Gandhinagar Municipal Election : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનો જંગ જામ્યો છે. તમામ રાજકીય પક્ષોએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે, પરંતુ આ ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોની કહાની ખાસ ચર્ચામાં છે. એક તરફ કરોડોની સંપત્તિ ધરાવતા જશવંત પટેલ છે, તો બીજી તરફ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને ગૃહિણી તરીકે પરિવાર સંભાળતા લીલાબેન ચારેલ છે. બંને ભાજપના ઉમેદવાર છે, પરંતુ બંનેની જીવનશૈલી અને આર્થિક પૃષ્ઠભૂમિ એકબીજાથી સાવ અલગ છે.
ગાંધીનગરમાં રિસોર્ટ પોલિટિક્સ પર આરપારની લડાઈ જોવા મળી રહી છે. કોંગ્રેસે આ અંગે ચૂંટણી આયોગને રજૂઆત પણ કરી છે. ઉમેદવારના પરિવારને ડરાવાતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે. જ્યારે ભાજપનું કહેવું છે કે કોંગ્રેસને તેમના કાર્યકરો પર જ વિશ્વાસ નથી. ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સનો ઈતિહાસ કઈ નવો નથી. વિગતવાર માહિતી ખાસ જાણો.
Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસે ભારે શક્તિપ્રદર્શન કર્યું, તો બીજી તરફ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દેતાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે. જોઈએ આ ખાસ રિપોર્ટમાં...