતા પરના નિવેદન બદલ કોંગ્રેસને બરાબર આડેહાથ પણ લીધી.

Written ByViral Raval
Published: Oct 26, 2026, 11:29 AM IST|Updated: Oct 26, 2026, 11:43 AM IST
joinshare
ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે કે નહીં? ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, ખડગેના નિવેદન પર કોંગ્રેસને લીધી આડેહાથ
Image Credit: AI Generated Image with file photos

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ઘરની બાલ્કનીમાંથી ગુટખા થૂંકવા પહોંચેલા વૃદ્ધનું થઈ ગયું મોત, સમગ્ર મામલો જાણી ઉડી જશે તમારા હોશ

ઘરની બાલ્કનીમાંથી ગુટખા થૂંકવા પહોંચેલા વૃદ્ધનું થઈ ગયું મોત, સમગ્ર મામલો જાણી ઉડી જશે તમારા હોશ

2

Skin Pigmentation: આ વિટામિનની ખામીના કારણે ચહેરા પર બદામી રંગના ડાઘ, જાણો કઈ વસ્તુઓ ખાવાથી સ્કિન ક્લિયર થઈ જાય

3

2018ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર: સુલતાનપુરની MP-MLA કોર્ટે સંભળાવ્યો મહત્વનો ફેંસલો

4

Teeth Cleaning: દાંત પર કાળા ડાઘ પડી ગયા છે? આ વસ્તુથી દાંત સાફ કરજો, ડાઘ થઈ જશે સાફ

5

ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે કે નહીં? ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગનું મોટું નિવેદન, ખડગેના નિવેદન પર કોંગ્રેસને લીધી આડેહાથ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દર્શલ રાવલ, અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી તરુણ ચુગ હાલ ગુજરાતના પ્રવાસે છે. અત્રે જણાવવાનું કે છેલ્લા બે મહિનામાં તરુણ ચુગનો આ ચોથો ગુજરાત પ્રવાસ છે જેના કારણે અનેક ચર્ચાઓને વેગ મળ્યો છે.  આજે તેમના અમદાવાદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમ છે અને મહત્વની બેઠક પણ થવાની છે. આ બધા વચ્ચે તેમણે અમદાવાદમાં ગુજરાતમાં વહેલી ચૂંટણીનો જે મુદ્દો ઉઠ્યો છે  તેના પર મોટું નિવેદન આપ્યું. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પીએમ મોદીના પિતા પરના નિવેદન બદલ કોંગ્રેસને પણ આડેહાથ લીધી.

રાજકોટના જળસંકટને લઈને મોટા સમાચાર, સરકારે નર્મદાના નીર આપવા આપી દીધી લીલી ઝંડી

ખડગેના નિવેદન પર કોંગ્રેસને લીધી લપેટામાં

  • પ્રદેશ પ્રભારી તરુણ ચુગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના પીએમ મોદીના પિતા પરના નિવેદન બદલ કોંગ્રેસને બરાબર આડેહાથ લીધી. 
  • તેમણે કહ્યું કે કોંગ્રેસની જે હાર થઈ રહી છે, એટલા માટે કે જનતા તેમને સ્વીકાર કરી રહી નથી. 
  • જનતા તેમને મત આપતી નથી અને એનું આ પરિણામ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય ખડગે પીએમના પિતા વિશે આવું બોલ્યા.
  • તેમણે કહ્યું કે કોંગ્રેસે ભારતના વીરોથી લઈ પીએમ મોદીના માતા અને પિતાને અપશબ્દ કહ્યા. દેશની પ્રજા કોંગ્રેસ પાર્ટીના આવા કુકૃત્યોને માફ નહીં કરે. 
  • રાહુલ ગાંધી અને ખડગે હેબિટ્યુઅલ ઓફેન્ડર બન્યા છે. ઑપરેશન સિંદૂર વખતે સેના વિરુદ્ધ પાકિસ્તાનની ભાષા બોલ્યા. 
  • નવો એજન્ડા બનાવ્યો કે દેશના વિકાસ વિશે સવાલ ઊભા કરવા. દેશમાં અરાજક તત્વને બળ આપવાનું કામ કરે છે. 
  • રાહુલ ગાંધી અને કોંગ્રેસ છે કોણ, જે દેશના સર્વોચ્ચ ન્યાયાલયને આદેશ આપે. તેમણે દેશના લોકતંત્રનું અપમાન કર્યું છે.
  • તરુણ ચુગે કહ્યું કે બધાને અપમાનિત કરવાનો ખેલ રાહુલ ગાંધી પોતાના વિદેશી આકાને ખુશ કરવા ટૂલકિટની જેમ કરે છે. 
  • રાહુલ ગાંધી અને ખડગે એ સાર્વજનિક રીતે દેશ ની માફી માંગવી જોઈએ. 
  • પીએમ મોદી દેશની જે સેવા કરે છે, જેઓ એમના સ્વર્ગીય માતા પિતા વિશે અભદ્ર ભાષા વાપરે છે તેમને દેશ કદી માફ નહીં કરે. 
  • કોંગ્રેસ પાર્ટી એક્સપાયર્ડ ઇન્જેક્શનની જેમ કામ કરે છે. 
  • જેટલી મરજી.. રાહુલની રી લોન્ચિંગ કરે, દેશ સફળ નહીં થવા દે. 
  • રાહુલ ગાંધી અને કોંગ્રેસે દેશની માફી માંગવી જોઈએ.

વહેલી ચૂંટણી અંગે કોંગ્રેસનો દાવો

અત્રે જણાવવાનું વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્રમાં પાણીની સ્થિતિ ઘણી ખરાબ છે. એપ્રિલ, મે સમયે પાણીનો પોકાર ઉઠે તે પહેલા જ ચૂંટણી થશે. આગામી વિધાનસભા ચૂંટણી વહેલી થઈ શકે તેવો  તેમનો દાવો હતો. તેમણે દાવો કરતા કહ્યું હતું કે સરકાર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ચૂંટણી કરાવવા માંગે છે. જો કે કોંગ્રેસના આ દાવા પર ભાજપના પ્રદેશ પ્રભારી  તરુણ ચુગે વળતો જવાબ આપ્યો.

ગાંધીનગરના કાવાદાવા : નવરાત્રિ અને પૂનમ પણ ગઈ, શંકરસિંહ બાપુનો કોંગ્રેસ પ્રવેશ અટક્યો! સરકારની સ્થિતિ થપ્પડ મારીને ગાલ લાલ રાખવા જેવી

ભાજપના પ્રદેશ પ્રભારીએ આપ્યો વળતો જવાબ

ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગે નેતા પ્રતિપક્ષના આક્ષેપ પર કહ્યું કે, સીટ ની પેટી બાંધે સમય પર ચૂંટણી થશે ને પહેલાથી વધુ બેઠક ભાજપ જીતશે. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા વધુ ન બોલીને ચૂંટણી તેના સમયે જ થશે એમ કહ્યું. ભાજપ પ્રભારીએ વિધાનસભા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ચૂંટણી સમયસર જ થશે અને ત્યારે ભાજપ ચૂંટણીમાં ઉતરશે. અગાઉ કરતા વધુ સીટો આ વખતે ભાજપ જીતશે.
 

 

 

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat Politics