• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /વીજ કાપ બાદ હવે પાણી કાપ! અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો...આ વિસ્તારોમાં આજે પાણી ઓછું મળશે, AMCની લોકોને ખાસ અપીલ

વીજ કાપ બાદ હવે પાણી કાપ! અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો...આ વિસ્તારોમાં આજે પાણી ઓછું મળશે, AMCની લોકોને ખાસ અપીલ

Ahmedabad News: અમદાવાદ શહેરની 75થી 85 ટકા વસતી નર્મદાના પાણી પર નિર્ભર છે. તેવામાં નર્મદાની મુખ્ય નહેરમાં અમદાવાદ મ્યુનિ.ના રોડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધારો-ઘટાડો થયો છે. જેના લીધે 24 તારીખે નર્મદા નહેરમાંથી કોતરપુર વોટર વર્કસમાં આવતો પાણીનો પુરવઠો ખોરવાયો હતો.

Written ByKinjal Patel
Published: Oct 25, 2026, 11:15 AM IST|Updated: Oct 25, 2026, 11:21 AM IST
joinshare
વીજ કાપ બાદ હવે પાણી કાપ! અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો...આ વિસ્તારોમાં આજે પાણી ઓછું મળશે, AMCની લોકોને ખાસ અપીલ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ફિલ્મ બિઝનેસને નવી દિશા આપવા ઝીનો મોટો નિર્ણય, કોમલ નાહટાને ક્રિએટિવ ડિરેક્ટર બનાવ્યા

ફિલ્મ બિઝનેસને નવી દિશા આપવા ઝીનો મોટો નિર્ણય, કોમલ નાહટાને ક્રિએટિવ ડિરેક્ટર બનાવ્યા

2

વરસાદની ઘટ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર, જાણો શું મળશે સહાય?

3

Jio ના જબરદસ્ત પ્લાન, 1 રિચાર્જ અને 3 મહિના ટેન્શન ફ્રી, કિંમત 329 રૂપિયાથી શરૂ

4

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશર હાર્ટને જ નહીં શરીરના આ મહત્વના અંગને પણ કરી નાખે ડેમેજ

5

વડોદરાના લાલનો કેનેડામાં ડંકો! 5 વર્ષની ઉંમરે 3,000 પુસ્તકો વાંચ્યા, IQ 141! કેનેડિયન PM પણ બન્યા ફેન!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad News: અમદાવાદીઓ માટે આજનો સુરત વધુ એક મુશ્કેલીના સમાચાર લઈને આવ્યો છે. રવિવારે રજાના દિવસે જ શહેરીજનોએ પાણી કાપ વેઠવાનો વારો આવશે. જી હા...નર્મદાની મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં ઘટાડો થવાના કારણે શનિવારે કોતરપુર વોટર વર્કસને જરૂરિયાત મુજબ પાણીનો પૂરતો જથ્થો મળી શક્યો નહોતો. જેના કારણે પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ઝોનમાં પાણીનો પુરવઠો ખોરવાશે.

ખોરજ જમીન કૌભાંડમાં અપહરણની ફરિયાદ કરનાર મહિલાનો યુ-ટર્ન; જગદીશ ઠાકોરને છોડીને હવે પોલીસ પર સીધો ગંભીર આક્ષેપ

નર્મદા કેનાલમાં પાણીનું સ્તર ઘટતાં પુરવઠો ખોરવાયો
અમદાવાદમાં 75થી 85 ટકા વસતી નર્મદાના પાણી પર નિર્ભર રહેલી છે. ત્યારે સમાચાર એવા છે કે નર્મદાની મુખ્ય નહેરમાં AMCના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના લીધે 24 તારીખે નર્મદા નહેરમાંથી કોતરપુર વોટર વર્કસમાં આવતા પાણીના જથ્થામાં ઘટાડો થયો હતો. શહેરના પાંચ મુખ્ય ઝોનના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં કોતરપુર વોટર વર્કસ ખાતેથી જ પાણી પૂરું પાડવામાં આવે છે. કોતરપુર વોટર વર્કસમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ઝોનમાં ઓછા પ્રેશરથી અને ઓછું પાણી આપવામાં આવશે.

અમદાવાદની 70 ટકા વસતીને થશે અસર, રવિવારના દિવસે જ ભારે હાલાકીનો સામનો
અમદાવાદમાં નર્મદાના પાણી કાપના કારણે નરોડાથી નારોલ, વટવા, મણિનગર, કાલુપુર, શાહપુર, એરપોર્ટથી મોટેરા, સાબરમતી, નવરંગપુરા અને નારણપુરા સહિત શહેરના 70 ટકા વિસ્તારોમાં લોકોને પાણી મળી શકશે નહીં. સામાન્ય રીતે રવિવાર કે રજાના દિવસે ઘરોમાં પાણીની માંગ વધુ રહેતી હોય છે, તેવા સમયે જ પુરવઠો ખોરવાતાં શહેરીજનોએ ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.

Gujarat News Live: અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ તળિયે, સુરત પ્રવાસે CM ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદમાં બે રહીશો વચ્ચે છૂટાહાથની મારામારી

કયા-કયા વિસ્તારોમાં પાણી કાપની અસર થશે?

  • પૂર્વ ઝોન: નિકોલ, ઓઢવ, નરોડા, અમરાઈવાડી, ઈન્ડિયા કોલોની અને વિરાટનગર/રામોલ સહિતના વિસ્તારો.
  • મધ્ય અને દક્ષિણ ઝોન: દરિયાપુર, અસારવા, બહેરામપુરા, નારોલ, દાણીલીમડા, મણિનગર અને વટવા સહિતના વિસ્તારો.
  • પશ્ચિમ ઝોન: વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, સાબરમતી, વાડજ અને ચાંદખેડા સહિતના વિસ્તારો.

AMCની લોકોને પાણી કરકસરપૂર્વક વાપરવા અપીલ કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને 25 ઓક્ટોબરના રોજ પાણી કાપની જાણ કરી લીધી હતી. ત્યારે કોર્પોરેશને શહેરના તમામ રહીશોને ભારે હાલાકીથી બચવા માટે ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ખાસ અપીલ કરી છે.

શંકરસિંહ વાઘેલા જ નહીં આ 5 પૂર્વ CMની પણ કોંગ્રેસમાં જોડાવાની અટકળો, રાહુલ ગાંધી કોને આપશે લીલીઝંડી?

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News