લવ ગિલ અને સ્કાઉટની કેમેસ્ટ્રી છેલ્લા કેટલાક એપિસોડથી ચર્ચામાં છે. કારણ કે તે બંને એકબીજા સાથે એવી રીતે જોવા મળે છે કે જે દર્શકોને પણ યોગ્ય લાગતું નથી. શોમાં સ્કાઉટ જાણે લવ ગિલને અડવાનું બહાનું શોધતો હોય તેમ તેને સતત મસાજ આપતો જોવા મળે છે. લવ ગિલ પણ સ્કાઉટ પાસે એવી રીતે મસાજ કરાવે છે જે બિગ બોસ જોતા દર્શકોને પણ યોગ્ય લાગતું નથી. લવ ગિલને આ બાબતે સલમાન ખાને પણ ટકોર કરી હતી.
સલમાન ખાન અને રોહિત શેટ્ટી બંને લવ ગિલને પુછી ચુક્યા છે કે તે સ્કાઉટને શું માને છે ? તેના જવાબમાં લવ ગિલ સ્કાઉટને ભાઈ કહે છે. સલમાન ખાને તો ત્યાં સુધી પુછી લીધું હતું કે ઘરમાં લવનો ભાઈ પણ સ્કાઉટ અડે છે તે રીતે તેને અડે છે, મસાજ આપે છે... તો લવ ગિલ એ જણાવ્યું કે હા તેના માટે આ બધું નોર્મલ છે. જેને લઈને લવ ગિલ પણ ટ્રોલ થઈ છે.
રવિવારના એપિસોડમાં સ્કાઉટ સાથે વાત કરવા તેની ગર્લફ્રેન્ડ આવશે. જેમાં તે સ્કાઉટ જે રીતે લવ ગિલને મસાજ આપતો જોવા મળે છે તે વાત પણ ગુસ્સો વ્યક્ત કરે છે. થોડા દિવસ પહેલા લવ ગિલ સુતી હોય છે અને તેના કંફર્ટરની અંદર હાથ નાખીને સ્કાઉટ મસાજ આપતો જોવા મળે છે. આ ક્લીપ વાયરલ થયા પછી સ્કાઉટની ગર્લફ્રેન્ડ કાશવીએ તેને વોર્નિંગ આપી દીધી છે તે લવ ગિલથી દુર રહે.
કાશવીએ લવ ગિલ સાથે પણ વાત કરી હતી. તેણે લવ ગિલને ચોખ્ખું કહી દીધું હતું કે તે ભાઈ-બહેનના સંબંધનું નામ યુઝ કરીને એક કમિટેડ વ્યક્તિ સાથે કોઝી થાય છે, તેની પાસે મસાજ કરાવે છે. આવું કઈ બહેન તેના ભાઈ સાથે કરે? કમિટેડ માણસ સાથે કોઈ યુવતી આવું ન કરે. કાશવી એવું પણ કહે છે કે લવ ગિલ નાદાન નથી. તેને બધી સમજ પડે છે. લવ જે હરકતો કરે છે તે યોગ્ય નથી. કાશવી નેશનલ ટેલીવિઝન પર એવું પણ કહે છે કે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લવ સામે થી જ સ્કાઉટની નજીક જઈ તેને અડવાની શરુઆત કરે છે.