• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /LICની ધમાકેદાર સ્કીમ: રોજ માત્ર ₹45ના રોકાણ પર મેચ્યોરિટી પર મળશે ₹25 લાખ, જાણો સંપૂર્ણ ગણતરી

LICની ધમાકેદાર સ્કીમ: રોજ માત્ર ₹45ના રોકાણ પર મેચ્યોરિટી પર મળશે ₹25 લાખ, જાણો સંપૂર્ણ ગણતરી

LIC Best Double Bonus Scheme: એલઆઈસી દરેક ઉંમર વર્ગના લોકો માટે એકથી એક ચડિયાતા પ્લાન ઓફર કરે છે, તેમાં જીવન આનંદ ખાસ છે, જે એક નહીં પરંતુ પોલિસી હોલ્ડરને બે વખત બોનસનો લાભ આપે છે.

Written ByGokani Dhaval
Published: Oct 26, 2026, 09:04 AM IST|Updated: Oct 26, 2026, 09:06 AM IST
joinshare
LICની ધમાકેદાર સ્કીમ: રોજ માત્ર ₹45ના રોકાણ પર મેચ્યોરિટી પર મળશે ₹25 લાખ, જાણો સંપૂર્ણ ગણતરી

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સર્બિયામાં વિદ્યાર્થી આંદોલને બદલી સત્તા: 14 વર્ષ બાદ એલેક્ઝેન્ડર વુચિચ ચૂંટણી હાર્યા, બે વર્ષથી ચાલી રહ્યો હતો વિરોધ

સર્બિયામાં વિદ્યાર્થી આંદોલને બદલી સત્તા: 14 વર્ષ બાદ એલેક્ઝેન્ડર વુચિચ ચૂંટણી હાર્યા, બે વર્ષથી ચાલી રહ્યો હતો વિરોધ

2

ખડગેના PM મોદીના પિતા પરના નિવેદનથી રાજકીય ભૂકંપ, BJP ગુજરાતમાં સતત 3 દિવસ કોંગ્રેસ સામે કરશે વિરોધ પ્રદર્શન

3

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: હવે કાઉન્ટર ટિકિટ પર પણ માત્ર 45 પૈસામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવચ

4

રાજકોટના જળસંકટને લઈને મોટા સમાચાર, સરકારે નર્મદાના નીર આપવા આપી દીધી લીલી ઝંડી

5

Ramayana: રામાયણ ફિલ્મનો ક્રેઝ વધ્યો, એડવાન્સ બુકિંગમાં હાઉસ ફુલ થઈ રહ્યા છે શો, એડવાન્સ બુકિંગથી થઈ કરોડોની કમાણી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દેશની સૌથી મોટી વીમા કંપની એટલે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા ઓફર કરવામાં આવતા પ્લાન ન માત્ર સુરક્ષાની દ્રષ્ટિએ પોપ્યુલર છે, પરંતુ તેમાં રિટર્ન પણ ધાંસૂ મળે છે. બાળકો હોય, વૃદ્ધ હોય કે પછી મહિલાઓ, એલઆઈસી દરેક ઉંમર વર્ગ માટે પોલિસી રજૂ કરે છે, તેમાં તમે નાની રકમ રોકાણ કરી મોટું ફંડ બનાવી શકો છો.

આવી એક સ્કીમ છે એલઆઈસીની જીવન આનંદ પોલિસી  (LIC Jeevan Anand), જે મેચ્યોરિટી પર 25 લાખ રૂપિયાનો જુગાડ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમાં રોકાણ પર તમામ બેનિફિટ્સ પણ મળે છે.

નાનું પેકેટ, મોટો ધમાકા પ્લાન

ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ ભેગું કરવાનો પ્લાન છે, તો પછી એલઆઈસીની જીવન આનંદ પોલીસે એક શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે. એક રીતે આ ટર્મ પોલિસીની જેમ છે. જેટલા સમય માટે તમારી પોલિસી છે, તમે એટલા સમય સુધી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.

આ પ્લાન એક નહીં, પરંતુ ઘણા મેચ્યોરિટી બેનિફિટ (Maturity Benefit) ની સાથે આવે છે. તેમાં ઓછામાં ઓછા એક લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ હોય છે, જ્યારે મહત્તમ લિમિટ નક્કી નથી.

આ પણ વાંચોઃ IPO Alert: 26 થી 30 ઓક્ટોબર દરમિયાન ખુલશે 9 કંપનીઓના IPO, રોકાણ કરતા પહેલાં જાણો

25 લાખ માટે માત્ર આટલું રોકાણ

LIC Jeevan Anand Policy માં તમે આશરે 1358 રૂપિયા દર મહિને જમા કરી 25 લાખ રૂપિયા મેળવી શકો છો. આ હિસાબથી જુઓ તો દર મહિને તમારે માત્ર 45 રૂપિયાની બચત કરવી પડશે. પરંતુ એલઆઈસીની આ પોલિસીને એક લાંબાગાળાના પ્લાન તરીકે જોવામાં આવે છે.

તેનો પોલિસીનો સમયગાળો 15થી 35 વર્ષનો છે. એટલે કે જો તમે આ પોલિસી હેઠળ દરરોજ 45 રૂપિયાની બચત કરી 35 વર્ષ માટે રોકાણ કરો છો તો આ યોજનામાં મેચ્યોરિટી પૂરી થયા બાદ તમને 25 લાખ રૂપિયા મળશે. વાર્ષિક આધાર પર તમારા દ્વારા રોકાણ કરવામાં આવેલી રકમ આશરે 16300 રૂપિયા હશે.

ડબલ બોનસ સાથે મળશે આટલી રકમ

દર વર્ષે 16300 રૂપિયાનું રોકાણ તમે આ એલઆઈસી પોલિસીમાં 35 વર્ષ સુધી કરો છો તો કુલ મળી તમારી જમા રકમ 5,70,500 રૂપિયા જમા કરશો. હવે પોલિસીના નિયમ પ્રમાણે તેમાં બેઝિક સમ એશ્યોર્ડ પાંચ લાખ રૂપિયા હશે, જેની સાથે મેચ્યોરિટી પીરિયડ બાદ તમને આ રકમમાં રિવિઝનરી બોનસ 8.60 લાખ રૂપિયા અને ફાઈનલ બોનસ 11.50 લાખ રૂપિયા જોડી આપવામાં આવશે. એલઆઈસી જીવન આનંદ પોલિસીમાં બે વખત બોનસ આપવામાં આવે છે, પરંતુ તે માટે તમારી પોલિસી 15 વર્ષની હોવી જરૂરી છે.

આ પણ વાંચોઃ ધનતેરસ-દિવાળી પહેલા સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાર દિવસમાં ચાંદી ₹16,0000 સસ્તી

પ્લાન સાથે મળે છે આ ફાયદા

જીવન આનંદ પોલિસી લેનાર પોલિસીહોલ્ડરને આ યોજના હેઠળ કોઈ પ્રકારની ટેક્સ છૂટનો લાભ મળતો નથી, પરંતુ તેમાં તમને ચાર પ્રકારના રાઇડર્સ મળે છે. તેમાં એક્સીડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સીડેન્ટ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઈન્શ્યોરેન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ બેનિફિટ રાઇડર સામેલ છે.

જો ડેથ બેનિફિટની વાત કરીએ તો પોલિસી હોલ્ડરનું કોઈ કારણે મોત થાય છે, તો નોમિનીને પોલિસીના 125 ટકા ડેથ બેનિફિટ મળશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News