Drishyam 3 ઓટીટી રીલીઝ અંગે મળતી જાણકારી અનુસાર આ ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થવા માટે રેડી છે. દ્રશ્યમ 3 ના ઓટીટી રાઈટ્સ નેટફ્લિક્સે ખરીદેલા છે એટલે કે એક વાત કન્ફર્મ છે કે દ્રશ્યમ 3 નેટફ્લિક્સ પર જોવા મળશે. મહત્વનું છે કે દ્રશ્યમ અને દ્રશ્યમ 2 પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરવામાં આવી હતી. દ્રશ્યમ 3 હવે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
અજય દેવગનની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમ 3 દિવાળી પછી ઓટીટી પર જોવા મળી શકે છે. સામાન્ય રીતે કોઈપણ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેના છ થી આઠ અઠવાડિયા પછી ઓટીટી પર રિલીઝ કરવામાં આવે છે. આ ગણતરીને ધ્યાનમાં રાખીએ તો દ્રશ્યમ 3 નેટફ્લિક્સ પર નવેમ્બરના ત્રીજા સપ્તાહ કે ચોથા સપ્તાહમાં જોવા મળી શકે છે.
અનુમાન છે કે દ્રશ્યમ 3 15 થી 30 નવેમ્બર ની વચ્ચે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ શકે છે. જોકે દ્રશ્યમ 3 ની તારીખ અંગે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અનુમાન છે કે આ ફિલ્મ દિવાળી પછી ઓટીટી પર જોવા મળી શકે છે.
દ્રશ્યમ 3 ની સ્ટોરી દ્રશ્યમ અને દ્રશ્યમ 2 બંને ફિલ્મને કનેક્ટ કરે છે. આ ફિલ્મ દ્રશ્યમ સીરીઝનો છેલ્લો પાર્ટ છે. દ્રશ્યમ 3 માં પણ સેમના મોતનું રહસ્ય ઉજાગર કરવા માટે તબ્બુ, અજય દેવગન વિરુદ્ધ ફરીથી કેસ ઓપન કરે છે. આ વખતે અજય દેવગનને પકડવા માટે ફિલ્મમાં જયદીપ અહલાવતની એન્ટ્રી થાય છે. જોકે દ્રશ્યમ 3 ની ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં દરેક ક્ષણે એવું લાગે છે કે વિજય પકડાઈ જશે પરંતુ છેલ્લે એવો ટ્વિસ્ટ સામે આવે છે જે દર્શકોને મજા કરાવી દે છે
જો તમે પણ આ ફિલ્મ હજુ સુધી થિયેટરમાં જોઈ નથી તો દિવાળી પછી ઓટીટી પર જોઈ શકશો. દ્રશ્યમ 3 માં અજય દેવગન, તબ્બુ ઉપરાંત જયદીપ અહલાવત, રજત કપૂર, ઈશિતા દત્તા સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે