• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વરસાદની ઘટ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, જાણો શું મળશે સહાય?

વરસાદની ઘટ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, જાણો શું મળશે સહાય?

Gujarat News: રાજ્યમાં અનેક ઠેકાણે ઓછા વરસાદના કારણે પીવાના પાણી અને ખેતી માટે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત સરકારે મોટા નિર્ણય લેતા 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

Written ByViral Raval
Published: Oct 26, 2026, 02:37 PM IST|Updated: Oct 26, 2026, 03:19 PM IST
joinshare
વરસાદની ઘટ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, જાણો શું મળશે સહાય?
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
વ્યાજખોરોના આતંકથી દંપત્તિએ જીવન ટૂંકાવ્યું, 8 લાખ રૂપિયાનું રોજનું વ્યાજ 42,000? 21 લાખ ચૂકવ્યા છતાં જીવવું ભારે કરી નાખ્યું

વ્યાજખોરોના આતંકથી દંપત્તિએ જીવન ટૂંકાવ્યું, 8 લાખ રૂપિયાનું રોજનું વ્યાજ 42,000? 21 લાખ ચૂકવ્યા છતાં જીવવું ભારે કરી નાખ્યું

2

Cretaથી નાની અને Venueથી મોટી: હ્યુન્ડાઈની નવી SUV ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

3

IND vs NZ T20: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી ત્રીજી T20માંથી બહાર

4

Jailer 2: રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ, દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ બની

5

ફિલ્મ બિઝનેસને નવી દિશા આપવા ઝીનો મોટો નિર્ણય, કોમલ નાહટાને ક્રિએટિવ ડિરેક્ટર બનાવ્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ 1માં પત્રકાર પરિષદને સંબોધી. મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરતા રાજ્યના 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા. આ જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છનો સમાવેશ થયો છે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે. ચોમાસું પૂર્ણ થયું છે ત્યારે દુષ્કાળ માર્ગદર્શિકા 2016 અનુસાર જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર

  • ગુજરાત સરકાર દ્વારા ચાર જિલ્લાઓ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે. 
  • ઓછા વરસાદ અને અસરગ્રસ્ત પાક માટે સહાય આપવાનો સરકારનો નિર્ણય. SDRFના ધોરણે સહાય.
  • 8500 હેકટર દીઠ ખેડૂતને સહાય આપવામાં આવશે.  2 હેક્ટરની મર્યાદામાં સહાય.
  • 17 હજાર પ્રત્યેક ખેડૂતને મળશે.
  • દુષ્કાળ જાહેર થયા પહેલા રાહત દરે ઘાસચારા વિતરણની મંજૂરી આપી. 
  • રાજ્યમાં અત્યાર સુધી 2 રૂપિયે 1 kg ઘાસચારો અપાયો છે. 
  • 1.21 કરોડ કિલોગ્રામ ઘાસના જથ્થાનું 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવામાં આવ્યું
  • 3 કરોડ કિલો ઘાસચારો હાલ રાજ્યમાં છે અને વધારાનું આયોજન સરકારે કર્યું છે. 
  • દુષ્કાળ જાહેર કરેલ જિલ્લામાં પશુ દીઠ રોજના 80 ની સહાય 2 મહિના સુધી આપવામાં આવશે. 
  • દુષ્કાળમાં ગ્રામીણ લોકોને સહાય મળે માટે યોજના હેઠળ 150 દિવસ રોજગારી આપશે. 
  • આ નિર્ણયનો અમલ 1 નવેમ્બર 2026 થી કરાશે. 
  • દુષ્કાળ ની જાહેરાતથી 6 મહિના સુધી જાહેરાત રહે છે. 
  • ગુજરાતમાં 89 ટકા વરસાદ થયો છે પરંતુ 4 જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ખેડૂત સાથે છે. ખેડૂતને જે સહાય કરવી પડે તેના માટે સરકાર પ્રતિબદ્ધ છે.

લાંબા સમયથી વિવિધ માધ્યમો થકી સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી-ભાજપ પ્રવક્તા

ગુજરાતના 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતો માટે રાહત પેકેજની જે જાહેરાત કરાઈ તે અંગે ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે પણ વિગતવાર માહિતી આપી. તેમણે કહ્યું કે  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓછા વરસાદને કારણે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહેલા ચાર જિલ્લાઓ માટે રાહત પેકેજ જાહેર કર્યું. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા .ચોમાસા દરમિયાન ઓછા વરસાદ અને પાણીની અછતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને પાકના નુકસાન સામે આર્થિક સહાય પૂરી પાડવાનો સરકારનો નિર્ણય છે.  

તેમણે કહ્યું કે, ટેકનોલોજી, ડ્રોન સર્વે અને સ્થળ તપાસના આધારે દુષ્કાળની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. રાજ્યના વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી વિવિધ માધ્યમો થકી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  સર્વે અને સ્થળ તપાસના આધારે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય વિસ્તારોમાંથી મળેલી રજૂઆતોના આધારે પણ ટેકનિકલ સર્વે, ડ્રોન સર્વે અને સ્થળ તપાસની કામગીરી ચાલુ છે.

અન્ય અસરગ્રસ્ત વિસ્તારો ઉપર પણ નજર

તેમણે એમ પણ કહ્યું કે  જ્યાં ખેડૂતોને સહાયની જરૂરિયાત જણાશે ત્યાં રાજ્ય સરકાર મદદ કરવા તૈયાર હોવાનો સંદેશ છે. ગુજરાતની સરકાર ખેડૂતોની સરકાર છે અને ખેડૂતોની સાથે ઊભી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોવાનો ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલનો દાવો છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ખેડૂતોના સમર્થનથી ભાજપની સરકાર બની રહી હોવાનો ઉલ્લેખ કર્યો. ખેડૂતોની મુશ્કેલીઓમાં સહભાગી બની તેમને મદદ કરવી એ ભાજપ સરકારનો મંત્ર હોવાનું તેમણે નિવેદન આપ્યું. 

તેમણે કહ્યું કે, પાણીની અછત અને ઓછા વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા સરકાર કટિબદ્ધ હોવાની ખાતરી.  ચાર જિલ્લાઓમાં રાહત પેકેજની જાહેરાત બાદ હવે અન્ય અસરગ્રસ્ત વિસ્તારોના સર્વે પર નજર છે.  જરૂરિયાતના આધારે અન્ય વિસ્તારોમાં પણ સહાય અંગે નિર્ણય લેવાઈ શકે છે. 

 

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News