• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વાપીમાં નશાના મોટા રેકેટનો પર્દાફાશ: 14 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 3 આરોપીઓની ધરપકડ, UP-મહારાષ્ટ્ર સુધી છે તાર

વાપીમાં નશાના મોટા રેકેટનો પર્દાફાશ: 14 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 3 આરોપીઓની ધરપકડ, UP-મહારાષ્ટ્ર સુધી છે તાર

Vapi News: દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી તેમને બરબાદ કરવાના વધુ એક નશીલા રેકેટનો પર્દાફાશ થયો છે. આ વખતે ઔદ્યોગિક નગરી વાપી માંથી વલસાડ એસઓજી, એન્ટી નારકોટિક વિંગ અને ડુંગરા પોલીસે જુદી જુદી ત્રણ જગ્યાએ રેડ કરી અંદાજે 13.90 કરોડથી વધુની કિંમતના 2500 કિલોથી પણ વધુ નસીલા પદાર્થને ઝડપી નશા ના એક મસ મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા આ નસીલા રેકેટના તાર ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે.

Written ByKinjal Patel
Published: Oct 25, 2026, 12:51 PM IST|Updated: Oct 25, 2026, 01:03 PM IST
joinshare
વાપીમાં નશાના મોટા રેકેટનો પર્દાફાશ: 14 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 3 આરોપીઓની ધરપકડ, UP-મહારાષ્ટ્ર સુધી છે તાર

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Ooty: દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન છે ? તો સુંદર હિલ સ્ટેશન વિશે જાણો, આ જગ્યા મિસ કરવા જેવી નથી

Ooty: દિવાળી વેકેશનમાં ફરવા જવાનો પ્લાન છે ? તો સુંદર હિલ સ્ટેશન વિશે જાણો, આ જગ્યા મિસ કરવા જેવી નથી

2

વાપીમાં નશાના મોટા રેકેટનો પર્દાફાશ: 14 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 3 આરોપીઓની ધરપકડ, UP-મહારાષ્ટ્ર સુધી છે તાર

3

IND vs NZ: બે ટી20 મેચ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડ ટીમમાં થયા મોટા ફેરફાર, જાણો કોણ થયું બહાર

4

Scout OP Love Gill : બિગ બોસ 20 માં મસાજ પાર્લર ચલાવતા સ્કાઉટ પર ભડકી ગર્લફ્રેન્ડ, લવ ગિલથી દુર રહેવાની આપી વોર્નિંગ

5

Grey Hair Tips: સફેદ વાળથી છો પરેશાન? કેમિકલ વગર ઘરે જ આ કુદરતી ઉપાયોથી વાળને બનાવો કાળા!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

નિલેશ જોશી/વાપી: ઔદ્યોગિક નગરી વાપીમાં એક મસ મોટા નશાના રેકેટનો પર્દાફાશ થયો છે. વલસાડ જિલ્લા અને એસ.જી પોલીસ સહિત ડુંગરા પોલીસની આ કાર્યવાહીમાં જુદા જુદા ત્રણ કેસોમાં અંદાજે 13.89 કરોડથી વધુ ની કિંમત નો નશાનો સામાન ઝડપાયો છે. વલસાડ જિલ્લા SOGની ટીમે જુદી જુદી ત્રણ જગ્યાએ કરેલી રેડમાં નશીલો પદાર્થ અને કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 2500 કિલોથી વધુનો નસીલો પદાર્થ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

વીજ કાપ બાદ હવે પાણી કાપ! અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો...આ વિસ્તારોમાં આજે પાણી ઓછું મળશે, AMCની લોકોને ખાસ અપીલ

નશીલો પદાર્થ દાદરા નગર હવેલી ની બોર્ડર નજીક થી લાવવામાં આવ્યો
પ્રથમ વાપીના છીરી ગાલા મસાલામાં પોલીસે અહેમદનગર રજા ગલીમાં એક મકાનમાં રેડ કરી હતી. મોહમ્મદ અમીન મોહમ્મદ બાસુ ખાનના મકાનમાં કરેલી તપાસમાં કેનોબીસ નામના નસીલા પદાર્થની 387.750 કિલો ગ્રામ નશિલી ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત 1.93 કરોડ ની હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આ કાર્યવાહી દરમ્યાન બાતમી મળી કે આ નશીલો પદાર્થ દાદરા નગર હવેલી ની બોર્ડર નજીક થી લાવવામાં આવ્યો હતો.

1.21 કરોડની કિંમતની 243 કિલો જેટલી નસીલી કેનોબીસની ગોળીઓ ઝડપાઈ
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દાદરા નગર હવેલી અને ગુજરાતની હદ પર તીઘરા રોડ પર પ્રદીપ ઉર્ફે મનુ વર્માની દુકાનમાં રેડ કરી હતી. આ દુકાન માંથી પણ 10.93 કરોડની કિંમતના 2147 કિલો કેનોબીસની ગોળીઓનો જથ્થો મલી આવ્યો હતો. ત્યારબાદ વાપીની ડુંગરા પોલીસે પણ બોલાવ્યો સપાટો બોલાવી લેકવ્યુ રેસીડેન્સી માંથી કાર્તિક ઉર્ફે પપ્પુ રવિન્દ્ર બિસ્વાલના ઘરમાંથી પણ 1.21 કરોડની કિંમત ની 243 કિલો જેટલી નસીલી કેનોબીસ ની ગોળીઓ ઝડપાઈ હતી.

અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ તળિયે: કિલોના ભાવ 10 રૂપિયાથી પણ નીચે જતાં ખેડૂતો મુશ્કેલીમાં, જાણો શું છે ભાવ?

3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
નશાના આ રેકેટના પર્દાફાશ દરમિયાન પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં મોહમ્મદ અમીન મોહમ્મદ ખાન, પ્રદીપ ઉર્ફે મનનુ રામતીર્થ વર્મા અને કાર્તિક ઉર્ફે પપ્પુ રવિન્દ્ર બીશ્વાલની ધરપકડ કરી હતી. જ્યારે અનુરાગ ગુપ્તા અને સલમાન ઇકબાલ અને બનમાલી પ્રભાકર પાતરા નામના આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આ મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ નશાના પાવડરમાંથી નશાની ગોળીઓ બનાવી વાપી અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના ઔદ્યોગિક વિસ્તારોમાં પાનના ગલ્લાઓ અને નાની દુકાનોમાં સપ્લાય કરતા હતા. સાથે જ અત્યાર સુધીની તપાસમાં ચોકાવનારી હકીકત બહાર આવી છે કે.. આ રેકેટના તાર મહારાષ્ટ્ર અને યુપી સુધી ફેલાયા છે. આથી પોલીસે આ મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

ખોરજ જમીન કૌભાંડમાં અપહરણની ફરિયાદ કરનાર મહિલાનો યુ-ટર્ન; જગદીશ ઠાકોરને છોડીને હવે પોલીસ પર સીધો ગંભીર આક્ષેપ

આ રેકેટમાં વધુ ચોકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ
મહત્વપૂર્ણ છે કે ઓદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં અગાઉ પણ નશાના રેકેટનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. જોકે આ વખતે પોલીસે કરેલી આ કાબીલેદાદ કાર્યવાહી દરમિયાન અંદાજે અંદાજે 14 કરોડ ની કિંમતના નસીલા પદાર્થ ને કબજે કરી સપાટો બોલાવ્યો છે. કાર્યવાહી દરમિયાન અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આથી પોલીસની આગામી તપાસમાં હજુ આ રેકેટમાં વધુ ચોકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News